________________
‘ત્રિસમયાહારક’ શબ્દનું ગ્રહણ શા માટે ? (નિ. ૩૦)
उत्पद्यते च पनकः, स्वदेहदेशे स सूक्ष्मपरिणामः । समयत्रयेण तस्यावगाहना यावती भवति ॥५॥
૮૯
तावज्जघन्यमवघेरालम्बनवस्तुभाजनं क्षेत्रम् ।
इदमित्थमेव मुनिगणसुसंप्रदायात् समवसेयम् ॥६॥ षड्भिः कुलकम् । अत्र कश्चिदाह- किमिति महामत्स्यः ? किं वा तस्य तृतीयसमये निजदेहदेशे समुत्पादः ? 5 त्रिसमयाहारकत्वं वा कल्प्यत इति ?, अत्रोच्यते स एव हि महामत्स्यः त्रिभिः समयैरात्मानं संक्षिपन् प्रयत्नविशेषात् सूक्ष्मावगाहनो भवति नान्यः, प्रथमद्वितीयसमययोश्च अतिसूक्ष्मः चतुर्थादिषु चातिस्थूरः त्रिसमयाहारक एव च तद्योग्य इत्यतस्तद्ग्रहणमिति । अन्ये तु व्याचक्षतेत्रिसमयाहारक इति, आयामविष्कम्भसंहारसमयद्वयं सूचिसंहरणोत्पादसमयश्चेत्येते त्रयः समयाः,
તે સૂક્ષ્મ પરિણામવાળો પનકજીવ પોતાના દેહના એક દેશમાં ઉત્પન્ન થાય છે, આવા તે 10 જીવની ત્રણ સમય પછી જેટલી અવગાહના થાય છે ।।૫।। તેટલું અવધિનું જઘન્ય આલંબન વસ્તુના આધારરૂપ ક્ષેત્ર જાણવું, મુનિગણના સુસંપ્રદાયથી (આવેલું) આ ક્ષેત્ર પ્રમાણ એ પ્રમાણે જ જાણવા યોગ્ય છે દા
(ભાવાર્થ આ પ્રમાણે : એક હજાર યોજન લાંબો જે મત્સ્ય પોતાના શરીરના જ એક દેશમાં ઉત્પન્ન થાય તે જીવ અહીં લેવો અને તે પ્રથમ સમયે પોતાના શરીર સાથે સમ્બદ્ધ 15 આત્મપ્રદેશોનાં આયામને=શરી૨ પ્રમાણ જાડાઇને સંહરી અંગુલના અસંખ્યેયભાગ જેટલી જાડાઈવાળું અને પોતાના દેહની લંબાઈ + પહોળાઈ પ્રમાણ વિસ્તારવાળું પ્રતર રચે છે. તે પ્રતરને પણ બીજા સમયે પહોળાઈ લંબાઈથી સંહરી અંગુલના અસંખ્યયભાગ જેટલી પહોળી અને સ્વદેહ જેટલી લાંબી સૂચિને રચે છે. ત્રીજા સમયે તે સૂચિને પણ સંહરી અસંખ્યેય ભાગ માત્ર પ્રમાણવાળા પોતાના શરીરના એક પ્રદેશમાં સૂક્ષ્મ નિગોદ તરીકે ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિના 20 પ્રથમ સમયથી માંડી ત્રીજા સમયે વર્તતા જીવનું જેટલું શ૨ી૨પ્રમાણ હોય છે, તેટલું અવિધના વિષયભૂત વસ્તુના આધારરૂપ ક્ષેત્ર જાણવું, અર્થાત્ ઉપરોક્ત શ૨ી૨પ્રમાણ ક્ષેત્રમાં રહેલ વસ્તુને જીવ પોતાના જઘન્ય અવધિમાં જુએ છે. આ પ્રમાણે મુનિગણની પરંપરાથી જાણવા મળેલ અવધિનું જઘન્યક્ષેત્ર જાણવું.)
શંકા : અહીં મહામત્સ્ય જ કેમ ગ્રહણ કર્યો ? અથવા તે મહામત્સ્યનો પોતાના શરીરદેશમાં 25 ત્રીજા સમય ઉત્પાદ શા માટે કલ્પ્યો ? અથવા અહીં ત્રિસમયાહારકત્વ જ કેમ કહ્યું ?
સમાધાન : તે મહામત્સ્ય જ ત્રણ સમય વડે પોતાને સંક્ષેપતો પ્રયત્નવિશેષથી સૂક્ષ્મશરી૨વાળો થઈ શકે છે. અન્ય જીવ સૂક્ષ્મ અવગાહનાવાળો બની શક્તો નથી અને પ્રથમ— બીજા સમયે તે જીવ અતિસૂક્ષ્મ અને ચોથા વગેરે સમયમાં અતિસ્થૂલ હોય છે જ્યારે ત્રિસમય— આહા૨વાળા જીવની અવગાહના જ જઘન્યક્ષેત્રના નિરૂપણને યોગ્ય હોવાથી ત્રિસમય—આહારકત્વ 30 ગ્રહણ કર્યું છે. કેટલાક આચાર્યો “ત્રિસમયાહારક' શબ્દનો આ પ્રમાણે અર્થ કરે છે કે “લંબાઈ અને પહોળાઈનું સંહરણ કરવાના બે સમયો તથા સૂચિસંહરણ અને ઉત્પત્તિનો એક સમય, એમ