________________
૨૧૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
आह-एवं ज्ञानक्रिययोः समुदितयोरपि निर्वाणप्रसाधकसामर्थ्यानुपपत्तिः प्रसज्यते, प्रत्येकमभावात्, सिकतातैलवत्, अनिष्टं चैतदिति, अत्रोच्यते, समुदायसामर्थ्यं हि प्रत्यक्षसिद्धं, यतो ज्ञानक्रियाभ्यां कटादिकार्यसिद्धय उपलभ्यन्ते एव, न तु सिकतासु तैलं, न च दृष्टमपगोतु
शक्यते, एवमाभ्यामदृष्टकार्यसिद्धिरप्यविरुद्वैव, तस्माद्यत्किञ्चिदेतत् । तथा किञ्च-न सर्वथैवानयोः 5 साधनत्वं नेष्यते, देशोपकारित्वात्, देशोपकारित्वमभ्युपगम्यत एव, यत आह -
संजोगसिद्धीइ फलं वयंति, नहु एगचक्केण रहो पयाइ ।
अंधो य पंगू य वणे समिच्चा, ते संपउत्ता नगरं पविट्ठा ॥१०२॥ व्याख्या-किंतु तदेव समुदायं समग्रत्वादिष्टफलसाधकं, केवलं तु विकलत्वात् इतरसापेक्षत्वादसाधकमिति, अतः केवलयोरसाधकत्वं प्रतिपादितमिति, अलं विस्तरेण. 10 શંકા : જો આ રીતે એકલું જ્ઞાન કે એકલી ક્રિયા વિશિષ્ટફળને સાધનાર નથી તો તે .
બન્નેમાં ભેગા થઈને પણ મોક્ષને સાધી આપવાનું સામર્થ્ય ઘટશે નહીં અર્થાત્ જેમ રેતીના છૂટાછૂટા કણિયામાં તેલ ન હોવાથી રેતીના કણિયાના સમૂહમાંથી પણ તેલ નીકળતું નથી. તેમ એકલા જ્ઞાન અને એકલી ક્રિયા જો ફલપ્રાપ્તિમાં અસમર્થ હોય તો બંને ભેગા થઈને પણ
મોક્ષપ્રાપ્તિમાં કારણ નહી બનવાની આપત્તિ આવશે જે ઇષ્ટ નથી, 15 સમાધાન : જ્ઞાન અને ક્રિયાવડે સાદડી વગેરે કાર્યની સિદ્ધિ થતી દેખાતી હોવાથી
સમુદાયનું સામર્થ્ય પ્રત્યક્ષસિદ્ધ જ છે. જ્યારે સિક્તા (રેતી)ના સમુદાયમાં કાર્યસિદ્ધિ થતી દેખાતી નથી અર્થાત્ રેતીના સમુદાયમાં તેલ દેખાતું નથી. (આશય એ છે કે રેતીના એક કણિયામાં તેલ દેખાતું નથી તેમ સમુદાયમાં પણ તેલ દેખાતું નથી. જયારે જ્ઞાન અને ક્રિયા
એકલા હોય તો કાર્યસિદ્ધિ થતી નથી પરંતુ તે બેના સમુદાયથી કાર્ય સિદ્ધ થતું દેખાય છે.) 20 અને જે દેખાતું હોય તેનો વિરોધ કરવો શક્ય નથી. આમ જ્ઞાન-ક્રિયા સમુદાયથી કાર્યસિદ્ધિ
થતી હોવાથી તે બેવડે અદષ્ટકાર્યની સિદ્ધિ પણ અવિરુદ્ધ જ છે. તેથી તમારી શંકા પાયા વિનાની છે. વળી જ્ઞાન-ક્રિયા બંને એકલા હોય ત્યારે સર્વથા કારણ બનતા નથી એવું નથી પણ આંશિક ઉપકારી હોવાથી કોઈક રીતે તેઓ એકલા પણ કારણ બને જ છે. બંનેનું
દેશોપકારીત્વ સ્વીકારાયેલું છે જ, કારણ કે કહ્યું છે ? 25 ગાથાર્થ : સંયોગની સિદ્ધિથી (તીર્થકરો)ફલને કહે છે. (લોકમાં પણ) એક ચક્રથી રથ પ્રવર્તતો નથી. આંધળો અને પાંગળો જંગલમાં બંને ભેગા થઈ જોડાયા, તો નગરમાં પ્રવેશ્યા.
ટીકાર્થ : બંને દેશોપકારી છે પરંતુ તે બંને જણા ભેગા થાય ત્યારે સંપૂર્ણ સામગ્રી હાજર થવાથી ઇષ્ટફલને સાધનારા છે. એકલા હોય ત્યારે પોતે વિકલ છે અર્થાત સંપૂર્ણ સામગ્રીવાળાં
નથી. તેઓ વિકલ શા માટે છે?– જ્ઞાન અને ક્રિયા બંને એકબીજાને સાપેક્ષ હોવાથી એકબીજાથી 30 જ્યારે રહિત હોય ત્યારે તે બંને વિકલ કહેવાય છે, અને વિકલ હોવાથી ઈષ્ટફલના સાધક
બનતા નથી. તેથી એકલા તે બંનેનું અસાધકપણું કહ્યું છે. વધુ વિસ્તારથી સર્યું. ગા.નં. ૧૦૧માં