SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ક્ષપકશ્રેણિમાં સત્તર પ્રકૃતિઓનો ક્ષય (નિ. ૧૨૨-૧૨૩) ?, उच्यते, निर्मदनीकृतकोद्रवकल्पा अपनीतमिथ्यात्वभावा मिथ्यात्वपुद्गला एव सम्यग्दर्शनं, तत्परिक्षये च तत्त्वश्रद्धानलक्षणपरिणामाप्रतिपातात् प्रत्युत श्लक्ष्णाभ्रपटलापगमे चक्षुर्दर्शनवत् शुद्धतरोपपत्तेरिति अलं प्रपञ्चेन । स च यदि बद्धायुः प्रतिपद्यते ततो नियमात् सप्तके क्षीणे अवतिष्ठत एव, स च सम्यग्दर्शनमशेषमेव क्षपयति, अबद्धायुस्तु अनुपरत एव समस्तां श्रेणि समापयति इति, स च स्वल्पसम्यग्दर्शनावशेष एव अप्रत्याख्यानप्रत्याख्याना - वरणकषायाष्टकं 5 युगपत् आरभते, एतेषां च मध्यभागं क्षपयन् एताः सप्तदश प्रकृतीः क्षपयति ॥ १२१ ॥ तत्प्रतिपादकमिदं गाथाद्वयम् अणुपुवी दो दो जाइनामं च जाव चउरिंदी | आयावं उज्जोयं थावरनामं च सुहुमं च ॥ १२२ ॥ साहारणमपज्जत्तं निद्दानिद्दं च पयलपयलं च । थी खवेइ ताहे अवसेसं जं च अट्ठण्हं ॥ १२३॥ व्याख्या - गतिश्चानुपूर्वी च गत्यानुपूर्व्यं 'दो दो' इति द्वे द्वे तन्नामनी, जातिनाम चेत्यस्मात् नामग्रहणं अभिसंबध्यते, एतदुक्तं भवति - नरकगतिनाम नरकानुपूर्वीनाम च, आनुपूर्वीवृषभनासिकान्यस्तरज्जूसंस्थानीया, यया कर्मपुद्गलसंहत्या विशिष्टं स्थानं प्राप्यतेऽसौ यया 10 સમાધાન : મિથ્યાત્વભાવ દૂર થવાને કારણે મદન વિનાના કોદ્રવસમાન મિથ્યાત્વના 15 પુદ્ગલો જ સમ્યગ્દર્શન છે. તે મિથ્યાત્વના પુદ્ગલોરૂપ સમ્યગ્દર્શનનો ક્ષય થવાથી, તત્ત્વશ્રદ્ધારૂપ પરિણામ પડતો નથી ઊલટું જેમ વાદળોનો સમૂહ (અર્થાત્ ધૂંધળું વાતાવરણ) દૂર થવાથી ચક્ષુદર્શન વધુ સ્પષ્ટ થાય છે, તેમ સમ્યગ્દર્શન વધુ સ્પષ્ટતર–શુદ્ધતર થાય છે. વધુ વિસ્તારથી સર્યું. જો તે જીવ બદ્ધાયુ હોય તો નિયમથી દર્શનસપ્તક ક્ષય થતાં ક્ષપકશ્રેણિમાં અટકી જાય છે, અને સંપૂર્ણ સમ્યગ્દર્શનને ખપાવીદે છે. અબદ્ઘાયુ જીવ દર્શનસપ્તક ક્ષય કરી અટક્યા વિના 20 સમસ્તશ્રેણિને પૂર્ણ કરે, અને તે સંપૂર્ણ સમ્યક્ત્વને ખપાવ્યા વિના શેષ સમ્યક્ત્વપુદ્ગલોને બાકી રાખી અપ્રત્યાખ્યાન–પ્રત્યાખ્યાનાવરણ કષાયાષ્ટકને ખપાવવાનો આરંભ કરે છે. આ કષાયાષ્ટક અડધા ખપાવી બીજી અન્ય ૧૭ પ્રકૃતિઓને ખપાવે છે. ૧૨૧॥ E અવતરણિકા : તેને બતાવનાર બે ગાથા કહે છે ગાથાર્થ : બે ગતિ, બે આનુપૂર્વી, એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક, આતપ, ઉદ્યોત, સ્થાવર, અને 25 સૂક્ષ્મનામકર્મ, ગાથાર્થ : સાધારણ, અપર્યાપ્ત, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને ાનદ્ધિ એમ ૧૭ પ્રકૃતિ ખપાવે છે. ત્યારબાદ શેષ રહેલ કષાયાષ્ટકના દલિકોને ખપાવે છે. ટીકાર્થ : ગતિ અને આનુપૂર્વી તે ગતિ—આનુપૂર્વી, “જાતિનામ” અહીં રહેલ નામ શબ્દ પૂર્વના ગતિ—આનુપૂર્વી સાથે જોડવો એટલે અર્થ આ પ્રમાણે જાણવો કે નરકગતિનામકર્મ, 30 અને નરકાનુપૂર્વીનામકર્મ, તેમજ તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી નામકર્મ. આમ ગતિ અને આનુપૂર્વીની બે બે પ્રકૃતિઓ જાણવી. તેમાં આનુપૂર્વી બળદની નાસિકામાં રહેલ દોરડા જેવી
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy