________________
ઋદ્ધિવિશેષોનું સ્વરૂપ (નિ. ૬૯-૭૦) તા ૧૩૯ भावार्थः पूर्ववत्, सुगन्धाश्चैते भवन्ति । तथा यः सर्वतः शृणोति स संभिन्नश्रोता, अथवा श्रोतांसि इन्द्रियाणि संभिन्नान्येकैकशः सर्वविषयैरस्य परस्परतो वेति संभिन्नश्रोताः, संभिन्नान् वा परस्परतो लक्षणतोऽभिधानतश्च सुबहूनपि शब्दान् शृणोति संभिन्नश्रोता, एवं संभिन्न श्रोतृत्वमपि लब्धिरेव ।
तथा ऋज्वी मतिः ऋजुमतिः सामान्यग्राहिकेत्यर्थः, मनःपर्यायज्ञानविशेषः, अयमपि च लब्धिविशेष एव, लब्धिलब्धिमतोश्चाभेदात् ऋजुमतिः साधुरेव । तथा सर्व एव विण्मूत्रकेशनखादयो 5 विशेषाः खल्वौषधयो यस्य, व्याध्युपशमहेतव इत्यर्थः, असौ सर्वौषधिश्च, एवमेते ऋद्धिविशेषा बोद्धव्या इति गाथार्थः ॥६९॥
द्वितीयगाथाव्याख्या-अतिशयचरणाच्चारणाः, अतिशयगमनादित्यर्थः, ते च द्विभेदाःविद्याचारणा जङ्घाचारणाश्च, तत्र जङ्घाचारण: शक्तितः किल रुचकवरद्वीपगमनशक्तिमान् भवति, स च किलैकोत्पातेनैव रुचकवरदीपं गच्छति. आगच्छंश्चोत्पातदयेनागच्छति, प्रथमेन नन्दीश्वरं द्वितीयेन 10
તથા જે ચારેબાજુથી સર્વશરીરદેશોવડે સાંભળે તે સંભિન્નશ્રોતા, અથવા દરેક ઇન્દ્રિયો સર્વવિષયોવડે સંભિન્ન છે જેને (અર્થાત્ કોઈપણ એક ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયોના વિષયોને જે જાણી શકે) તે સંભિન્નશ્રોતા અથવા ઇન્દ્રિયો પરસ્પર સંભિન્ન છે જેને તે (અર્થાત્ શ્રોત્રેન્દ્રિય ચક્ષુનું કાર્ય કરતી હોવાથી ચક્ષુરૂપતાને પામે, ચક્ષુ પણ શ્રોત્રનું કાર્ય કરતી હોવાથી શ્રોત્રરૂપતાને પામે, આ રીતે સંભિન્ન થયેલી છે ઇન્દ્રિયો જેની તે) સંભિન્નશ્રોતા, અથવા સંભિન્ન એવા શબ્દોને 15 એટલે કે લક્ષણ અને નામથી પરસ્પર વિભિન્ન ઘણાબધા શબ્દોને જે એક સાથે સાંભળે તે સંભિન્નશ્રોતા. (અર્થાત્ એકસાથે ઘણા અવાજ સંભળાય તો પણ બધાને જુદા જુદા ઓળખી શકે, તેના લક્ષણો જાણી શકે) આ પ્રમાણે સંભિન્નશ્રોતૃત્વ પણ લબ્ધિ જ છે.
તથા ઋજુ=સરળ એવી જે મતિ તે ઋજુમતિ અર્થાત સામાન્ય બોધકરનારી મતિ. આ એક પ્રકારનું મન:પર્યવજ્ઞાન છે. આ પણ એક લબ્ધિવિશેષ જ છે. અહીં લબ્ધિ–લબ્ધિમાનનો 20 અભેદ ઉપચાર કરવાથી ઋજુમતિ તરીકે સાધુ જ ગ્રહણ કરાય છે તથા મળ, મૂત્ર, કેશ, નખાદિ સર્વ ઔષધિરૂપ છે = રોગના ઉપશમનું કારણ છે જેમનાં એવા મહાત્મા સર્વોષધિ કહેવાય છે. આ પ્રમાણે ઋદ્ધિવિશેષો જાણવા યોગ્ય છે. lલી.
બીજી ગાથાનું વ્યાખ્યાન કરે છે – અતિશય ગમન (ચરણ = ગમન) કરતા હોવાથી ચારણ તરીકે કહેવાય છે. તેના બે પ્રકાર પડે છે ૧. વિદ્યાચારણ અને ૨. જંઘાચારણ, તેમાં 25 જંઘાચારણ શક્તિથી ચક્વરદ્વીપ સુધી જવાની શક્તિવાળા હોય છે. તેઓ એક ઉત્પાતવડે અર્થાત વચ્ચે ક્યાંય પણ થોભ્યા વિના ચકવરીપ જાય છે. ત્યાંથી પાછા ફરતા પ્રથમ નંદીશ્વરમાં આવે અને ત્યાંથી મૂળસ્થાને એમ બે ઉત્પાતવડે પાછા આવે છે. એ જ પ્રમાણે ઊર્ધ્વદિશામાં એક
__७१. चकाराद्विडादीनां व्याध्यपनयनसाहचर्यं । ७२. सर्वैरेव शरीरदेशैरिति म० श्रीहेमचन्द्रपादाः ।७३. सर्वाणीन्द्रियाणि सर्वविषयान प्रत्येक विदन्ति । ७४. द्वादशयोजनचक्रवर्तिकटकस्य युगपद् ब्रुवाणस्य 30 तत्तूर्यसंघातस्य वा युगपदास्फाल्यमानस्य । ७५. सूत्रानुसारेणैकादशः चूर्ण्यनुसारेण तु त्रयोदशः, तत्र अरुणावासशङ्खवरयोरधिकयोर्दर्शनात् ।