SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યજનોના બોધ માટે પ્રભુની દેશના (નિ. ૮૯) ૧૯૭ व्याख्या - रूपकमिदं द्रष्टव्यं तत्र वृक्षो द्विधा - द्रव्यतो भावतश्च द्रव्यवृक्षः कल्पतरुः, यथा तमारुह्य कश्चित् तत्कुसुमानां गन्धादिगुणसमन्वितानां संचयं कृत्वा तदधोभागसेविनां पुरुषाणां तदारोहणासमर्थानां अनुकम्पया कुसुमानि विसृजति तेऽपि च भूपातरजोगुण्डनभयात् विमलविस्तीर्णपटेषु प्रतीच्छन्ति, पुनर्यथोपयोगमुपभुञ्जानाः सुखमाप्नुवन्ति, एवं भाववृक्षेऽप्यायोज्यं । तपश्च नियमश्च ज्ञानं च तपोनियमज्ञानानि तान्येव वृक्षस्तं, तत्र अनशनादिबाह्याभ्यन्तरभेदभिन्नं 5 तपः, नियमस्तु इन्द्रियनोइन्द्रियभेदभिन्नः, तत्र श्रोत्रादीनां संयमनमिन्द्रियनियमः क्रोधादीनां तु नोइन्द्रियनियम इति, ज्ञानं - केवलं संपूर्ण गृह्यते, इत्थंरूपं वृक्षं आरूढः, तत्र ज्ञानस्य संपूर्णासंपूर्णरूपत्वात् संपूर्णताख्यापनायाह- संपूर्णं केवलं अस्यास्तीति केवली, असावपि चतुर्विध:श्रुतसम्यक्त्वचारित्रक्षायिकज्ञानभेदात्, अथवा श्रुतावधिमन: पर्यायकेवलज्ञानभेदात्, अतः श्रुतादिकेवलव्यवच्छित्तये सर्वज्ञार्वरोधार्थमाह- अमितज्ञानी, 'ततो' वृक्षात् मुञ्चति ज्ञानवृष्टिं' इति 10 कारणे कार्योपचारात् शब्दवृष्टि, किमर्थं ? - भव्याश्च ते जनाश्च भव्यजनाः तेषां विबोधनं तदर्थं ટીકાર્થ : આ શ્લોક રૂપકાલંકારવાળો જાણવો. તેમાં વૃક્ષો બે પ્રકારના છે. ૧. દ્રવ્યથી, ૨. ભાવથી. તેમાં દ્રવ્યવૃક્ષ તરીકે કલ્પવૃક્ષ જાણવું. જેમ તેની ઉપર ચઢી કોઈ વ્યક્તિ ગંધાદિ ગુણોથી યુક્ત એવા તેના પુષ્પોને ભેગા કરી, વૃક્ષ ઉપર ચઢવામાં અસમર્થ એવા વૃક્ષની નીચે ઉભા રહેલા પુરુષોને અનુકંપાથી પુષ્પો આપે છે. અને તે વ્યક્તિઓ પણ ભૂમિ ઉપર 15 પડવાથી ધૂળવાળા થવાના ભયથી નિર્મળ અને પહોળા વસ્ત્રમાં તે પુષ્પોને ગ્રહણ કરે છે અને વખતોવખત તેનો ઉપયોગ કરી સુખને ભજનારા થાય છે. એ જ પ્રમાણે ભાવવૃક્ષમાં પણ જોડવું. ભાવવૃક્ષમાં તપ-નિયમ અને જ્ઞાનરૂપી વૃક્ષ જાણવું. તેમાં અનશનાદિ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે તપ, ઇન્દ્રિય અને નોઈન્દ્રિય (મન) ભેદથી બે પ્રકારે નિયમ. તેમાં 20 શ્રોત્રેન્દ્રિયાદિનું સંયમ એ ઇન્દ્રિયનિયમ અને ક્રોધાદિનું સંયમન એ નોઇન્દ્રિયનિયમ જાણવો. તથા જ્ઞાન એટલે સંપૂર્ણ જ્ઞાન જાણવું. આવા તપ-નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરુઢ. જ્ઞાન પણ સંપૂર્ણ-અસંપૂર્ણ બે પ્રકારે હોવાથી મૂળગાથામાં લખેલ જ્ઞાન શબ્દથી કોઈ અસંપૂર્ણ જ્ઞાન ન સમજી લે તે માટે કહે છે કે સંપૂર્ણ કેવળ (જ્ઞાન) છે જેને તે કેવળી, જો કે આ કેવળ પણ ચાર પ્રકારે છે શ્રુત, સમ્યક્ત્વ, ચારિત્ર અને ક્ષાયિકજ્ઞાન અથવા શ્રુત, અવિધ, 25 મનઃપર્યાય અને કેવળજ્ઞાન. તેથી શ્રુતાદિ જ્ઞાનની બાદબાકી કરવા માટે અને સર્વજ્ઞનો બોધ કરાવવા માટે કહે છે અમિતજ્ઞાની. આવા અમિતજ્ઞાની ભગવાન્ ભવ્યજનોના બોધ માટે તે વૃક્ષ ઉપરથી શબ્દવૃષ્ટિને મૂકે છે. અહીં ભગવાન્ જે દેશના આપે છે તે દેશના એ શબ્દવૃષ્ટિ કહેવાય છે. દેશના દ્વારા નીકળતા શબ્દોથી સામે રહેલ ભવ્યજનને જ્ઞાન પ્રાપ્ત થતું હોવાથી શબ્દો એ કારણ છે અને જ્ઞાન એ કાર્ય 30 છે. શબ્દરૂપ કારણમાં જ્ઞાનરૂપ કાર્યનો ઉપચાર કરવાથી અહીં શબ્દવૃષ્ટિને બદલે મૂળગાથામાં ‘જ્ઞાનવૃષ્ટિ’ શબ્દ લખેલ છે. * ફöમૂર્ત ! + ૦વવોધા૦ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy