________________
સૂત્રકારાદિને મંગલાર્થે વંદન (નિ. ૮૧-૮૨) “ક ૧૭૯ सर्वज्ञत्वात्, महाँश्चासौ मुनिश्च महामुनिः तं, त्रैलोक्यव्यापित्वात् महद्यशोऽस्येति महायशाः तं, - 'महावीरं' इत्यभिधानं, अथवा 'शूर वीर विक्रान्तौ' इति कषायादिशत्रुजयान्महाविक्रान्तो महावीरः, अत्यन्तानुरक्तकेवलामलश्रिया विराजत इति वा वीरः, उक्तं च
"विदारयति यत्कर्म, तपसा च विराजते ।
તપોવીર્યેા યુજી, તમાર તિ મૃત: //?” अमराश्च नराश्च अमरनरास्तेषां राजानः इन्द्रचक्रवर्तिप्रभृतयः तैर्महित:-पूजितः तं, तीर्थकरं 'अस्य' वर्तमानकालावस्थायिनः तीर्थस्य इति गाथार्थः ॥८१॥
एवं तावदर्थवक्तुर्मङ्गलार्थं वन्दनमभिहितं, इदानीं सूत्रकर्तृप्रभृतीनामपि पूज्यत्वात् वन्दनमाहइक्कारसवि गणहरे पवायए पवयणस्स वंदामि ।
10 • सव्वं गणहरवंसं वायगवंसं पवयणं च ॥८२॥ व्याख्या-'एकादश' इति संख्यावाचकः शब्दः, अपिः समुच्चये, अनुत्तरज्ञानदर्शनादिधर्मगणं धारयन्तीति गणधरास्तान्, प्रकर्षेण प्रधाना आदौ वा वाचकाः प्रवाचकाः तान्, कस्य ?એમ સર્વ પદો સાથે ક્રિયાપદ જોડવું. હવે દરેક વિશેષણોના અર્થ બતાવે છે તેમાં, ભાગ એટલે અચિજ્યશક્તિ. મહાન છે ભાગ જેને તે મહાભાગ, અર્થાત્ મહાપ્રભાવશાળીને, સર્વજ્ઞ હોવાથી જે 15, જગતની ભૂત-ભાવિ-વર્તમાન ત્રણ કાળની અવસ્થાને જાણે છે તે મુનિમહાન એવા જે મુનિ તે મહામુનિ તેમને, ત્રિલોકમાં વ્યાપી હોવાથી મોટો યશ છે જેઓને તે મહાયશવાળાને, “મહાવીર' એ નામ છે.
અથવા શૂર, વીર્ ધાતુ વિક્રાન્તિના અર્થમાં = પરાક્રમના અર્થમાં હોવાથી કષાયાદિશત્રુનો જય કરેલ હોવાથી મહાવિક્રાન્તવાળા મહાવીર અથવા અત્યંત અનુરાગી (અર્થાત્ દરેકે દરેક જ્ઞયા પદાર્થોમાં વ્યાપ્ત એવી) કેવળરૂપી નિર્મલ લક્ષ્મીવડે શોભતા હોવાથી વીર (ને હું વંદન કરું છું) 20 કહ્યું છે “જે કારણથી કર્મોનો નાશ કરે છે અને તપથી શોભે છે તથા તારૂપી વીર્યવડે જેઓ યુક્ત છે તે કારણથી તેઓ “વીર’ એ પ્રમાણે કહેવાય છે.” તથા દેવોના રાજા એવા ઇન્દ્ર અને મનુષ્યોના રાજા એવા ચક્રવર્તી વગેરેવડે પૂજાયેલા તેમને (હું વંદન કરું છું.) તથા વર્તમાનકાળમાં પ્રવર્તત તીર્થને કરનારા એવા તીર્થકરને (મહાવીરને) હું વંદન કરું છું. ૮૧ી.
અવતરણિકા : આ પ્રમાણે અર્થના વક્તાને મંગલ માટે વંદન કરી હવે સૂત્રકાર વિગેરે 25 પણ પૂજય હોવાથી વંદન કરે છે ?
ગાથાર્થ : આગમ કહેનારા એવા અગિયાર ગણધરોને, સર્વ ગણધરવંશને, ઉપાધ્યાયવંશને અને પ્રવચનને હું વંદન કરું છું.
ટીકાર્થ : ‘અગિયાર' એ સંખ્યાવાચક શબ્દ છે. ‘પ:' શબ્દ સમુચ્ચય કરવાના અર્થમાં છે. (આગળ તીર્થકરોને વંદન કર્યા, તેની સાથે સમુચ્ચય કરવો) અનુત્તર જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ 30 ધર્મસમૂહને = ગણને ધારણ કરે તે ગણધર–તેઓને, તથા આગમના પ્રકર્ષથી વાચકો અથવા પ્રધાન વાચકો અથવા (આ તીર્થમાં થયેલાં) સૌથી પહેલા વાચકોને હું વંદન કરું છું. આ મૂળ
+ નન્યાનુર૦ |