________________
ગ્રંથિશબ્દની વ્યાખ્યા અને ગ્રંથભેદનું સ્વરૂપ (નિ. ૧૦૬)
कर्मग्रन्थिर्भवतीति, आह च भाष्यकार:
=
૨૧૯
.." गठित्ति सुदुब्भेओ कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ घणरागद्दोसपरिणामो ॥१॥ इत्यादि "
तस्मिन् भिन्ने सम्यक्त्वादिलाभ उपजायते, नान्यथेति, तद्भेदश्च “ मनोविघातपरिश्रमादिभिः दुस्साध्यो वर्त्तते, तथाहि स जीवः कर्मरिपुमर्थ्यंगतः तं प्राप्य अतीव परिश्राम्यति, प्रभूतकर्मा - 5 रातिसैन्यान्तकृत्त्वेन संजातखेदत्वात्, संग्रामशिरसीव दुर्जयापाकृतानेकशत्रुनरवरेन्द्रभटवत् । अपरस्त्वाह-किं तेन भिन्नेन ? किं वा सम्यक्त्वादिनाऽवाप्तेन ?, यथाऽतिदीर्घा कर्मस्थितिः सम्यक्त्वादिगुणरहितेनैव क्षपिता, एवं कर्मशेषमपि गुणरहित एव क्षपयित्वा विवक्षितफलभाग् भवतु, अत्रोच्यते स हि तस्यामवस्थायां वर्त्तमानोऽनासादितगुणान्तरो न शेषक्षपणया विशिष्टफलप्रसाधनायालं, चित्तविघातादिप्रचुरविघ्नत्वात् विशिष्टाप्राप्तपूर्वफलप्राप्त्यासन्नत्वात् 10 આવે છે. આ વિર્ષે ભાષ્યકાર કહે છે “ગ્રંથિ એટલે દુઃખથી ભેદી શકાય એવો, કર્કશ, ઘન, ઉગેલી, ગૂઢગ્રંથિની જેમ જીવનો કર્મથી ઉત્પન્ન થયેલ ગાઢ રાગદ્વેષનો પરિણામ. ||૧|| (વિ.આ.ભાષ્ય ગા.નં. : ૧૧૯૫) તે ગ્રંથિનો ભેદ થાય ત્યારે સમ્યક્ત્વાદિનો લાભ થાય છે. તે સિવાય નહીં, અને તેનો ભેદ મનનો ક્ષોભ અને પરિશ્રમાદિને કારણે દુઃસાધ્ય હોય છે. તે આ રીતે જેમ યુદ્ધમાં દુ:ખેથી જય પામી શકાય તેવા, દૂર કરાયેલા છે અનેક શત્રુ લોકોના 15 રાજેન્દ્રો જેનાવડે એવો તે સુભટ અર્થાત્ અનેક શત્રુઓને હરાવનાર સુભટ જેમ થાકી જાય છે તેમ કર્મરૂપી શત્રુઓ વચ્ચે રહેલ આ જીવ ગ્રંથિને પામે ત્યારે ઘણા કર્મશત્રુઓના સૈન્યને ખતમ કર્યું હોવાથી પુષ્કળ ખેદ થાક પામે છે અને તેથી પોતે અત્યંત થાકી જાય છે. (અથવા વિદ્યાસિદ્ધિ વખતે તે જીવનો જુદા જુદા પ્રકારે મનનો ક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે છે, તેથી તે જીવ ઘણો થાકે છે અને વિદ્યાસિદ્ધિ દુઃસાધ્ય બને છે, તેમ અહીં પણ જાણવું.)
શંકા : તે કર્મગ્રંથિને શા માટે ભેદવાની ? અથવા સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ પણ શા માટે કરવાની ? જે રીતે તે જીવે અતિદીર્ઘ એવી કર્મસ્થિતિ સમ્યક્ત્વાદિ ગુણો વિના જ ખપાવી કંઈક ન્યૂન કોડાકોડી સાગરોપમની કરી. તેમ શેષ રહેલી કર્મસ્થિતિને પણ ગુણ વિના જ ખપાવી વિશિષ્ટફલને પ્રાપ્ત કરનારો ભલે થાય.
20
સમાધાન : આવું માની શકાય નહીં. તે અવસ્થામાં વર્તતો (=ગ્રંથિ નજીક આવેલો) જીવ 25 ગુણાન્તરોની પ્રાપ્તિ વિના શેષસ્થિતિને ખપાવી શકતો નથી. તથા ક્ષપણ વિના વિશિષ્ટફલને સાધવા સમર્થ બનતો નથી. તેનું કારણ એ છે કે ૧. તે અવસ્થામાં તે જીવને ચિત્તવિઘાતાદિપ્રચુર વિઘ્નો સંભવે છે. તથા ૨. પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહીં કરેલ એવા વિશિષ્ટફલની પ્રાપ્તિને અત્યંત નજીક આ જીવ રહેલ હોવાથી પૂર્વે અભ્યાસ કરેલી (સામાન્ય) ક્રિયાવડે વિશિષ્ટફલ પ્રાપ્ત કરી
५६. ग्रन्थिरिति सुदुर्भेदः कर्कशघनरूढगूढग्रन्थिवत् । जीवस्य कर्मजनितो घनरागद्वेषपरिणामः 30 ॥१॥ (विशेषावश्यके गाथा १९९५) । ५७. विद्यासाधकस्य बिभीषिकादिनेव मनः क्षोभः । ★ मध्यं રાત:. + તાવતી.