SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ સામાયિકપ્રાપ્તિના દૃષ્ટાન્તો (નિ. ૧૦૭) गिरेः सरिद् गिरिसरित् तस्यां उपलाः- पाषाणाः गिरिसरिदुपलाः तद्वत्, एतदुक्तं भवति-यथा गिरिसरिदुपलाः परस्परसन्निघर्षेण उपयोगशून्या अपि विचित्राकृतयो जायन्ते, एवं यथाप्रवृत्तिकरणतो जीवास्तथाविधकर्मस्थितिविचित्ररूपाश्चित्रा इति २ । पीपीलिका : - कीटिकाः, यथा तासां क्षितौ स्वभावगमनं भवति १ तथा स्थाण्वारोहणं २ संजातपक्षाणां च तस्मादप्युत्पतनं ३ स्थाणुंमूर्धनि चावस्थानं ४ कासाञ्चित् स्थाणुंशिरसः प्रत्यवसर्पण ५ एवमिहापि जीवानां कीटिकास्वभावगमनवत् 5 यथाप्रवृत्तकरणं, स्थाण्वारोहणकल्पं त्वपूर्वकरणं, उत्पतनतुल्यं त्वनिवर्त्तिकरणमिति, स्थाणुंपर्यन्तावस्थानसदृशं तु ग्रन्थ्यवस्थानमिति, स्थाणुशिरसः प्रत्यवसर्पणसमानं तु पुनः कर्मस्थितिवर्धनमिति ३ । पुरुषदृष्टान्तो यथा - केचन त्रयः पुरुषा महानगरयियासया महाटवीं प्रपन्नाः, सुदीर्घमध्वानं अतिक्रामन्तः कालातिपातभीरवो भयस्थानमाढौकमानाः शीघ्रतरगतयो गच्छन्तः पुरस्तात् उभयतः समुत्खातकरवालपाणितस्करद्वयमालोक्य तत्रैकः प्रतीपमनुप्रयातः 10 अपरस्तु ताभ्यामेव गृहीतः तथाऽपरस्तावतिक्रम्य इष्टं नगरमनुप्राप्त इति । एष दृष्टान्तोऽयमर्थोपनयः સમાધાન : (૨) પર્વતનદીના પાષાણની જેમ અર્થાત્ નદીમાં રહેલા પથ્થરો પરસ્પર ધર્ષણવડે “મારે આવા આકારવાળા થવું છે.” એવા ઉપયોગથી શૂન્ય હોવા છતાં વિચિત્ર— આકૃતિવાળા બને છે. એ જ પ્રમાણે યથાપ્રવૃત્તિકરણથી જીવો તેવા પ્રકારની (ઓછાવત્તાપ્રકારની) કર્મસ્થિતિદ્વારા જુદા જુદા પ્રકારના હોય છે. 15 (૩) કીડીઓનું દૃષ્ટાંત : જેમ કીડીઓનું પૃથ્વી પર સ્વભાવથી જ ગમન થાય છે અર્થાત્ સ્વભાવથી જ તે કીડીઓ આમતેમ પૃથ્વી ઉપર ફરે છે, સ્થાણુ વગેરે ઉપર સ્વભાવથી જ ચડે છે, વળી પાંખો ઉત્પન્ન થતાં સ્થાણુ ઉપરથી પણ ઉડી જાય છે, તો કોઈક સ્થાણુ (ઠૂંઠું)ના મૂળ પાસે રહે છે, કોઈક વળી સ્થાણુના મૂળ પાસેથી પાછી ફરે છે. આ બધું જેમ સ્વભાવથી થાય છે તેમ જીવાનું યથાપ્રવૃત્તકરણ કીડીઓના સ્વભાવગમન જેવું છે, ઠૂંઠા ઉપર ચઢવા સમાન 20 અપૂર્વકરણ છે. ઉડવા સમાન અનિવૃત્તિકરણ છે, કારણ કે અનિવૃત્તિકરણદ્વારા જીવ મિથ્યાત્વગુણસ્થાનકથી ઉડી સમ્યક્ત્વગુણસ્થાને આવે છે. સ્થાણુના મૂળ પાસે રહેવા સમાન ગ્રંથિદેશ પાસે આવવું, સ્થાણુના મૂળ પાસેથી પાછા ફરવા સમાન ગ્રંથિદેશથી પાછા ફરવાવડે કર્મસ્થિતિને વધારવું. (૪) પુરૂષર્દષ્ટાંત : કોઈક ત્રણ પુરુષો મહાનગર તરફ જવાનીઇચ્છાથી મોટા જંગલમાં 25 પ્રવેશ્યા. લાંબો માર્ગ વટાવ્યા પછી સાંજ પડી જવાથી ભયવાળા થયેલા, ભયાનક સ્થાને પહોંચેલા, જલ્દીથી અટવીને પાર પાડવા શીઘ્રગતિવાળા, એવા તે ત્રણ પુરુષો સામે બંને બાજુથી ઉપાડેલી છે તલવાર હાથમાં જેનાવડે એવા બે ચોરને આવતા જોઈ તે ત્રણમાંનો એક પાછો વળ્યો. બીજો તે બન્નેવડે ગ્રહણ કરાયો અને ત્રીજો તે બંનેને ઓળંગી આગળ વધતા ઇચ્છિતનગર સુધી પહોંચી ગયો. ६१. स्थाणुबुध्ने (इति वि० १२१० गाथावृत्तौ ) मूलं बुध्नोऽह्निनामकः इत्यमरः । ६२. सर्वेऽप्ये बुध्नार्थाः, अन्यथा अपूर्वकरणकालात्प्राक्तनत्वं विरुध्येत । + ०तिचित्र० । 30
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy