________________
૧૯૮ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) तन्निमित्तमितियावत् । आह-कृतकृत्यस्य सतस्तत्त्वकथनमनर्थक, प्रयोजनविरहात्, सति च तस्मिन् कृतकृत्यत्वानुपपत्तेः, तथा सर्वज्ञत्वाद्वीतरागत्वाच्च भव्यानामेव विबोधनमनुपपन्नं . अभव्याविबोधने असर्वज्ञत्वावीतरागत्वप्रसङ्गादिति, अत्रोच्यते, प्रथमपक्षे तावत् सर्वथा कृतकृत्यत्वं नाभ्युपगम्यते, भगवतः तीर्थकरनामकर्मविपाकानुभावात्, तस्य च धर्मदेशनादिप्रकारेणैवानुभूतः, 5 द्वितीयपक्षे तु त्रैलोक्यगुरोर्धर्मदेशनक्रिया विभिन्नस्वभावेषु प्राणिषु तत्स्वाभाव्यात् विबोधाविबोधकारिणी पुरुषोलूककमलकुमुदादिषु आदित्यप्रकाशनक्रियावत्, उक्तं च वादिमुख्येन
"त्वद्वाक्यतोऽपि केषाञ्चिदबोध इति मेऽद्भुतम् । भानोर्मरीचयः कस्य, नाम नालोकहेतवः ? ॥१॥
न चाद्भुतमुलूकस्य, प्रकृत्या क्लिष्टचेतसः । 10 શંકા : પ્રભુ પોતે કૃતકૃત્ય છે અર્થાત્ કરવા લાયક સર્વ કાર્યો તેમના પૂરા થઈ ગયા
છે તો પછી કૃતકૃત્ય એવા પ્રભુએ તત્ત્વ-કથન કરવામાં કોઈ પ્રયોજન ન હોવાથી દેશના આપવી એ નિરર્થક છે. જો તમે કહો કે પ્રયોજન છે તો પ્રભુ કૃતકૃત્ય નથી એવું માનવું પડે. તથા પ્રભુ પોતે સર્વજ્ઞ અને વીતરાગ છે તેથી તેઓ માત્ર ભવ્યજીવોના બોધ માટે
દેશના આપે છે એવું કહેવું પણ ઘટતું નથી. કારણ કે અભવ્યજીવોને બોધ ન આપવામાં 15 પ્રભુને અસર્વજ્ઞ અને અવીતરાગ માનવાની આપત્તિ આવે.
(પ્રભુને અસર્વજ્ઞ અને અવીતરાગ માનવા પડે તેની પાછળ પૂર્વપક્ષનો એવો ભાવાર્થ લાગે છે કે પ્રભુ ભવ્યજીવોના બોધ માટે દેશના આપે છે તેથી એવું લાગે કે પ્રભુને ભવ્યજીવો ઉપર રાગ છે અન્યથા અભવ્યજીવોના બોધ માટે પણ શા માટે દેશના ન આપે
? અને બીજું અભવ્ય જીવોને પ્રભુ તારતા નથી તેથી શું તેઓ તેમને તારવા માટેના ઉપાયો 20 નહીં જાણતા હોય ? માટે જ પ્રભુ તેમને તારતા નથી તેથી પ્રભુને અસર્વજ્ઞ અને અવીતરાગ માનવાની આપત્તિ આવે)
સમાધાન : અમે પ્રભુને સર્વથા કૃતકૃત્ય માનતા નથી કારણ કે પ્રભુને તીર્થકર નામકર્મ ભોગવવાનું બાકી છે જે ધર્મદેશનાદિ પ્રકાર વિના ભોગવાય નહીં. વળી બીજું એ કે જેમ સૂર્યની
પ્રકાશનની ક્રિયા પુરુષ માટે પ્રકાશનું કારણ અને ઘુવડ માટે અંધકારનું કારણ, કમલ માટે 25 ખીલવાનું કારણ ને કુમુદ માટે બીડવાનું કારણ બને છે પણ તેમાં સૂર્યને રાગ-દ્વેષ છે એવું
નથી, તેમ ત્રિલોકગુરુની ધર્મદેશનાની ક્રિયા વિભિન્નસ્વભાવવાળા જીવોમાં તે તે જીવોના સ્વભાવને કારણે જ કો'કને બોધ કરાવનારી અને કો'કને બોધ નહીં કરાવનારી છે. વાદિમુખ્ય સિદ્ધસેનદિવાકરસૂરિ)વડે પણ કહેવાયું છે “તમારા વાક્યથી પણ કો'કને બોધ થતો
નથી એ વાત મને આશ્ચર્ય ઉપજાવે છે. અરે ! સૂર્યના કિરણો વળી કોને પ્રકાશનું કારણ ન બને 30 ? I૧// એમાં કોઈ આશ્ચર્ય નથી કારણ કે પ્રકૃતિથી ક્લિષ્ટ ચિત્તવાળા ઘુવડને સ્વચ્છ એવા
૪૦. શ્રીમદ્ધઃ સિદ્ધસેનવિરિપáિશિયાતિ પ્રસિદ્ધિઃ + ૦સ્તથન | માવાत्वात्० भवात् ।