SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૨૪૬ કિ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) कम् ?-जिनचारित्रतुल्यमपि उपशमकं, किं पुनः शेषान् सरागस्थानिति । यथेह भस्मच्छन्नानलः पवनाद्यासादितसहकारिकारणान्तरः पुनः स्वरूपम्पदर्शयति, एवमसावप्यदितकषायानलो जघन्यतस्तद्भव एव मुक्तिं लभते, उत्कृष्टतस्तु देशोनमर्धपुद्गलपरावर्त्तमपि संसारमनुबध्नातीति ૨૮. यतश्चैवं तीर्थकरोपदेशः अत औपदेशिकं गाथाद्वयमाह नियुक्तिकार: जइ उवसंतकसाओ लहइ अणंतं पुणोऽवि पडिवायं । ण हु भे वीससियव्वं थे(थो)वे य कसायसेसंमि ॥११९॥ अणथोवं वणथोवं अग्गीथोवं कसायथोवं च । ण हु भे वीससियव्वं थे(थो)वंपि हु तं बहुं होइ ॥१२०॥ 10 प्रथमगाथा प्रकटार्थत्वान्न वितन्यते, द्वितीयगाथाव्याख्या-ऋणस्य स्तोकं ऋणस्तोकं तथा (આ ટીકાનો અન્વય આ પ્રમાણે – ગુણો વડે મહાન એવા પણ ઉપશામકવડે ઉપશમને પમાડેલા. “અપિ” શબ્દથી તે ઉપશામકવડે ક્ષયોપશમને પમાડેલા એવા કષાયો જિનસમાન યથાખ્યાતચારિત્રવાળા એવા ઉપશામકને પણ સંસારમાં અથવા સંયમથી પાડે છે. તો શેષ સરાગ યમસ્થ જીવોની વાત જ શું કરવી ? અર્થાત્ તેઓને તો સુતરાં પાડે.) જેમ રાખવડ 15 ઢંકાયેલ અગ્નિ પવનાદિ સહકારી કારણો મળતાં ફરી પાછો પોતાનું સ્વરૂપ બતાવે છે. તેને કષાયરૂપી અગ્નિનો ઉદય થવાથી આ જીવ શ્રેણિથી પડે છે, પણ પડ્યા પછી જઘન્યથી તે જ ભવમાં મુક્તિને પામે છે અને ઉત્કૃષ્ટથી દેશોન–અર્ધપુદ્ગલપરાવર્તકાળ જેટલો સંસાર રખડે છે. //૧ ૧૮. અવતરણિકા : “ઉપશાત્તમોહ બન્યા પછી પણ કષાયના ઉદયથી જીવ સંસારમાં દીર્ઘકાળ 20 સુધી ભ્રમણ કરે છે.” આવા પ્રકારનો તીર્થકરોનો ઉપદેશ છે તેથી નિર્યુક્તિકાર ઔપદેશિક બે ગાથા બતાવે છે 3 ગાથાર્થ : જો ઉપશાંતકષાયી જીવ પણ ફરી અનંત પ્રતિપાતને (સંસારને) પામે છે તો તે જીવો ! થોડા પણ કષાયશેષમાં વિશ્વાસ રાખતા નહીં. ગાથાર્થ : થોડુંક ઋણ, થોડો ઘા, થોડો અગ્નિ અને થોડો કષાય એ વિશ્વસનીય નથી 25 (કારણ કે, થોડાંક પણ તેઓ ઘણાં થાય છે. ટીકાર્થ : પ્રથમગાથા સ્પષ્ટ હોવાથી અર્થ જણાવેલ નથી. //૧૧૯ બીજી ગાથાનો અર્થ : ઋણનો સ્ટોક તે ઋણસ્તોક = થોડુંક ઋણ. આશય એ છે કે થોડુંક પણ દેવું ઉપેક્ષા કરવા યોગ્ય નથી, કારણ કે થોડાંક પણ ઋણથી વણિકુપુત્રી દાસપણાને પામી. (દષ્ટાંત આ પ્રમાણે છે કે દેવરાજ નામના શ્રેષ્ઠિને સમ્મત નામનો પુત્ર અને સમ્મતિ નામની પુત્રી હતી. એકવાર તે 30 ગામમાં સમુદ્રઘોષ નામના આચાર્ય પાસે ધર્મ સાંભળી સમ્મતે દીક્ષા લીધી. ભણી–ગણી ગીતાર્થ બન્યા. થોડાક સમય બાદ પોતાના કુટુંબીજનોને પણ ધર્મ પમાડવાની ઇચ્છાથી પોતાના ગામમાં આવે છે.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy