________________
૨૩૫
સ્થિતાસ્થિતકલ્પ (નિ. ૧૧૪-૧૧૫) विद्यते इत्यचेलकः तद्भावः अचेलकत्वं अचेलकत्वेऽस्थिताः, एतदुक्तं भवति-न वैदेहमध्यम`तीर्थकरतीर्थसाधवः पुरिमपश्चिमतीर्थवर्त्तिसाधुवत् अचेलत्वे स्थिताः, कुतः ? - तेषां ऋजुप्रज्ञत्वात् महाधनमूल्यविचित्रादिवस्त्राणामपि परिभोगात्, पुरिमपश्चिमतीर्थकरतीर्थवर्त्तिसाधू नां तु ऋजुवक्रजडत्वात् महाधनमूल्यादिवस्त्रापरिभोगाज्जीर्णादिपरिभोगाच्च अचेलकत्वमिति । आहजीर्णादिवस्त्रसद्भावे कथमचेलकत्वम् ?, उच्यते, तेषां जीर्णत्वात् असारत्वात् अल्पत्वात् 5 विशिष्टार्थक्रियाऽप्रसाधकत्वात् असत्त्वाविशेषात् इति, तथा चेत्थंभूतवस्त्रसद्भावेऽपि लोकेऽचेलकत्वव्यपदेशप्रवृत्तिर्दृश्यते, यथा- काचिदङ्गना जीर्णवस्त्रपरिधाना अन्याभावे सति तद्भावेऽपि च समर्पितसाटकं कुविन्दं तन्निष्पादनमन्थरं प्रति आह - ' त्वर कोलिक ! नग्निकाऽहमिति' १ | तथा औद्देशिकेऽप्यस्थिता एव, कथम् ? - इह पुरिमपश्चिमतीर्थकरसाधुं उद्दिश्य कृतमशनादि सर्वेषामकल्पनीयं, तेषां तु यमुद्दिश्य कृतं तस्यैवाकल्पनीयं न शेषाणामिति २ । तथा 10 છ - શય્યાતરપિંડ, ચાતુર્યામ, પુરુષજ્યેષ્ઠ અને કૃતિકર્મ આ ચાર અવસ્થિતકલ્પ છે. ॥૧॥
ઉપરોક્ત ગાથાની વ્યાખ્યા→વિદ્યમાન નથી વસ્ત્ર જેને તે અચેલક, તે પણું = અચેલકત્વ. અચેલકત્વમાં અસ્થિત, અર્થાત્ મહાવિદેહ અને મધ્યમ (૨ થી ૨૨) તીર્થંકરોના તીર્થના સાધુઓ પહેલા—–છેલ્લા તીર્થવર્તી સાધુની જેમ અચેલકત્વમાં રહેલા નથી અર્થાત્ તેઓને અચેલકત્વ નથી કારણ કે તે સાધુઓ ઋજુ (સરલ) અને પ્રાજ્ઞ (બુદ્ધિમાન) હોવાથી મૂલ્યવાન અને રંગબેરંગી વસ્ત્રોનો 15 પણ પરિભોગ કરે છે તેથી તેમનું સર્ચલકત્વ છે. જ્યારે પહેલા—છેલ્લા તીર્થંકરના તીર્થવર્તી સાધુઓમાં પહેલા તીર્થંકરના સાધુઓ ઋજુ અને જડ તથા છેલ્લા તીર્થમાં સાધુઓ વક્ર અને જડ હોવાથી મૂલ્યવાન અને રંગબેરંગી વસ્ત્રોનો પરિભોગ કરતા નથી. જીર્ણાદિ વસ્રોનો પરિભોગ કરે છે માટે તેઓને અચેલકત્વ છે.
શંકા : જીર્ણાદિવસ્ત્રોનો પરિભોગ કરતા હોય તો અચેલકત્વ કેવી રીતે ઘટે ?
20
સમાધાન : એનું કારણ એ છે કે તેઓના વસ્ત્રો જીર્ણ હોવાથી અસાર છે, સંખ્યાથી અને મૂલ્યથી અલ્પ છે અને વિશિષ્ટાર્થક્રિયાના અપ્રસાધક છે અર્થાત્ વિશિષ્ટપ્રકારના મૂલ્યવાન વસ્ત્રોનો (વિભૂષા વિ. માટે) જે ઉપયોગ થતો હોય તે ઉપયોગ વિશિષ્ટઅર્થક્રિયા કહેવાય. તેવા પ્રકારના ઉપયોગરૂપ વિશિષ્ટઅર્થક્રિયા (વિભૂષા વિ.) આ વસ્રો દ્વારા થઈ શકતી ન હોવાથી વસ્ત્રો હોવા છતાં નથી એવું જ કહેવાય. લોકમાં પણ આવા પ્રકારના વસ્ત્રો હોવા છતાં પણ અચેલકત્વના 25 વ્યપદેશની પ્રવૃત્તિ દેખાય છે અર્થાત્ વસ્રો નથી એવો વ્યવહાર દેખાય છે.
જેમ કે-જીર્ણવસ્રોવાળી એવી કોઈક સ્રી જીર્ણવસ્રો હોવા છતાં પણ પોતાની પાસે અન્ય વિશિષ્ટવસ્ત્રો ન હોવાથી, અર્પણ કરેલ છે સાટક (ઉત્તરીયવસ્ર) જેને એવા તથા વસ્રો બનાવવામાં ધીમા એવા દરજીને તે સ્ત્રી કહે—“હે વણકર ! મારી પાસે વસ્ત્રો નથી હું વસ્રો વિનાની છું, તેથી વસ્ત્રો તૈયાર કરવામાં ઉતાવળ રાખો.” આમ જીર્ણ વસ્ત્રો હોવાથી સાધુઓને અંચેલકત્વ ઘટે જ છે.
તથા ઔદ્દેશિકમાં પણ અસ્થિત = અસમાન છે, કારણ કે ભરતક્ષેત્રમાં પહેલા—છેલ્લા તીર્થના સાધુને ઉદ્દેશીને બનાવેલ અશનાદિ સર્વ સાધુઓ માટે અકલ્પનીય હોય છે. જ્યારે
30