________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
વ્યાવ્યા—સામાયિળસ્ય નિયંત્તિ: સામાયિનિયુક્ત્તિ: તાં ‘વક્ષ્ય' અમિધાર્યે, ૩૫सामीप्येन देशिता उपदेशिता तां, केन ? - ' गुरुजनेन' तीर्थकरगणधरलक्षणेन, पुनरुपदेशनकालादारभ्य आचार्यपारम्पर्येण आगतां, स च परम्परको द्विधाद्रव्यतो भावतश्च, द्रव्यपरम्परक इष्टकानां पुरुषपारम्पर्येणानयनं, अत्र चासंमोहार्थं कथानकं गाथाविवरणसमाप्तौ वक्ष्यामः, 5 भावपरम्परकस्त्वियमेव उपोद्घातनिर्युक्तिरेवै आचार्यपारम्पर्येणागतेति कथम् ?,
૧૮૪
'आनुपूर्व्या' परिपाट्या जम्बूस्वामिनः प्रभवेनानीता, ततोऽपि शय्यम्भवादिभिरिति, अथवा आचार्यपारम्पर्येण आगतां स्वगुरुभिरुपदेशितामिति । आह— द्रव्यस्य इष्टकालक्षणस्य युक्तं पारम्पर्येण आगमनं, भावस्य तु श्रुतपर्यायत्वात् वस्त्वन्तरसंक्रमणाभावात् पारम्पर्येणागमनानुपपत्तिरिति, न च तद्वीजभूतस्य अर्हद्रणधरशब्दस्यागमनमस्ति, तस्य श्रुत्यनन्तरमेवोपरमादिति, 10 अत्रोच्यते, उपचाराददोषः, यथा कार्षापणाद् घृतमागतं घटादिभ्यो वा रूपादिविज्ञानमिति ।
ટીકાર્થ : સામાયિકની નિર્યુક્તિને હું કહીશ કે જે નિર્યુક્તિ તીર્થંકર-ગણધરરૂપ ગુરૂજન વડે ઉપદેશાયેલી છે. વળી ત્યારથી લઈને આચાર્યની પરંચરાવડે આવેલી છે. તે પરંપરા બે પ્રકારે છે. ૧. દ્રવ્યથી ૨. ભાવથી. તેમાં ઈંટોને પુરુષની પરંપરાવડે લાવવી એ દ્રવ્યપરંપરા છે. તેનું કથાનક ગાથાના વિવરણની સમાપ્તિએ બતાવીશું. આચાર્યની પરંપરાવડે આવેલી 15 આ ઉપોદ્ઘાતનિયુક્તિ જ ભાવપરંપરા છે. તે પરંપરાવડે કેવી રીતે આવેલી છે ? ઉત્તર
ક્રમશઃ અર્થાત્ જંબુસ્વામી પાસેથી પ્રભવસ્વામી પાસે, તેમની પાસેથી શયભવસૂરિ પાસે એમ ક્રમશઃ અહીં સુધી આવેલી અથવા આચાર્યની પરંપરાવડે આવેલી અને પોતાના ગુરુવડે કહેવાયેલી નિર્યુક્તિને કહીશ.
શંકા : ઈંટાદિ દ્રવ્યો પરંપરાવડે લાવી શકાય એ બરાબર છે. જ્યારે ભાવ એ શ્રુતનો 20 પર્યાય હોવાથી તેનો અન્ય વસ્તુમાં સંક્રમ થવો શક્ય ન હોવાથી પરંપરાવડે આવેલ છે એવું કેવી રીતે કહેવાય ? અર્થાત્ ભાવાત્મક વસ્તુ ૫રં૫રાવડે લાવી શકાય નહીં. વળી અરિહંતોવડે કહેવાયેલા અર્થોના કારણભૂત એવા અરિહંત–ગણધરોના શબ્દો તો સાંભળ્યા પછી અટકી જતા = નાશ થતાં હોવાથી ભાવના કારણભૂત શબ્દોનું આગમન પણ શક્ય જ નથી.
સમાધાન : અહીં ઉપચાર કરેલો હોવાથી કોઈ દોષ નથી. આશય એ છે કે જેમ 25 લૌકિકવ્યવહારમાં પૈસા આપીને ઘી લાવ્યો હોય ત્યારે ‘રૂપિયામાંથી ઘી લાવેલું છે' એવું બોલાય છે. જો કે રૂપિયામાંથી ઘી પ્રગટ થતું નથી છતાં ઘીની પ્રાપ્તિમાં પૈસા કારણ હોવાથી ઉપચારથી આવો વ્યવહાર થાય છે અથવા “ઘટાદિથી રૂપાદિનું જ્ઞાન થયું.” અહીં પણ ઘટમાંથી રૂપનું જ્ઞાન પ્રગટ થયું ન હોવા છતાં રૂપના જ્ઞાનમાં ઘટ કારણ હોવાથી ઉપચારથી આવો વ્યવહાર થાય છે, તેમ અહીં પ્રકૃતમાં પણ આ નિર્યુક્તિના આગમનમાં 30 આચાર્યોની પરંપરા જ કારણ હોવાથી ઉપચારથી બોલાય છે કે આચાર્યો પાસેથી આવેલી છે. અહીં ‘આગત’ શબ્દનો અર્થ ગતિરૂપ ક્રિયા કરવાનો નથી પણ બોધ=જ્ઞાન અર્થ કરવાનો * નૈવમ્ ( વિત્) | + ૦૪શેષ: ।