________________
સ્થિતાસ્થિતકલ્પ (નિ. ૧૧૪-૧૧૫) * ૨૩૭ अनियम:, दोषाभावे सर्वकालमप्यप्रतिक्रमणमिति ८ । तथा मासपर्युषणाकल्पद्वारं,;-તંત્ર मासकल्पेऽप्यस्थिताः, कथम् ? - पुरिमपश्चिमतढीर्थकरसाधूनां नियमतो मासकल्पविहारः, मध्यमतीर्थकरसाधूनां तु दोषाभावे न विद्यते, एवं पर्युषणाकल्पोऽपि वक्तव्यः, एतदुक्तं भवतितस्मिन्नपि अस्थिता एव ९-१० - इति समुदायार्थः, विस्तरार्थस्तु कल्पादवगन्तव्यः । अभिहितमानुषङ्गिकं, इदानीं प्रकृतमुच्यते - आह- पुरिमपश्चिमतीर्थकरसाधूनामपि यदित्वरं सामायिकं 5 तत्रापि 'करोमि भदन्त ! सामायिकं यावज्जीवं ' इतीत्वरस्याप्याभवग्रहणात् तस्यैव उपस्थापनायां परित्यागात् कथं न प्रतिज्ञालोप इति, अत्रोच्यते, - अतिचाराभावात्, तस्यैव सामान्यतः કરવાનું હોય છે. જ્યારે મધ્યમવિદેહવાળાઓને દોષ લાગે ત્યારે પ્રતિક્રમણ હોય અને જો દોષ ન લાગે તો સર્વકાળ પણ પ્રતિક્રમણ હોતું નથી. માસકલ્પમાં પણ ભિન્નતા છે. પહેલા—છેલ્લા સાધુઓને નિયમથી માસકલ્પવિહાર હોય છે. મધ્યમવિદેહતીર્થંકરના સાધુઓને જો દોષ ન હોય 10 તો માસકલ્પવિહાર હોતો નથી, અર્થાત્ વધુકાળ રહી શકાય આ પ્રમાણે પર્યુષણાકલ્પ પણ કહેવો અર્થાત્ પર્યુષણાકલ્પમાં પણ ભિન્નતા છે. વિસ્તારથી કલ્પસૂત્રમાંથી જાણી લેવું.
(પહેલાછેલ્લા તીર્થંકરોના સાધુઓનો પર્યુષણાકલ્પ આ પ્રમાણે છે – અહીં પર્યુષણાશબ્દના બે અર્થ થાય છે. ૧. ચારેબાજુથી આવી એક સ્થાને વસવું અર્થાત્ ચોમાસુ. ૨. વાર્ષિકપર્વ, તેમાં ભાદરવા સુદ પાંચમ એ વાર્ષિક પર્વરૂપ પર્યુષણા છે અને કાલિકસૂરિ પછી ભા.સુ. ચોથ 15 વાર્ષિકપર્વ ગણાય છે. તથા ચારેબાજુથી એક સ્થાને વસવારૂપ પર્યુષણા બે પ્રકારે છે ૧. સકારણ, ૨. નિષ્કારણ. તેમાં નિષ્કારણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે. જઘન્ય પર્યુષણા (જઘન્ય ચોમાસુ) સાંવત્સરિક પ્રતિક્રમણથી લઈ કારતક સુદ ૧૪ સુધી અર્થાત્ ૭૦ દિવસ હોય છે. ઉત્કૃષ્ટ પર્યુષણા (ચોમાસુ) ચારમાસનું જાણવું. જ્યારે મધ્યમ અને વિદેહતીર્થના સાધુઓને આ પર્યુષણાકલ્પ અનિયત છે અર્થાત્ જો કોઈ દોષ ન હોય તો તેઓ એક ક્ષેત્રમાં દેશોનપૂર્વકોટિ સુધી 20 રહે અને દોષ હોય તો એક માસ પણ ન રહે. વધુ વિસ્તાર કલ્પસૂત્રાદિ ગ્રંથમાંથી જોઈ લેવો.) આ રીતે પ્રાસંગિક વાત કરી.
છેલ્લે વાત કરી કે પહેલા—છેલ્લા તીર્થના
હવે પ્રસ્તુત વિષય ઉપર પાછા આવે છે સાધુઓને ઈત્વરસામાયિક હોય છે.
શંકા : પહેલા—છેલ્લા તીર્થંકરના સાધુઓનું જે ઈત્વ૨સામાયિક છે તે ઈત્વરસામાયિક પણ 25, “હે પ્રભુ ! હું યાવજ્જીવનું સામાયિક કરૂં છું.” આ પ્રમાણે યાવજ્જીવ સુધી લેવાય છે. અને ઉપસ્થાપના વખતે તે સામાયિકનો ત્યાગ કરવામાં આવતો હોવાથી પ્રતિજ્ઞાનો લોપ થશે, કારણ કે યાવજ્જીવ લીધેલ સામાયિક ઉપસ્થાપના વખતે છોડી દો છો.
સમાધાન : ના, પ્રતિજ્ઞાનો લોપ થશે નહીં કારણ કે અતિચાર લાગતો નથી. માત્ર સાવદ્યયોગની નિવૃત્તિરૂપ આ સામાયિકને અન્યશુદ્ધિના આપાદાનવડે સંજ્ઞામાત્રથી વિશેષિત 30 કરવામાં આવે છે. (માત્ર નામ બદલાય છે.) આશય એ છે કે પૂર્વે જણાવ્યું કે સાવઘયોગની નિવૃત્તિરૂપ હોવાથી બધા ચારિત્રો સામાયિક જ છે, પરંતુ આ સામાયિક ઉત્તરોત્તર વિશુદ્ધિને