SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જા આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) च उत्तमसंहननः, तत्र पूर्वविदप्रमत्तः शुक्लध्यानोपगतोऽपि प्रतिपद्यते, अपरे तु धर्मध्यानोपगत एवेति, प्रतिपत्तिक्रमश्चायम-प्रथममन्तर्महर्तेन अनन्तानबन्धिनः क्रोधादीन यगपत्क्षपयति, तदनन्तभागं तु मिथ्यात्वे प्रक्षिप्य ततो मिथ्यात्वं सहैव तदंशेन युगपत् क्षपयति, यथा हि अतिसंभृतो दावानल: खलु अर्धदग्धेन्धन एव इन्धनान्तरमासाद्य उभयमपि दहति, एवमसावपि क्षपक: तीव्रशुभपरिणामत्वात् सावशेषं अन्यत्र प्रक्षिप्य क्षपयति, एवं पुनः सम्यग्मिथ्यात्वं ततः सम्यक्त्वमिति, इह च यदि बद्धायुः प्रतिपद्यते अनन्तानुबन्धिक्षये च व्युपरमति, ततः कदाचित् मिथ्यादर्शनोदयतस्तानपि पुनरुपचिनोति, मिथ्यात्वे तद्वीजसंभवात्, क्षीणमिथ्यात्वस्तु नोपचिनोति, मूलाभावात्, तदवस्थश्च मृतोऽवश्यमेव त्रिदशेषु उत्पद्यते, क्षीणसप्तकोऽपि तदप्रतिपतितपरिणाम इति, प्रतिपतितपरिणामस्तु नानामतित्वात् सर्वगतिभाग् भवति, आह-मिथ्यादर्शनादिक्षये किमसौ 10 अदर्शनो जायते उत नेति, उच्यते, सम्यग्दृष्टिरेवासौ, आह-ननु सम्यग्दर्शनपरिक्षये कुतः सम्यग्दृष्टित्वम् સંઘયણવાળા હોય છે. તેમાં પૂર્વધર અપ્રમત્તસંયત શ્રેણિનો આરંભક હોય તો તે શુક્લધ્યાનયુક્ત હોય છે. જયારે અન્યજીવો ધર્મધ્યાનયુક્ત જ શ્રેણિ આરંભ છે. ક્ષપકશ્રેણિન પામતો જીવ પ્રથમ એતહુકાળમાં અનંતાનુબંધી એવા ક્રોધાદિને એકસાથે ખપાવે છે. અનંતાનુબંધીના અનંતમાભાગને મિથ્યાત્વમાં નાંખીને (આ સૈદ્ધાંતિક મત છે. કાર્મગ્રંથિક મતે – અનં. ને 15 મિથ્યાત્વમાં નાખી શકાતા નથી. તે જ રીતે આગળ સમ્યક્તને કપાયાષ્ટકમાં નાખવા અંગે જાણવું અને પુ.વેદને સંક્રોધમાં નાંખવા અંગે જાણવું.) ત્યારપછી તે અનંતભાગ સાથે મિથ્યાત્વને એકસાથે ખપાવે છે. જેમ ભડભડતો અગ્નિ અર્ધ—ઈન્ધનને બાળ્યા પછી અન્ય ઈન્દનને પામી અન્ય ઈન્ધનને અને શેષ અર્ધ ઈન્ધનને બંનેને બાળે છે, તેમ આ ક્ષેપક પણ તીવ્રશુભપરિણામવાળો હોવાથી અવશેષને અન્યમાં નાંખી પ્રકૃતિને 20 ખપાવે છે. અર્થાત્ અનંતાનુબંધીના અવશેષને મિથ્યાત્વમાં નાંખી મિથ્યાત્વને તે અવશેપ સાથે ખપાવે છે. આજ પ્રમાણે મિથ્યાત્વના અંશને મિશ્રમોહનીયમાં નાંખી મિશ્રમોહનીયને મિથ્યાત્વના અંશ સાથે ખપાવે છે. આજ પ્રમાણે સમ્યક્વમોહનીયને ખપાવે છે. અહીં જો બદ્ધાયુજીવ ક્ષપકશ્રેણિને આરંભે અને અનંતાનુબંધીનો ક્ષય થયા પછી જો અટકી જાય તો ક્યારેક મિથ્યાત્વનો ઉદય થવાથી ફરી અનંતાનુબંધી બાંધે છે, કારણ કે મિથ્યાત્વમાં 25 અનંતાનુબંધીનું બીજ પડ્યું છે. પરંતુ જો મિથ્યાત્વને પણ ખપાવી દે, તો ફરી અનંતાનુબંધી બાંધતા નથી. કારણ કે મિથ્યાત્વરૂપ મૂળનો અભાવ થઈ ગયો. દર્શનસપ્તકને ક્ષય કરનાર, અપ્રતિપતિતપરિણામવાળો ક્ષપકશ્રેણિમાં મરણ પામે તો અવશ્ય દેવગતિમાં ઉત્પન્ન થાય છે, પણ પ્રતિપતિત પરિણામી જીવ જુદા જુદા અધ્યવસાયને કારણે સર્વગતિને ભજનારો થાય છે. અર્થાત જેવા પ્રકારના તેના અધ્યવસાય હોય તેવા પ્રકારની તેની ગતિ થાય છે. 30 શંકા : મિથ્યાદર્શનાદિ ત્રિકનો ક્ષય થયા પછી આ જીવ દર્શન વિનાનો થાય કે નહીં ? સમાધાન : સમ્યગદર્શનવાળો જ રહે છે. શંકા : અરે ! પણ સમ્યક્વમોહનીય તો ક્ષય થઈ ગયું છે તો સમ્યગૃષ્ટિ શી રીતે રહે ?
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy