SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सावद्ययोगविनिवृत्तिरूपेणावस्थितस्य शुद्ध्यन्तरापादनेन संज्ञामात्रविशेषात् इति । शब्दो वाक्यालङ्कारे, 'प्रथमं' आद्यं चारित्रमिति, इदानीं 'छेदोपस्थापनं' छेदश्चोपस्थापनं च यस्मिंस्तच्छेदोपस्थापनं, एतदुक्तं भवति - पूर्वपर्यायस्य छेदो महाव्रतेषु चोपस्थापनमात्मनो यत्र तच्छेदोपस्थापनं तच्च सातिचारमनतिचारं च तत्रानतिचारं यदित्वरसामायिकस्य शिक्षकस्य 5 आरोष्यत इति, तीर्थान्तरसंक्रान्तौ वा यथा पार्श्वनाथतीर्थात् वर्धमानस्वामितीर्थं संक्रामतः पञ्चयामधर्मप्रतिपत्ताविति, सातिचारं तु मूलगुणघातिनो यत् पुनर्व्रतोच्चारणमिति, उक्तं छेदोपस्थापनं, इदानीं परिहारविशुद्धिकं-तत्र परिहरणं परिहारः- तपोविशेषः तेन विशुद्धिर्यस्मिंस्तत्परिहारविशुद्धिकं, तच्च द्विभेदं निर्विशमानकं निर्विष्टकायिकं च तत्र निर्विशमानकास्तदासेवकाः तदव्यतिरेकात् तदपि चारित्रं निर्विशमानकमिति, आसेवितविवक्षितचारित्रकायास्तु निर्विष्टकायाः त एव 10 स्वार्थिकप्रत्ययोपादानात् निर्विष्टकायिकाः तदव्यतिरेकाच्चारित्रमपि निर्विष्टकायिकमिति, इह च नवको गणो भवति, तत्र चत्वारः परिहारिका भवन्ति, अपरे तु तद्वैयावृत्त्यकराश्चत्वार एवानुपरिहारिकाः, અપાવતું જુદા જુદા નામોને પામે છે. (આ પ્રમાણે ‘સામાયિક' શબ્દનું વિવેચન કરી ફરી મૂળગાથામાં રહેલ અન્ય શબ્દોનું ટીકાકાર વિવેચન કરે છે. તેમાં) ‘ચ’ શબ્દ વાક્યાલંકારમાં છે. (અર્થાત્ વાક્યને સુશોભિત કરવા ‘ચ’ શબ્દ વપરાયેલ છે.) પ્રથમ એટલે પહેલું અર્થાત્ સામાયિક 15 એ પ્રથમ ચારિત્ર છે. ૨૩૮ હવે ‘છેદોપસ્થાનીય’ની વ્યાખ્યા કરે છે. છંદ અને ઉપસ્થાપના છે જેમાં તે છેદોપસ્થાપના, જે ચારિત્રમાં પોતાના પૂર્વપર્યાયનો છેદ અને મહાવ્રતોમાં (પોતાનું) સ્થાપન છે, તે છેદોપસ્થાપન ચારિત્ર કહેવાય છે. અને તે સાતિચાર અને નિરતિચાર એમ બે પ્રકારે હોય છે. તેમાં ઈત્વરસામાયિકવાળા શૈક્ષને (નૂતન સાધુને) જે ચારિત્ર આપવામાં આવે છે તે નિરતિચાર 20 છેદોપસ્થાપન જાણવું અથવા એક તીર્થંકરના તીર્થમાંથી બીજા તીર્થંકરના શાસનમાં જતા હોય તેમને (જેમ પાર્શ્વનાથપ્રભુના તીર્થમાંથી વર્ધમાનસ્વામીના તીર્થમાં સંક્રમતા સાધુઓને) ચાર યમના સ્થાને પાંચવ્રતોના સ્વીકારમાં આ ચારિત્ર હોય છે. તથા મૂળગુણોનો ઘાત કરનાર સાધુને જે પુનઃ વ્રતોનું ઉચ્ચારણ કરાવવામાં આવે છે. તે સાતિચાર છેદોપસ્થાપન જાણવું. (૩) પરિહારવિશુદ્ધિક : પરિહારવડે 25 પરિહારવિશુદ્ધિકચારિત્ર. તે નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એમ બે પ્રકારે છે. = તપવિશેષવડે વિશુદ્ધિ છે જેમાં તે શંકા : નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક એ તો વ્યક્તિના ભેદ છે ચારિત્રના નહીં. સમાધાન : વાત સાચી છે કે નિર્વિશમાનકો એટલે પરિહારવિશુદ્ધિક ચારિત્રનું પાલન કરનારી વ્યક્તિઓ, તો પણ આ ચારિત્ર નિર્વિશમાનકોથી અભિન્ન હોવાથી તેને (ચારિત્રને) પણ નિર્વિશમાનક કહેવાય છે. એ જ પ્રમાણે વિવક્ષિત ચારિત્રકાયાનું પાલન જેને કરી લીધું છે 30 તેઓ નિર્વિષ્ટકાયિક છે. તેઓથી અભિન્ન હોવાથી ચારિત્ર પણ નિર્વિષ્ટકાયિક કહેવાય છે. આ પરિહાર નામના તપમાં નવ સાધુઓનો સમૂહ હોય છે. તેમાં ચાર સાધુઓ તપ કરનારા પરિહારક અને અન્ય ચાર તેમની વૈયાવચ્ચ કરનારા અનુપરિહારક હોય છે. શેષ એક સાધુ
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy