SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) शब्दानामवयवे वृत्तिदर्शनाद् यथा भीमसेनः सेन इति उत्तराध्य इति उत्तराध्ययनमवसेयं, अथवाऽध्ययनमध्यायः, उत्तराध्यायाचारयोः, सूत्रकृतविषयां निर्युक्तिं वक्ष्ये, तथा दशानां च संबन्धिनीमिति गाथार्थः ॥८४॥ तथा कल्पस्य च नियुक्ति व्यवहारस्य च परमनिपुणस्य तत्र परमग्रहणं मोक्षाङ्गत्वात् 5 निपुणग्रहणं त्वव्यंसकत्वात्, तथा च न मन्वादिप्रणीतव्यवहारवद्व्यंसकोऽयं, "सच्चपइण्णा खु ववहारा" इति वचनात्, तथा सूर्यप्रज्ञप्तेः वक्ष्ये, ऋषिभाषितानां च देवेन्द्रस्तवादीनां निर्युक्ति, क्रियाभिधानं चानेकशः ग्रन्थान्तरविषयत्वात् समासव्यासरूपत्वाच्च शास्त्रारम्भस्य अदुष्टमेवेति થાર્થ: II,I 'एतेषां श्रुतविशेषाणां निर्युक्तिं वक्ष्ये अहं जिनोपदेशेन, न तु स्वमनीषिकयैव, 10 आहरणहेतुकारणपदनिवहां एतां समासेन, तत्र साध्यसाधनान्वयव्यतिरेकप्रदर्शनमाहरणं दृष्टान्त इतियावत् साध्यधर्मान्वय-व्यतिरेकलक्षणो हेतुः हेतुमुल्लङ्घ्य प्रथमं दृष्टान्ताभिधानं न्यायप्रदर्शनार्थंक्वचिद्धेतुमनभिधाय दृष्टान्त एवोच्यते इति, यथा गतिपरिणामपरिणतानां जीवपुद्गलानां यु , સમજવાનું છે. કારણ કે સમુદાય શબ્દ તેના અવયવમાં રહે છે. જેમકે “ભીમસેન’ એ સમુદાય શબ્દ ‘સેન’ એવા તેના અવયવમાં રહે છે, અર્થાત્ ‘સેન શબ્દથી જેમ ‘ભીમસેન’ 15 સંપૂર્ણશબ્દ ગ્રહણ થાય છે તેમ ‘ઉત્તરાધ્ય’ શબ્દથી ઉત્તરાધ્યયન શબ્દ ગ્રહણ કરવો અથવા ‘ઉત્તરાધ્યાય’શબ્દના ‘અધ્યાય’ શબ્દથી અધ્યયન જાણવું જેથી ‘ઉત્તરાધ્યયન' શબ્દ તૈયાર 414. 112811 " તથા કલ્પ = બૃહત્કલ્પ, પરમનિપુણ એવો વ્યવહાર, તેમાં વ્યવહાર એ મોક્ષનું કારણ હોવાથી ‘૫૨મ’ શબ્દનું ગ્રહણ કરેલ છે. અને ‘વ્યવહાર એ સત્યપ્રતિજ્ઞાવાળું છે.’’ એવું વચન 20 હોવાથી બીજા મનુ વગેરે દ્વારા બનાવેલ વ્યવહારની જેમ ઠગનાર ન હોવાથી નિપુણ શબ્દ ગ્રહણ કરેલ છે. તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને દેવેન્દ્રસ્તવાદિ ઋષિભાષિતોની નિયુક્તિને કહીશ. શંકા : ઉપરોક્ત ગાથા અને આ ગાથામાં ‘નિર્યુક્તિને કહીશ’ એ પ્રમાણે ક્રિયાપદ શા માટે વારંવાર બતાવેલ છે ? સમાધાન ઃ આવશ્યક, દશવૈકાલિકાદિ જુદા જુદા ગ્રંથો હોવાથી ક્રિયાપદ પણ વારંવાર 25 જોડેલ છે તથા શાસ્ત્રનો આરંભ સંક્ષેપ અને વિસ્તાર એમ ઉભયરૂપ હોય છે માટે અહીં (વિસ્તાર હોવા છતાં એટલે કે ‘નિર્યુક્તિને કહીશ' એમ વારંવાર કહેવા છતાં) કોઈ દોષ નથી. ૧૮૫ હું પોતાની બુદ્ધિથી નહીં પરંતુ જિનેશ્વરોના ઉપદેશ પ્રમાણે ઉપરોક્ત ગ્રંથોની આહરણ, હેતુ અને કારણોથી યુક્ત એવી નિર્યુક્તિને કહીશ. તેમાં આહરણ એટલે એવા દૃષ્ટાંતો કે 30 જેમાં સાધ્ય અને સાધનનો અન્વય–વ્યતિરેક બતાવવામાં આવે છે. તથા ‘સાધ્ય હોય તો જ જે હોય અને સાધ્યાભાવે જે ન જ હોય' આ પ્રમાણે સાધ્યધર્મની સાથે અન્વય-વ્યતિરેક એ હેતુ જાણવો. અહીં પ્રથમ હેતુને બદલે દષ્ટાન્ત બતાવ્યું તે એ માટે કે વિચત્ હેતુને છોડી સીધું દૃષ્ટાન્ત જ બતાવાય, જેમકે ગતિપરિમાણમાં પરિણત એવા જીવ અને પુદ્ગલોની
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy