________________
૨૨૪ ના આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) एवमिह संसाराटव्यां पुरुषाः संसारिणस्त्रयः कल्प्यन्ते, पन्थाः कर्मस्थितिरतिदीर्घा, भयस्थानं तु ग्रन्थिदेशः, तस्करद्वयं पुना रागद्वेषौ, तत्र प्रतीपगामी यो यथाप्रवृत्तकरणेन ग्रन्थिदेशमासाद्य पुनरनिष्टपरिणामः सन् कर्मस्थितिमुत्कृष्टामासादयति, तस्करद्वयावरुद्धस्तु प्रबलरागद्वेषोदयो
ग्रन्थिकसत्त्व इत्यर्थः, अभिलषितनगरमनुप्राप्तोऽपूर्वकरणतो रागद्वेषचौरौ अपाकृत्य 5 अनिवर्तिकरणेनावाप्तसम्यग्दर्शन इति ४ । आह-स हि सम्यग्दर्शनमुपदेशतो लभते उतानपदेशत
एवेति, अत्रोच्यते, उभयथापि लभते, कथम् ?, पंथः परिभ्रष्टपुरुषत्रयवत्, यथा हि कश्चित् पर्थि परिभ्रष्टः उपदेशमन्तरेणैव परिभ्रमन् स्वयमेव पन्थानमासादयति, कश्चित्तु परोपदेशेन, अपरस्तु नासादयत्येव, एवमिहाप्यत्यन्तापँनष्टसत्पथो जीवो यथाप्रवृत्तकरणत: संसाराटव्यां परिभ्रमन्
कश्चिद्ग्रन्थिमासाद्य अपूर्वकरणेन च तमतिक्रम्य अनिवर्तिकरणमनुप्राप्य स्वयमेव सम्यग्दर्शनादि 10 निर्वाणपुरस्य पन्थानं लभते, कश्चित्परोपदेशात्, अपरस्तु प्रतीपगामी ग्रन्थिकसत्त्वो वा नैव लभते
આ દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે કે સંસારરૂપ અટવી વિષે ત્રણ સંસારીજીવોની કલ્પના કરીએ. અતિદીર્ઘ કર્મસ્થિતિરૂપી માર્ગ કલ્પીયે. ભયસ્થાનરૂપ ગ્રંથિદેશ, બે ચોર સમાન રાગદ્વેષ જાણવા. તેમાં જે જીવ યથાપ્રવૃત્તકરણદ્વારા ગ્રંથિદેશને પામી ફરી પાછો અનિષ્ટ
પરિણામવાળો થતાં ઉત્કૃષ્ટકર્મસ્થિતિને બાંધે છે તે પ્રતીપગામી જેવો જાણવો અર્થાત સામે આવતા 15 ચોરોને જોઈ ત્રણ પુરુષોમાંથી જે પુરુષ લડ્યા વિના પાછો ફરી ગયો તેના જેવો આ જીવ છે.
પ્રબલરાગ-દ્વેષના ઉદયવાળો ગ્રંથિદેશ પાસે આવેલો જીવ બે ચોરોવડે પકડાયેલા પુરુષ સમાન જાણવો. વળી ઇચ્છિત નગરને પ્રાપ્ત કરનાર પુરુષ સમાન અપૂર્વકરણથી રાગ-દ્વેષરૂપી ચોરોને પરાજિત કરી અનિવૃત્તિકરણ વડે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરનાર જીવ જાણવો.
શંકા : જીવને જે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તે ઉપદેશથી થાય છે કે ઉપદેશ વિના 20 થાય છે ?
સમાધાન : બંને રીતે થાય છે. આ વિષયમાં માર્ગથી ભ્રષ્ટ થયેલા ત્રણ પુરુષોનું ઉદાહરણ જાણવું. જેમ કોઈક વ્યક્તિ માર્ગથી ભ્રષ્ટ થયેલી કોઈના ઉપદેશ વિના જ ફરતી ફરતી જાતે જ માર્ગ પર ચઢી જાય છે. બીજી કોઈક બીજાના માર્ગદર્શનથી માર્ગને પામે છે. તથા ત્રીજો. કોઈક
માર્ગને પામી શકતો નથી, તેમ અત્યંતપ્રનષ્ટ થયેલ છે સન્માર્ગ જેનો એવો કો'ક જીવા 25 સંસારાટવીમાં ભમતો ભમતો યથાપ્રવૃત્તકરણથી ગ્રંથિદેશ પાસે આવી અને અપૂર્વકરણથી તે
દેશને ઓળંગી, અનિવૃત્તિકરણદ્વારા જાતે જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને પામે છે, જયારે કોઈ જીવ ગુરુ વગેરેના ઉપદેશથી પામે છે, ત્રીજો કો'ક જીવ કે જે પ્રતીપગામી (પાછો જનારો) અથવા ગ્રંથિદેશ પાસે જ રહેલો છે તે સમ્યગ્દર્શનાદિ પામતો નથી.
६३. गंठित्ति सुदुब्भेओ कक्खडघणेत्यादिके घणरागद्दोसपरिणामोत्तिवचनात्. ★ पथपरि० ( काट: 30 પથ પતિ ત્રિાપ:). + પથTo | * ૦ત્તાનgo |