________________
૨૩૪ આવશ્યક નિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) सर्वमप्येतच्चारित्रं अविशेषतः सामायिकं, छेदादिविशेषैस्तु विशेष्यमाणं अर्थतः शब्दान्तरतश्च नानात्वं भजते, तत्र प्रथमं विशेषणाभावात् सामान्यशब्द एवावतिष्ठते सामायिकमिति, तच्च द्विधा-इत्वरं यावत्कथिकं च, तत्र स्वल्पकालमित्वरं, तच्च भरतैरवतेषु प्रथमपश्चिमतीर्थकरतीर्थेषु अनारोपितव्रतस्य शिक्षकस्य विज्ञेयमिति, यावत्कथिकं तु यावत्कथा आत्मनः तावत्कालं यावत्कथं यावत्कथमेव यावत्कथिकं आभववर्तीतियावत्, तच्च मध्यमविदेहतीर्थकरतीर्थान्तर्गतसाधूनामवसेयमिति, तेषामुपस्थापनाऽभावात्, अत्र प्रसङ्गतो मध्यमविदेहपुरिमपश्चिमतीर्थकरतीर्थवर्तिसाधुस्थितास्थितकल्पः प्रदर्श्यते-तत्र ग्रन्थान्तरे विवक्षितार्थप्रतिपादिकेयं गाथा-"आचेलक्कु १ देसिय २ सेज्जायर ३ रायपिंड ४ किइकम्मे ५ । वय ६ जि? ७ पडिक्कमणे
८ मासं ९ पज्जोसवणकप्पो १० ॥१॥" 10 अस्या गमनिका-चउसु ठिआ छसु अट्ठिआ, केषु चतुर्षु इति, आह-सिज्जायरपिंडे या
चाउज्जामे य पुरिसजिढे य । किइकम्मस्स य करणे चत्तारि अवट्ठिआ कप्पा ॥१॥ नास्य चेलं સામાન્યથી જોતાં ઉપરોક્ત પાંચ ચારિત્ર સામાયિક જ છે. પરંતુ છેદાદિ વિશેષાવડ વિશેષિત કરાતા આ ચારિત્રના અર્થથી અને અન્ય શબ્દોથી જુદા જુદા ભેદ પડે છે.
(આશય એ છે કે સામાયિક સર્વસાવઘયોગની વિરતિરૂપ છે અને ઉપરોક્ત પાંચે 15 ચારિત્રો પણ સાવઘયોગની વિરતિરૂપ હોવાથી સામાન્યથી પાચે ભેદો સામાયિક જ કહેવાય,
પરંતુ આ ચારિત્રને છેદ, પરિહારતપ વગેરે દ્વારા વિશેષિત કરવામાં આવે ત્યારે તે સામાયિક, છેદોપસ્થાપનીયાદિરૂપે ભેદાય છે.) તેમાં પ્રથમ સામાયિકમાં કોઈ વિશેષણ ન હોવાથી સામાન્ય શબ્દમાં જ પ્રથમ ભેદ રહે છે અર્થાત્ તેના શબ્દમાં કોઈ ફેરફાર થતો
નથી. તેથી તેને “સામાયિક' એ પ્રમાણે કહેવામાં આવે છે. તે ઇતર અને યાવત્રુથિક એમ 20 બે પ્રકારે છે.
તેમાં ઇવર એટલે સ્વલ્પકાલીન ચારિત્ર, અને તે ભરત-ઐરાવતક્ષેત્રમાં પહેલા–છેલ્લા તીર્થકરોના તીર્થમાં વ્રતનું ઉચ્ચારણ જેને કર્યું નથી એવા શૈક્ષસાધુ(નૂતનદીક્ષિત)ને જાણવું. (અત્યારની ભાષામાં વડીદીક્ષા પહેલાનું ચારિત્ર). યાવત્રુથિક એટલે આત્માની જયાં સુધી કથા
ચાલે ત્યાં સુધીના કાળને યાવકથા કહેવાય, અને આ યાવત્કથા એ જ યાવસ્કથિક કહેવાય 25 અર્થાત આજીવન રહેનારું, અને તે મધ્યના ૨૨ અને મહાવિદેહના તીર્થકરોના તીર્થમાં રહેલ
સાધુને જાણવું, કારણ કે તેઓને ઉપસ્થાપના (પૂર્વનો પર્યાય છેદી ફરી વ્રતમાં સ્થાપવા રૂપ વડી દીક્ષા) હોતી નથી.
અહીં પ્રસંગથી વચ્ચેના ૨૨ તથા મહાવિદેહના અને પહેલા–છેલ્લા તીર્થકરોના તીર્થમાં વર્તતા સાધુઓની સ્થિત-અસ્થિત કલ્પ (આચારો) બતાડવામાં આવે છે – આ કલ્પોને જણાવનાર 30 ગ્રંથાન્તરની ગાથા આ પ્રમાણે છે. ૧. આચેલક્ય, ૨. ઓશિક, ૩. શય્યાતર, ૪. રાજપિંડ,
૫. કૃતિકર્મ, ૬. વ્રત, ૭. જ્યેષ્ઠ, ૮. પ્રતિક્રમણ, ૯. માસકલ્પ, ૧૦. પર્યુષણાકલ્પ. – ચાર આચારોમાં સ્થિતકલ્પ અને છમાં અસ્થિતકલ્પ હોય છે. કયા ચારમાં સ્થિત હોય છે ? તે કહે