SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલવાદ પ तन्न, अनधिगतशास्त्रार्थानां प्रवृत्तिहेतुत्वात् तदुपन्यासोपपत्तेः । प्रेक्षावतां हि प्रवृत्तिर्निश्चयपूर्विका, प्रयोजनादौ उक्तेऽपि च अनधिगतशास्त्रार्थस्य तैन्निश्चयानुपपत्तेः, संशयतः प्रवृत्त्यभावात्तदुपन्यासोऽनर्थकः इति चेत्, न, संशर्यैविशेषस्य प्रवृत्तिहेतुत्वदर्शनात्, कृषीवलादिवत्, इत्यलं प्रसङ्गेन । साम्प्रैतं मङ्गलमुच्यते यस्मात् श्रेयांसि बहुविघ्नानि भवन्ति इति उक्तं च“યાંસિ વવિઘ્નાનિ, મત્ત મહતાપિ । ૭ अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ॥१ ॥” इति । आवश्यकानुयोगश्च अपवर्गप्राप्तिबीजभूतत्वात् श्रेयोभूत एव, तस्मात्तदारम्भे विघ्नविनायकाद्यैर्द्युपशान्तये तत् प्रदर्श्यत इति । तच्च मङ्गलं शास्त्रादौ मध्ये अवसाने चेष्य 5 શંકા : બુદ્ધિમાન્ જીવોની પ્રવૃત્તિ નિશ્ચય થયા પછી જ થાય છે. (અર્થાત્ તમે જે અનંતર– પરંપર ભેદથી પ્રયોજન બતાવ્યું તેનો નિશ્ચય થાય, તથા સામાયિકાદિ જે વિષયો તમે અભિધેય 10 તરીકે કહ્યા તે જ અભિધેયો આ ગ્રંથમાં છે વગેરે નિશ્ચય થાય પછી જ પ્રેક્ષાવાન્ જીવ પ્રવૃત્તિ કરે છે.) હવે જ્યારે તમે શરૂઆતમાં પ્રયોજનાદિ બતાવ્યા છે તે બતાવવા માત્રથી શાસ્ત્રાર્થ નહીં જાણનારા જીવોને તેનો નિશ્ચય થઈ જતો નથી. (કારણ કે બોલવા માત્રથી વિશ્વાસ થાય નહીં). વળી સંશયથી તો કોઈ પ્રવૃત્તિ કરતું નથી એટલે પ્રયોજનાદિ કહેવા એ નિરર્થક છે. સમાધાન :- (પ્રથમ તો તમે જે કહ્યું કે બુદ્ધિમાન્ જીવોને પ્રયોજનાદિ કહેવા છતાં તેનો 15 નિશ્ચય થતોં નથી તે વાત કદાચ માન્ય રાખીએ તો પણ ‘સંશયથી કોઇ પ્રવૃતિ કરતું નથી' એ વાક્યમાં જો કે બધા સંશય પ્રવૃત્તિજનક ન બનતા હોવા છતાં) સંશયવિશેષ પ્રવૃત્તિનું કારણ બનતું દેખાય છે. જેમકે ખેડૂતને ધાન્યના બીજ વાવતા પહેલા વરસાદનો સંશય જ હોય છે કે વરસાદ આવશે તો ધાન્ય પાકશે, નહીં આવે તો નહીં પાકે આવા સંશયથી જ તે બીજ વાવવારૂપ પ્રવૃત્તિ કરે જ છે. તેમ અહીં પણ તમારે જાણવું. આ વિષયમાં વધુ વિસ્તારથી સર્યું. 20 હવે મંગલ કહેવાય છે. મંગલ કરવું જરૂરી છે, કારણ કે કલ્યાણકારી કાર્યો ઘણા વિઘ્નોવાળા હોય છે. કહ્યું છે કે— “મહાપુરુષોને પણ કલ્યાણકારી કાર્યો વિઘ્નવાળા બને છે જ્યારે અકલ્યાણકારી કાર્યમાં પ્રવૃત્ત થયેલા (દુર્જનો)ને તો વિઘ્નસમૂહો ક્યાંય દૂર ભાગી જાય છે.’’ ||૧|| આવશ્યકનો અનુયોગ મોક્ષપ્રાપ્તિનું કારણ હોવાથી કલ્યાણકારી છે તેથી તેની શરૂઆતમાં વિઘ્નોના સમૂહની ઉપશાંતિ માટે મંગલ કરાય છે. તે મંગલ શાસ્ત્રની શરૂઆતમાં, 25 મધ્યમાં અને અંતમાં કરવામાં આવે છે. ५१. प्रयोजनादेरुपन्यासस्य युक्तियुक्तत्वात् । ५२. केवलशास्त्रस्य मूकत्वात् शास्त्रार्थस्येति । ૩. પ્રયોનનાવે: । ૬૪. અનિષ્ટાનનુવન્ધીસિદ્ધિસંશયસ્ય । . નિયુંવિતતા સાક્ષાતુતત્વાત્। ૬. પૃથાવતારા । ૧૭. માન્તો વિઘ્ના: ( પૂર્વપદ્દતોષાત્ વિઘ્નનાયા: ) ૧૮. નિર્યુક્તિરૂપ । ૧૧. પાત્। ૬૦. આવવાનુયોગમ્મે । ૬. વિષ્લેશાનામાવિના મધ્યાનાં । ૬૨-૬૨. 30 શાસ્ત્રચેત્વધ્યાર્યમ્ । + શાસ્ત્રસ્યાદ્ગ -૪ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy