________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
5 પ્તિ - तयेति, क्षयोपशमाभ्यां निर्वृत्तो मिश्रः दरविध्यार्तच्छन्नज्वलनवत्, कथं पुनः भाव्यते ? यदुदया-वलिकाप्रविष्टं कर्म तत् क्षीणं शेषमनुद्रेकक्षयावस्थमिमामुभयीमवस्थामाश्रित्य मिश्रः प्रजायते ।
ननु चायमेवौपशमिकान भिद्यते, यतस्तत्राप्युदितं क्षीणमनुदितं चोपशान्तमिति।
अत्रोच्यते → क्षयोपशमे ह्युदयोऽप्यस्ति, प्रदेशतया कर्मणो वेदनानुज्ञानात्, न त्वसाविति विघाताय, अनुभावं पुनर्न तत्र वेदयते, उपशमे तु प्रदेशकर्मापि नानुभवति मनागपि नोदयोऽयं विशेष इतियावत् ।
– હેમગિરા ઉપશમથી જે શ્રદ્ધાના લક્ષણવાળું દર્શન અને વિરતિના લક્ષણવાળું ચારિત્ર તે રીતે (= આત્મ પર્યાય રૂ૫) પ્રગટ થાય છે તે (દર્શન અને ચારિત્ર) “ઔપશમિક’ શબ્દથી કહેવાય છે. તેમજ જેના સમગ્ર પોતાના આવરણીય વિઘાતી કર્મના અંશો નાશ પામી ગયેલા છે તથા શ્રદ્ધા આદિ લક્ષણવાળા એવા જે સમ્યગ્દર્શનાદિ પર્યાયો છે તે જ દર્શન આદિ પર્યાયો = ભાવો ક્ષાયિક શબ્દથી આત્માના સ્વરૂપ તરીકે પ્રતિપાદન કરાય છે.
(૩) મિશ્ર ભાવ - થોડોક અંશ જેનો ઓલવાઈ ગયો છે અને થોડોક અંશ જેનો ભસ્મથી ઢંકાયેલો છે એવા અગ્નિની જેમ અર્થાત્ અગ્નિ બુઝાઈ ગયા બાદ બાકી રહેલા અગ્નિ જેમ રાખથી ઢંકાઈ જાય તેની જેમ ક્ષય અને ઉપશમથી બનેલ જે ભાવ તે મિશ્ર (= ક્ષાયોપથમિક) કહેવાય.
પ્રશ્નઃ આ મિશ્ર કઈ રીતે સમજી શકાય ?
ઉત્તર : ઉદયાવલિકામાં પ્રવેશ પામેલ જે કર્મ છે તે ક્ષીણ થયેલું છે અને જે શેષ (સત્તાગત) કર્મ છે તે ઉદય અને ક્ષય વિનાની અવસ્થાવાળું છે. આ પ્રમાણે આ બન્ને અવસ્થાઓને આશ્રયી મિશ્રભાવ ઉત્પન્ન થાય છે.
છે ઉપશમ અને ક્ષયોપશમની ભેદરેખા છે શંકા : આ ક્ષાયોપથમિક ભાવ એ ઔપથમિક ભાવથી અલગ નથી પણ એક જ છે. કારણકે ત્યાં (ઔપશમિક ભાવમાં) પણ ઉદિત કર્મ ક્ષીણ હોય છે અને અનુદિત કર્મ ઉપશાંત હોય છે.
સમાધાન ! આ વાત યુકત નથી કારણકે ક્ષયોપશમમાં પ્રદેશની અપેક્ષાથી કર્મનું (= ઉપશાંત કર્મનું) વેદન જણાવેલું હોવાથી ઉદય (પ્રદેશોદય) પણ છે. પરંતુ આ પ્રદેશોદય આત્મગુણના વિઘાત માટે નથી બનતો કેમકે ત્યાં (= પ્રદેશોદયમાં) જીવ વિપાકને વેદતો નથી.
જ્યારે ઉપશમ અવસ્થામાં તો પ્રદેશ - કર્મને પણ અનુભવતો નથી અર્થાત્ થોડોક પણ ઉદય નથી. આ વિશેષ = અંતર ઉપશમ અને ક્ષયોપશમમાં જાણવું અને આ ઉપરોક્ત વાતનો પ્રતિપાદક આગમ પાઠ આ છે કે – ૨. વિધ્યાછિન્ન” - મુ () વિધ્યાતાવરછન્ન” હરિમયટીવાયાં (પૃ. ૨૦૨) 1 ૨. "માનવ" - પા.. રૂ. પ્રજ્ઞા તે - માં..