________________
આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧)
सदाऽवस्थितमित्यर्थः । आह- अप्रतिपात्येतावदेवास्तु, शाश्वतमित्येतदयुक्तं, न, अप्रतिपातिनोsयवधिज्ञानस्य शाश्वतत्वानुपपत्तेः, तस्मादुभयमपि युक्तमिति । 'एकविधं' एकप्रकारं, आवरणाभावात् क्षयस्यैकरूपत्वात्, 'केवलं ' मत्यादिनिरपेक्षं 'ज्ञानं' संवेदनं, केवलं च तत् ज्ञानं चेति समास इति गाथार्थः ॥७७॥
5 इह तीर्थकृत् समुपजातकेवलः सत्त्वानुग्रहार्थं देशनां करोति, तीर्थकरनामकर्मोदयात्, ततश्च ध्वनेः श्रुतरूपत्वात् तस्य च भावश्रुतपूर्वकत्वात् श्रुतज्ञानसंभवादनिष्टापत्तिरिति मा भून्मतिमोहोऽव्युत्पन्नबुद्धीनामित्यतस्तद्विनिवृत्त्यर्थमाह
केवलणाणत्थे णाउं जे तत्थ पण्णवणजोगे ।
10
૧૪૬
15
ते भाइ तित्थरो वयजोग सुयं हवइ सेसं ॥७८॥
व्याख्या - इह तीर्थकरः केवलज्ञानेन 'अर्थान्' धर्मास्तिकायादीन् मूर्त्तामूर्त्तान् अभिलाप्यानभिलाप्यान् ' ज्ञात्वा' विनिश्चित्य, केवलज्ञानेनैव ज्ञात्वा न तु श्रुतज्ञानेन, तस्य क्षायोपशमिकत्वात्, केवलिनश्च तदभावात्, सर्वशुद्धौ देशशुद्ध्यभावादित्यर्थः । ये 'तत्र' तेषामर्थानां मध्ये, प्रज्ञापनं प्रज्ञापना तस्या योग्याः प्रज्ञापनायोग्याः 'तान् भाषते' तानेव वक्ति नेतरानिति, प्रज्ञापनीयानपि
શંકા : માત્ર “અપ્રતિપાતી' શબ્દથી જ “શાશ્વત” શબ્દનો ભાવ ખ્યાલમાં આવી જતાં “શાશ્વત” શબ્દ શા માટે મૂક્યો ?
સમાધાન : એવું નથી કારણ કે અપ્રતિપાતી એવું પણ અવિધ શાશ્વત નથી. તેથી બંને વિશેષણો યુક્ત જ છે. વળી આ જ્ઞાન સંપૂર્ણ આવરણનો ક્ષય થવાથી ઉત્પન્ન થતું હોવાથી એક જ પ્રકારનું છે કારણ કે તે ક્ષય એક જ પ્રકારનો હોય છે. (પણ મતિની જેમ ૨૮ કે શ્રુતની જેમ ૧૪ પ્રકાર પડતા નથી.) વળી આ જ્ઞાન મતિજ્ઞાનાદિથી નિરપેક્ષ હોવાથી કેવળ (એક) છે. 20 ||૭||
અવતરણિકા : ઉત્પન્ન થયેલ છે કેવળજ્ઞાન જેને એવા તીર્થંકરો તીર્થંકરનામકર્મના ઉદયથી જીવોના ઉપકારાર્થે દેશના આપે છે. તે દેશનાના શબ્દો શ્રુતરૂપ છે અને તે શ્રુત ભાવશ્રુતપૂર્વકનું હોવાથી તીર્થંકરોને શ્રુતજ્ઞાન માનવાની આપત્તિ આવશે જે અનિષ્ટ છે એટલે અવ્યુત્પન્ન=શાસ્ત્રબોધ દ્વારા વિકસિત નહીં પામેલી બુદ્ધિવાળાઓને બુદ્ધિમાં મોહ ન થાય તે માટે આવી શંકાને દૂર 25 કરતા કહે છે →
ગાથાર્થ : કેવળજ્ઞાનવડે અર્થોને જાણીને જે તેમાંથી પ્રજ્ઞાપનાને = નિરૂપણને યોગ્ય છે તે અર્થોને તીર્થંકરો બોલે છે. તેઓનો આ વચનયોગ છે. આ વચનયોગ એ શેષશ્રુત = દ્રવ્યશ્રુત છે.
ટીકાર્થ : તીર્થંકર કેવળજ્ઞાનવડે ધર્માસ્તિકાયાદિ મૂત્તમૂર્ત, અભિલાષ્ય-અનભિલાપ્ય પદાર્થોને જાણીને, અહીં તીર્થંકરો કેવળજ્ઞાનવડે જાણે છે એમ જાણવું, પણ શ્રુતજ્ઞાનવડે નહીં કારણ કે તે 30 શ્રુતજ્ઞાન ક્ષાયોપશમિક છે અને કેવળીઓને સર્વશુદ્ધિ થતાં દેશશુદ્ધિ રહેતી ન હોવાથી ક્ષાયોપમિક એવું શ્રુતજ્ઞાન હોતું નથી. આમ કેવળજ્ઞાનવડે પદાર્થોને જાણીને તેમાંથી પ્રજ્ઞાપનાને યોગ્ય પદાર્થો બોલે છે, અન્ય નહીં. તેમાં પણ પ્રજ્ઞાપના યોગ્ય સર્વ પદાર્થો અનંત હોવાથી, આયુષ્ય પરિમિત