SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) प्रत्यध्ययनं प्रतिसूत्रं च वक्तव्यमिति । अत्राह कश्चित् - मङ्गलं हि शास्त्रस्यादौ मध्येऽवसाने चेति प्रतिपादितं, तत्रादिमङ्गलमुक्तं, इदानीं मध्यमङ्गलमुच्यते, तन्न, अनारब्ध एव शास्त्रे कुतो मध्यावकाश इति, स्यादेतत्, चतुरनुयोगद्वारात्मकं यतः शास्त्रं, अतोऽनुयोगद्वारद्वये ह्यतिक्रान्ते मध्यमङ्गलं, अत एव चानुयोगद्वाराणां शास्त्राङ्गतेति, नन्वेवैमपि इदं शास्त्रमध्यं न भवति, 5. અધ્યયનમધ્યાત્, शास्त्रमध्ये च मध्यमङ्गलावसर इति, तस्माद् यत्किञ्चिदेतत्, ततश्चायं स्थि॑त॒पक्षः—इ॒ह यदादौ मङ्गलं प्रतिपादितं तदावश्यकादिमङ्गलं, इदं तु नावश्यकमात्रस्य, सर्वानुयोगोपोद्घातनिर्युक्तित्वात् प्रक्रान्तोपोद्घातस्य, वक्ष्यति च - ""आवस्सगस्स दसकालियस्स तह उत्तरज्झमायारे । सूयगडे निज्जुती, वोच्छामि तहा दसाणं च ||१||" इत्यादि, तथा સમાધાન : ઉપરોક્ત શંકાનું સમાધાન કેટલાક અજ્ઞાનીઓ પોતાની મતિથી આપે છે તે 10 પહેલા ગ્રંથકારશ્રી બતાવી પછી તે સમાધાન ખોટું કહી ગ્રંથકારશ્રી પોતાનો સ્થિતપક્ષ બતાવશે. પ્રથમ ઉપરોક્ત શંકા સામે વચ્ચે અજ્ઞાનીપક્ષ સમાધાન આપતાં જણાવે છે કે, શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં મંગલ કરવું જોઈએ એમ શાસ્ત્રકારો કહે છે. તેમાં શરૂઆતનું મંગળ બતાવ્યું. હવે મધ્યમ મંગલ બતાવે છે. આવા અજ્ઞાનીપક્ષના સમાધાન સામે ગ્રંથકારશ્રી જવાબ આપે છે કે હજુ શાસ્ત્રની શરૂઆત જ થઈ નથી તો શાસ્ત્રનો મધ્યમભાગ આવે જ ક્યાંથી 15 કે જેથી તે મધ્યમમંગલ કહેવાય ? અજ્ઞાનીપક્ષ : શાસ્ત્ર ચાર–અનુયોગદ્વારરૂપ છે અને તેથી જ અનુયોગદ્વારોની શાસ્ત્રાંગતા છે, અર્થાત્ અનુયોગદ્વારો એ શાસ્ત્રના અંગ છે. તેથી બે અનુયોગદ્દારોનું વર્ણન પૂરું થયા પછી શાસ્ત્રનો મધ્યમભાગ આવતા મધ્યમમંગલ કરાય છે. સ્થિતપક્ષ : ચાર અનુયોગદ્વારાત્મક શાસ્ત્ર હોવા છતાં પણ આ મધ્યભાગ શાસ્ત્રનો મધ્યભાગ 20 નથી પરંતુ અધ્યયનનો મધ્યમભાગ ગણાય (કારણ કે સામાયિકાધ્યયનના ચાર દ્વારમાંથી બે દ્વાર પૂર્ણ થયા છે.) અને મધ્યમમંગલનો અવસર તો શાસ્ત્રના મધ્યમભાગમાં છે. તેથી તમારી વાત યુક્તિયુક્ત નથી. માટે ઉપરોક્ત શંકાનું આ પ્રમાણે સમાધાન જાણવું કે અંહીં જે શાસ્ત્રની આદિમાં મંગલ છે તે આવશ્યકાદિનું મંગલ છે. જ્યારે હવે જે મંગલ કરવામાં આવવાનું છે. તે આવશ્યકમાત્રનું નથી પરંતુ શરૂ કરાયેલ ઉપોદ્ઘાતનું મંગલ છે. 25 શંકા : ઉપોદ્ઘાતનું મંગલ કરવાની શા માટે જરૂર પડી ? સમાધાન : પ્રક્રાન્તોપોદ્ઘાત એ સર્વશાસ્ત્રના અનુયોગમાં ઉપયોગી ઉપોદ્ઘાનિર્યુક્તિરૂપ . છે, અર્થાત્ .કોઈપણ શાસ્ત્રના અનુયોગમાં ઉપોદ્ઘાત તરીકે આ જ ઉપોદ્ઘાત સમજવાનો છે, કારણ કે આગળ ગ્રંથકારશ્રી કહેશે કે “હું આવશ્યકની, દશવૈકાલિકની, ઉત્તરાધ્યયનની, આચારાંગની, સૂયગડાંગની તથા દશાશ્રુતસ્કન્ધની નિયુક્તિને કહીશ. ॥૧॥” ઇત્યાદિ, તથા 30 ‘શેષ ચતુર્વિશતિસ્તવાદિ અધ્યયનોમાં પણ આ જ નિર્યુક્તિ (ઉપોદ્ઘાત) છે.” આમ, આ १९. आवश्यकस्य दशवैकालिकस्य तथा उत्तराध्याय आचारे । सूत्रकृते निर्युक्तिं वक्ष्यामि तथा વૈશાશ્રુતશ્ર્ચય = । શ્ । * નવૃિત્યપિ । + સ્થિતિપક્ષ: સ્થિત: પક્ષ: । + મુત્તાšનિવ્રુત્તિ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy