________________
૧૦૦ % આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧)
कम्मोवरिं धुवेयरसुण्णेयरवग्गणा अणंताओ ।
चउधुवणंतरतणुवग्गणा य मीसो तहाऽचित्तो ॥४०॥ प्रथमगाथाव्याख्या-आह-औदारिकादिशरीरप्रायोग्यद्रव्यवर्गणाः किमर्थं प्ररूप्यन्ते इति, उच्यते, विनेयानामव्यामोहार्थं, तथा चोदाहरणमत्र-इह भरतक्षेत्रे मगधाजनपदे प्रभूतगोमण्डलस्वामी 5 कुचिकर्णो नाम धनपतिरभूत्, स च तासां गवामतिबाहुल्यात् सहस्रादिसंख्यामितानां पृथक् पृथगनुपालनार्थं प्रभूतान् गोपांश्चक्रे, तेऽपि च परस्परसंमिलितासु तासु गोष्वात्मीयाः सम्यगजानानाः सन्तोऽकलहयन्, तांश्च परस्परतो विवदमानानुपलभ्य असौ तेषामव्यामोहार्थं अधिकरणव्यवच्छित्तये च रक्तशुक्लकृष्णकर्बुरादिभेदभिन्नानां गवां प्रतिगोपं विभिन्ना वर्गणाः
खल्ववस्थापितवान् इत्येष दृष्टान्तः, अयमर्थोपजयः-इह गोपपतिकल्पस्तीर्थकृत् गोपकल्पेभ्यः 10 शिष्येभ्यो गोरूपसदृशं पुद्गलास्तिकायं परमाण्वादिवर्गणाविभागेन निरूपितवानिति अलं प्रसङ्गेन,
पदार्थः प्रतिपाद्यते-तत्र औदारिकग्रहणाद् औदारिकशरीरग्रहणयोग्या वर्गणाः परिगृहीताः, . ताश्चैवमवगन्तव्या:-इह वर्गणाः सामान्यतश्चतुर्विधा भवन्ति, तद्यथा-द्रव्यतः क्षेत्रतः कालत: भावतश्च, तत्र द्रव्यत एकप्रदेशिकानां यावदनन्तप्रदेशिकानां, क्षेत्रत एकप्रदेशावगाढानां
ગાથાર્થ : કર્મ ઉપર ધ્રુવ, અધ્રુવ, શૂન્ય, અશૂન્ય એવી અનંતી વર્ગણા હોય છે. ત્યાર 15 પછી ચાર ધુવાનન્તરા, ચાર તનુવર્ગણા, મિશ્ર અને ત્યાર પછી અચિત્ત મહાસ્કન્ધ હોય છે.
ટીકાર્થ : શંકા : દારિક દિશરીર પ્રાયોગ્ય દ્રવ્ય વર્ગણાઓ શા માટે પ્રરૂપો છો ?
સમાધાન : શિષ્યો મુંઝાય નહીં તે માટે તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ વિષયમાં દૃષ્ટાન્ત બતાવે છે – આ ભરતક્ષેત્રમાં મગધ દેશમાં ઘણીબધી ગાયોનો સ્વામી કચિકર્ણ નામ
ધનપતિ હતો. તે ધનપતિએ હજારોની સંખ્યામાં રહેલી તે ગાયોનાં અનુપાલન માટે ઘણા બધા 20 ગોવાળિયાઓ રાખ્યા. અને તે ગોવાળિયાઓ પરસ્પર ભેગી થયેલી તે ગાયોમાં પોતપોતાની
ગાયોને સમ્યગૂ રીતે નહીં ઓળખતા પરસ્પર ઝગડો કરવા લાગ્યા. પરસ્પર ઝગડો કરતા જોઈને ધનપતિએ તે ગોવાળિયાઓને મુંઝવણ ન થાય તે માટે અને ઝગડાનું નિવારણ કરવા માટે લાલ, સફેદ, કાળી, ચિત્ર વગેરે જુદા જુદા રંગોવાળી ગાય છૂટી પાડી જુદા જુદા ગોવાળિયાઓને જુદાં
જુદો સમૂહ સાચવવા આપ્યો. 25 આ દૃષ્ટાન્તનો ભાવાર્થ હવે બતાવે છે – અહીં ધનપતિસમાન તીર્થકરોએ ગોવાળિયાસમાન શિષ્યોને ગાયસમાન પુદ્ગલાસ્તિકાયનું પરમાણુ વગેરે વર્ગણાઓનાં વિભાગવડે નિરૂપણ કર્યું
છે. (ભાવાર્થ એ જ છે કે જેમ તે ધનપતિએ ગોવાળિયાઓને મુંઝવણ ન થાય તે માટે ગાયોનું વિભાગીકરણ કર્યું તેમ, શિષ્યોને મુંઝવણ ન થાય તે માટે ઔદારિકાદિ વર્ગણાઓનો વિભાગ
કરવાવડે નિરૂપણ કર્યું છે.) પ્રસંગોપાત આટલું કહ્યું તે બસ છે. હવે પદાર્થ બતાવે છે. 30 તેમાં ઔદારિક શબ્દથી દારિકશરીરગ્રહણને યોગ્ય વર્ગણાઓ લેવી. તેનું સ્વરૂપ આ પ્રમાણે
જાણવું – અહીં વર્ગણાઓ સામાન્યથી ચાર પ્રકારે હોય છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, દ્રવ્યથી વર્ગણાઓ એક પરમાણુ વગેરેથી લઈ અનંતપરમાણુઓની હોય છે. ક્ષેત્રથી એક પ્રદેશમાં
७५. अवयवे समुदायोपचारात् प्रकरणाद्वा । ७६. परमाणूनामपि प्रकृष्टदेशत्वात् । .