________________
કેવલજ્ઞાનનું સ્વરૂપ (નિ. ૭૭) કે ૧૪૫ अह सव्वदव्वपरिणामभावविण्णत्तिकारणमणंतं ।
सासयमप्पडिवाइ एगविहं केवलनाणं ॥७७॥ व्याख्या-इह मन:पर्यायज्ञानानन्तरं सूत्रक्रमोद्देशतः शुद्धितो लाभतश्च प्राक् केवलज्ञानमुपन्यस्तं, अतस्तदर्थोपदर्शनार्थमथशब्द इति, उक्तं च-"अथ प्रक्रियाप्रश्नानन्तर्यमङ्गलोपन्यासप्रतिवचन समुच्चयेषु" । सर्वाणि च तानि द्रव्याणि च सर्वद्रव्याणि जीवादिलक्षणानि तेषां परिणामाः- 5 प्रयोगविस्रसोभयजन्या उत्पादादयः सर्वद्रव्यपरिणामाः तेषां भावः सत्ता स्वलक्षणमित्यनर्थान्तरं तस्य विशेषेण ज्ञपनं विज्ञप्तिः, विज्ञानं वा विज्ञप्ति:-परिच्छित्तिः, तत्र भेदोपचारात्, तस्या विज्ञप्तेः कारणं विज्ञप्तिकारणं, अत एव सर्वद्रव्यक्षेत्रकालभावविषयं तत्, क्षेत्रादीनामपि દ્રવ્યતીત, તદર્થ નૈયાનન્તવાનન્ત, શશ્વવતતિ શાશ્વતં. તત્ર વ્યવહારનયતિવિતિઃ प्रतिपात्यपि भवति, अत आह-प्रतिपतनशीलं प्रतिपाति न प्रतिपाति अप्रतिपाति, 10
ગાથાર્થ : સર્વદ્રવ્યોના પરિણામોની (પર્યાયોની) સત્તા (અસ્તિત્વ)નું જ્ઞાન કરવામાં કારણભૂત, અનંત, શાશ્વત, અપ્રતિપાતી, એક પ્રકારનું એવું કેવળજ્ઞાન છે.
ટીકાર્થ : અહીં પૂર્વે = પહેલાની ગાથાઓમાં મન:પર્યવજ્ઞાન પછી સૂત્રક્રમના (નંદીસૂત્રના ક્રમ પ્રમાણે) ઉદેશથી , શુદ્ધિથી અને લાભથી કેવળજ્ઞાન કહ્યું હતું. (અર્થાત મન:પર્યવજ્ઞાન પછી સૂત્રમાં કેવળજ્ઞાન કહ્યું છે, મન:પર્યવજ્ઞાન કરતાં કેવળજ્ઞાન શુદ્ધ છે, મન:પર્યવજ્ઞાન પછી 15 કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી તે વાતને બતાવવા “અથ” શબ્દ બતાવ્યો છે. કહ્યું છે કે
એથ' શબ્દ પ્ર કેયા. પ્રશ્ન, આનન્તર્ય, મંગળ, ઉપન્યાસ, પ્રતિવચન અને સમુચ્ચયના અર્થમાં મૂકાય છે.
જીવાદિરૂપ સર્વદ્રવ્યોના; પ્રયોગથી, કુદરતી રીતે, કે ઉભયથી ઉત્પન્ન થયેલા ઉત્પાદાદિ પરિણામોની વિદ્યમાનતા ભાવ સત્તા કે સ્વલક્ષણ)ને વિશેષથી જાણવા માટેનું કારણ કેવળજ્ઞાન 20 છે. જો કે પરિણામોની વિદ્યમાનતાનું જ્ઞાન અને કેવળજ્ઞાન કઈ જુદા નથી, છતાં ભેદનો ઉપચાર કરી વિધમાનતાના જ્ઞાનનું કારણ કેવળજ્ઞાન છે એવું કહ્યું છે આથી જ (કેવળજ્ઞાન સર્વદ્રવ્યોના સર્વભાવોને જણાવનાર હોવાથી જો તે કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના વિષયવાળું છે.
(શંકા : કેવલજ્ઞાન સર્વદ્રવ્યોના ભાવોને જણાવનારું ગાથામાં કહ્યું છે, તો તમે સત્રકાળાદિના વિયવાળું એટલે કે ક્ષેત્રાદિને જણાવનારું શી રીતે કહ્યું ? કારણ કે ક્ષેત્રાદિ એ ક્યાં 25 દ્રવ્ય છે કે જેથી તેને જણાવનારું હોય.)
સમાધાન : ક્ષેત્રાદિ પણ દ્રવ્ય જ હોવાથી કેવલજ્ઞાન ક્ષેત્રાદિનાં વિષયવાળું બને જ છે. વળી આ જ્ઞાનથી જાણવા યોગ્ય પદાર્થો અનંત હોવાથી “શયભેદથી જ્ઞાનનો ભેદ” એ ન્યાયે આ જ્ઞાન પણ અનંત છે. જે હંમેશા હોય તે શાશ્વત. વ્યવહારનયથી પ્રતિપાતી–અશાશ્વત વસ્તુને પણ ક્યારેક ઉપચારથી શાશ્વત કહેવાય છે, તેથી કેવળજ્ઞાન માટે “અપ્રતિપાતી” વિશેષણ છે 30 અર્થાતુ ન પડનારું સદા અવસ્થિત આ જ્ઞાન હોય છે.
૭૧. અતતર્થોથમથશદ્ધઃ | + વીનં નાપા * સાપનં !