________________
૧૨૭
ચલદ્વાર (નિ. ૫૯) कथम्? – अनन्तभागवृद्धि असंख्येयभागवृद्धिः संख्येयभागवृद्धिः संख्येयगुणवृद्धिः असंख्येयगुणवृद्धिः अनन्तगुणवृद्धिरिति, एवं हानिरपि । आह - क्षेत्रस्यासंख्येयभागादिवृद्धौ तदाधेयद्रव्याणामपि तन्निबन्धनत्वादसंख्येयभागादिवृद्धिरेवास्तु, तथा द्रव्यस्यानन्तभागादिवृद्धौ सत्यां तत्पर्यायाणामपि अनन्तभागादिवृद्धिरिति षट्स्थानकमनुपपन्नमिति, अत्रोच्यते सामान्यन्यायमङ्गीकृत्य इदमित्थमेव, यदा क्षेत्रानुवृत्त्या पुद्गलाः परिसंख्यायन्ते, पुद्गलानुवृत्त्या च तत्पर्यायाः, न चात्रैवं, कथम् ? यस्मात्स्वक्षेत्रादनन्तगुणा: पुद्गलाः, तेभ्योऽपि पर्याया इति, अतो यस्य यथैवोक्ता वृद्धिर्हानिर्वा અનંતભાગવૃદ્ધિ હાનિ તથા સંખ્યાત-અસંખ્યાત-અનંતગુણ વૃદ્ધિહાનિ એમ છ પ્રકારે હોય છે, કારણ કે પર્યાયો અનંતા છે.
5
શંકા : ક્ષેત્રની અસંખ્યેયભાગાદિવૃદ્ધિ થતાં ક્ષેત્રમાં આધેય=૨હેલા દ્રવ્યો પણ ક્ષેત્રનિબંધન=ક્ષેત્રને આધીન હોવાથી દ્રવ્યોની પણ અસં.ભાગાદિ વૃદ્ધિ જ થવી જોઈએ નહીં કે 10 અનંતભાગાદિ તથા દ્રવ્યોની અનંતભાગાદિ વૃદ્ધિ થતાં દ્રવ્યને આધીન પર્યાયોની પણ બે જ પ્રકારે વૃદ્ધિ થવી જોઈએ નહીં કે ષડ્થાન રૂપે.
સમાધાન : સામાન્યન્યાયને આશ્રયી એટલે કે ક્ષેત્રાનુવર્તી પુદ્ગલો છે અને પુદ્ગલાનુવર્તી પર્યાયો છે, એમ વિવક્ષા કરીયે ત્યારે તમારી વાત યોગ્ય છે. (અહીં કહેવાનો આશય એ છે કે સમસ્તલોકાકાશના અસંખ્યાતમાં ભાગમાં જેટલા પુદ્ગલો હોય છે. તે પુદ્ગલો સમસ્ત 15 પુદ્ગલાસ્તિકાયનો અસંખ્યાતમો ભાગ જ હોય છે. તેમ ક્ષેત્રના સંખ્યાતમાં ભાગમાં જેટલા પુદ્ગલો છે તેના જો ગણતરી કરીએ તો તે સમસ્ત પુદ્ગલાસ્તિકાયનો સંખ્યાતમો ભાગ જ હોવાનો. તેથી એમ કહેવાય કે ક્ષેત્રની અસંખ્યાતભાગવૃદ્ધિ થાય ત્યારે તેમાં રહેલા દ્રવ્યોની પણ ક્ષેત્રની પ્રધાનતાએ અસંખ્યાતભાગવૃદ્ધિ થઈ. તથા ક્ષેત્રની સંખ્યાતભાગવૃદ્ધિ થાય ત્યારે દ્રવ્યોની સંખ્યાતભાગવૃદ્ધિ થઈ. મ ટે પુદ્ગલો એ ક્ષેત્રાનુવર્તી = ક્ષેત્રને અનુસરનારા છે. એ જ રીતે 20 સમસ્ત પુદ્ગલાસ્તિકાયના અનંતભાગાદિમાં સમસ્ત પર્યાયરાશીનો અનંતભાગાદિ વર્તતો હોવાથી પુદ્ગલદ્રવ્યની જેવા પ્રકારની વૃદ્ધિ-હાનિ થાય તે જ પ્રકારે પર્યાયની પણ વૃદ્ધિ-હાનિ થાય. આમ સામાન્યથી વિચારતા તમે જેમ કહો છો તે પ્રમાણે બરાબર છે.) પરંતુ આ રીતે અહીં સમજવાનું નથી. (અર્થાત્ ક્ષેત્રને આધીન એવા દ્રવ્યના વૃદ્ધિ-હાનિની કે દ્રવ્યને આધીન પર્યાયના વૃદ્ધિ—હાનિની વિચારણા કરવાની નથી, પરંતુ ક્ષેત્રથી નિરપેક્ષ એવા એકલા દ્રવ્યની જ અને 25 દ્રવ્યથી નિરપેક્ષ એવા એકલા પર્યાયની જ વૃદ્ધિ-હાનિની જ વિચારણા કરવાની છે. વિ. . મા. ૭રૂ/૩૬/૨૭)
કારણ કે અધિજ્ઞાનમાં જે ક્ષેત્ર દેખાય છે તે ક્ષેત્રમાં તે ક્ષેત્ર કરતા પુદ્ગલો અનંતા હોય છે અને પુદ્ગલો કરતા પર્યાયો અનંતા હોવાથી જે પ્રકારે વૃદ્ધિ-હાનિ કહી છે તે અવિરુદ્ધ છે. તેનું કારણ પણ એ છે કે તે વૃદ્ધિ-હાનિના વિષયો ચોક્કસ છે, (અર્થાત્ અવધિના વિષયભૂત 30 એવી વૃદ્ધિ-હાનિ કહેલા ક્રમ પ્રમાણે જ થાય છે.) અને આ રીતે ચોક્કસ નિયમ હોવામાં એટલે
* સ્વપર્યાયા