SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ૭ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) करोतीति । एवं क्षेत्रानुयोगेऽपि क्षेत्रस्य भरतक्षेत्रादेः क्षेत्राणां जम्बूद्वीपादीनां यथा द्वीपसागरप्रज्ञप्त्यामिति, क्षेत्रेण यथा पृथिवीकायादिसंख्याव्याख्यान, उक्तं च "जैबुद्दीवपमाणं, पढविजिआणं तु पत्थय काउं । एवं मविज्जमाणा हवंति लोगा असंखिज्जा ॥१॥" 5 क्षेत्रैरनुयोगो यथा-“बहुहिं दीवसमुद्देहिं पुढविजिआणमित्यादि " क्षेत्रे तिर्यग्लोकेऽनुयोगो भरतादौ वा क्षेत्रेषु अनुयोगः अर्धतृतीयेषु द्वीपसमुद्रेषु । कालस्य अनुयोगः समयादिप्ररूपणा, कालानां प्रभूतानां समयादीनां, कालेनानुयोगो यथा-बादरवायुकायिकानां वैक्रियशरीराण्यद्धापતથા પાટીયા ઉપર કે ઘણાં બધા આસન ઉપર રહેલો છતો અનુયોગ કરે = પદાર્થ સમજાવે તે દ્રવ્યમાં કે દ્રવ્યોમાં અનુયોગ. આ જ પ્રમાણે ક્ષેત્રાનુયોગમાં પણ ક્ષેત્રનો = ભરતક્ષેત્રાદિનો, 1) ક્ષેત્રોનો = જંબૂઢીપાદિનો દ્વીપસાગરપ્રજ્ઞપ્તિમાં બતાવ્યા પ્રમાણે જે અનુયોગ કરવો તે ક્ષેત્રના- . ક્ષેત્રોના અનુયોગ. ક્ષેત્રવડે પૃથ્વીકાયાદિ સંખ્યાનું વ્યાખ્યાન કરવું તે ક્ષેત્રવડે અનુયોગ જેમકે, જંબૂદ્વીપ જેવડો પ્રચક (પ્યાલો) બનાવી, તેને ભરવા અને ખાલી કરવાના ક્રમવડે જયારે સર્વ સૂક્ષ્મ–બાદર પૃથ્વીકાય જીવો મપાય, ત્યારે અસંખ્ય લોક ભરાય (અહીં ક્ષેત્રની ઉપમાથી સંખ્યા કહેવાઈ હોવાથી ક્ષેત્રવડે અનુયોગ થયો.) 15 ક્ષેત્રોવડે અનુયોગ – જેમકે, ઘણાબધા દ્વીપસમુદ્રો જેવડો પ્રસ્થક તૈયાર કરીને તેને ભરવા ખાલી કરવાના ક્રમવડે જયારે સર્વ સૂક્ષ્મ–બાદર પૃથ્વીકાય જીવો મપાય ત્યારે અસંખ્ય લોકો ભરાય, ક્ષેત્રમાં એટલે તિર્થાલોકમાં કે ભરતક્ષેત્રમાં અને ક્ષેત્રોમાં એટલે અઢીદ્વીપસમુદ્રમાં જે અનુયોગ તે ક્ષેત્ર કે ક્ષેત્રોમાં અનુયોગ - ભાવાર્થ એ છે કે કોઈ જીવ જ્યારે તિલોક કે ભરતક્ષેત્ર વગેરે ચોક્કસ ક્ષેત્રમાં રહેલો હું અનુયોગ કરું છું એવી વિવક્ષા કરે તો તે ક્ષેત્રમાં 20 અનુયોગ અને જયારે અઢીદ્વીપમાં રહેલો હું અનુયોગ કરું છું એવી વિરક્ષા કરે ત્યારે ક્ષેત્રોમાં અનુયોગ જાણવો. કાળનો અનુયોગ એટલે સમયાદિની પ્રરૂપણા કરવી તે, તથા કાળોનો અનુયોગ એટલે ઘણા બધા સમયાદિની પ્રરૂપણા. કાળવડે અનુયોગ એટલે બાદરવાયુકાયના વૈક્રિયશરીરો અદ્ધાપલ્યોપમના અસંખ્યભાગમાત્ર કાળવડે અપહરણ કરાય છે, અર્થાતુ વૈકિયશરીરવાળા 25 બાદરવાયુકાયના જીવો કેટલાં છે ? તેનો ઉત્તર એ કે – અદ્ધાપલ્યોપમના અસંખ્યભાગમાં જેટલા સમયો છે, તેટલી સંખ્યાવાળા વૈક્રિયશરીરવાળા બાદરવાયુકાયના જીવો છે. આમ કાળને આશ્રયી ઉત્તર અપાતો હોવાથી કાળવડે અનુયોગ કહેવાય. કાળોવડે અનુયોગ જેમકે, પ્રત્યુત્પન્નત્રસકાયિક જીવો પ્રતિસમયે અપહરણ કરાતા અસંખ્ય ઉત્સર્પિણી–અવસર્પિણીવડે અપહરણ કરાય છે. ભાવાર્થ એ છે કે વિવક્ષિત સમયે ઉત્પન્ન 30 ७९. जम्बूद्वीपप्रमाणं पृथ्वीजीवानां तु प्रस्थकं कृत्वा । एवं मीयमाना भवन्ति लोका असंख्येया: ॥१॥ ८०. बहुभिर्वीपसमद्रैः पृथ्वीजीवानां ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy