SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) उपयुक्तः, नोआगमत औदयिकादेरन्यतमस्येति, भावानां औदयिकादीनां भावेन संग्रहादिना, उक्तं च-"" पंचहि ठाणेहिं सुत्तं वाएज्जा, तंजहा- संगहट्टयाए १ उवग्गहट्टयाए २ निज्जरद्र्याए ३ सुयपज्जवाजातेणं ४ अव्वोच्छित्तीए ५" भावैरेभिरेव समुदितैरनुयोगः, भावे क्षायोपशमिके, भावेषु आचारादिषु, अथवा प्रतिक्षणपरिणामत्वात् क्षयोपशमस्य भावेषु अनुयोग:, अथवा भावेषु 5 नास्त्येव, क्षयोपशमस्यैकत्वात् । एतेषां च द्रव्याद्यनुयोगानां परस्परसमावेशः स्वबुद्ध्या वक्तव्यः, उक्तं च भाष्यकारेण दव्वे णियमा भावो ण विणा ते यावि खित्तकालेहिं (ग्रन्थाग्रम् २५०० ) । ભાવાનુયોગ ભાવનો, ભાવોનો વિગેરે છ પ્રકારે છે. તેમાં ભાવનો અનુયોગ એટલે ઔદાયિકાદિ ભાવોમાંથી કોઈપણ એકભાવનો અનુયોગ, ભાવોનો અનુયોગ એટલે ઔદાયિકાદિ ઘણા બધા 1) ભાવોનો અનુયોગ. ભાવવડે અનુયોગ એટલે સંગ્રહાદિ ભાવવડે, કહ્યું છે કે ‘(આચાર્ય) પાંચ સ્થાનોવડે (કારણોથી) શ્રુતનું વાચન કરાવે. ૧. સંગ્રહ માટે (શિષ્યોન સૂત્રના અર્થોનો સંગ્રહ થાય તે માટે), ૨. ઉપકાર માટે (શિષ્યો ગીતાર્થ બનીને વસ્ત્રાદિ લાવવા દ્વારા ગચ્છ ઉપર ઉપકારી થશે તે માટે), ૩. કર્મનિર્જરા માટે (આ શિષ્યોને ભણાવવાથી મને કર્મનિર્જરા પ્રાપ્ત થશે તે માટે), ૪. શ્રુતપર્યાયના સમૂહ માટે (શિષ્યોને ભણાવીશ તો મારું શ્રુત 15. પણ વૃદ્ધિને પામશે, તે માટે) ૫. અવ્યુચ્છિત્તિ માટે (શિષ્ય-પ્રશિષ્યની પરંપરાવડે શ્રુતન અવ્યચ્છિત્તિ થાય તે માટે). ભાવાર્થ એ છે કે ઉપરોક્ત પાંચમાંથી કોઈ એકાદ અભિપ્રાય મનમાં રાખી આચાર્ય શિષ્યોને ભણાવે તે ભાવવડે અનુયોગ કહેવાય. . = = ભાવોવડે અનુયોગ એટલે ઉપરોક્ત પાંચ ભેગા થયેલા ભાવોવડે જે અનુયોગ પ્રવર્તે. ભાવમાં અનુયોગ = ક્ષાયોપમિક ભાવમાં રહીને અનુયોગ (અર્થનું વ્યાખ્યાન) કરતાં આચાર્યનો 20 ભાવમાં અનુયોગ કહેવાય છે. ભાવો અનુયોગ આચારાંગ—વગેરે ભાવોને વિષે અર્થાત્ આચારાંગાદિ શાસ્ત્રસંબંધી ક્ષાયોપશમિકભાવોમાં રહેલા આચાર્યનો અનુયોગ, અથવા ક્ષયોપશમ પ્રતિક્ષણ પરિણામી હોવાથી ભાવોમાં અનુયોગ ઘટે. (અહીં ભાવાર્થ એ છે કે દરેક ક્ષણે ક્ષયોપશમ બદલાતો હોવાથી તે પ્રતિક્ષણ પરિણામી કહેવાય છે. આવા બદલાતા ક્ષયોપશમભાવામાં રહેલા આચાર્યનો અનુયોગ ભાવોને વિષે અનુયોગ કહેવાય છે.) 25 અથવા ક્ષયોપશમ એક હોવાથી ભાવોમાં અનુયોગ ઘટતો નથી. અહીં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપ ચાર અનુયોગોમાં કોનો કયાં સમાવેશ થાય છે ? તે સ્વબુદ્ધિથી જાણી લેવો. આ વિષયમાં ભાષ્યકાર કોનો ક્યાં સમાવેશ થાય છે ? તે બતાવે છે દ્રવ્યમાં નિયમથી ભાવનો 4 (H) સમાવેશ થાય છે. (કારણ કે પર્યાયરહિત દ્રવ્ય સંભવી શકે નહીં.) દ્રવ્ય અને ભાવ (પર્યાય) પણ ક્ષેત્ર-કાળ વિના ઘટતા નથી. (કારણ કે કોઈપણ દ્રવ્ય કો'કને કો'ક ક્ષેત્રમાં રહેલું હોય અને તે દ્રવ્ય વળી સ્થિતિવાળું પણ હોય જ) ક્ષેત્રમાં શેષ ત્રણની ભજના છે, (કારણ કે લોકરૂપ 30 ८१. पञ्चभिः स्थानैः सूत्रं वाचयेत्, तद्यथा-संग्रहार्थाय १ उपग्रहार्थाय २ निर्जरार्थाय ३ श्रुतपर्यायजातेन ४ अव्यवच्छित्त्य ५ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy