________________
२४४
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४५
- સ્થિતિ - नारकादिगतिषु नान्तर्गतौ, अत्यल्पकालत्वात् औदारिक-वैक्रियाभावाच्च, अनुभूयमानमेव हि निर्जीर्यते नीरसतामापाद्यमानं परिशटदात्मप्रदेशेभ्यः प्रत्यस्तस्नेहलेशमामुक्तरसकुसुम्भकवनिर्जीर्णमुच्यते, न चैतत् तस्यामवस्थायां मनोव्यापाराभावात् प्रतिपत्तुमुत्सहन्तेऽतिकोविदाः, तथा कार्मणं हि कर्मसङ्घातः स चोपभोग्यो भवति, नोपभोजकः ।
औदारिकाद्यप्येवमेवेति चेत्, न, बाह्येन्द्रियंप्रत्यक्षतामङ्गीकृत्योपभोक्तृत्वमौपचारिकमत्यन्तप्रसिद्धम्, अतोऽभिव्यक्तसुख-दुःख-कर्मबन्धानुभव-निर्जरालक्षणमुपभोगमाधाय चेतसि कार्मणमनुपभोगमध्यगायि सूरिणा, इत्येवमुपात्तप्रतिविशिष्टोपभोगव्यतिरिक्तेनोपभोगेन यदि तदभिसम्बध्यते गमना
- હેમગિરા - અનુભવાતું નથી, કેમકે તે હિંસાદિ આશ્રવ જન્ય કર્મોનો ઉપભોગ (= અનુભવ) નારકાદિ ગતિઓમાં થાય છે, અંતર્ગતિમાં થતો નથી. અંતર્ગતિમાં ઉપરોકત ઉપભોગ ન થવાનું કારણ એ છે કે ત્યાં કાળ અતિઅલ્પ છે તથા ઔદારિક કે વૈકિય શરીરનો ત્યાં અભાવ છે. (હવે તેના વડે નિર્જરા કેમ થતી નથી તે કહેવાય છે કે –) ખરેખર ભવસ્થ દશામાં અનુભવાતું જ કર્મ નિર્જરા પામે (= ખરે) છે, રસ વિનાના કુસુંભક પુષ્પની જેમ ચીકાશનો અંશ નીકળી જવાથી અર્થાત્ રસ વગરનું થવાથી જે કર્મ આત્મપ્રદેશોથી ખરે છે તે કર્મ ‘નિજીર્ણ’ (= નિર્જરિત) કહેવાય છે. વળી તે વિગ્રહગતિની અવસ્થામાં મનોવ્યાપારનો અભાવ હોવાથી (કાર્પણ શરીર વિશે) કોઈ ચતુર પુરુષો આ નિર્જરિત દશા સ્વીકારવા માટે તૈયાર નથી. (કારણકે જ્યાં મનોવ્યાપાર હોય ત્યાં જ બંધ, ઉદય, નિર્જરા વગેરે ઘટે, અન્યત્ર નહિ. એકેન્દ્રિય વગેરે ગતિઓમાં પણ અવ્યકત ભાવ મનનો વ્યાપાર હોય છે.) તથા કાર્મણ શરીર ખરેખર કર્મના સમૂહ રૂપ છે અને તે સમૂહ ઉપભોગ્ય હોય છે, ઉપભોક્તા (= કર્મોનો ભોક્તા) નહિ.
ફક દારિકાદિ શરીરોમાં ઉપભોક્તાની સિદ્ધિ : પ્રશ્ન : ઔદારિક આદિ શરીરો પણ આ પ્રમાણે જ છે. અર્થાત્ ઔદારિકાદિ વર્ગણા પણ દલિકના સમૂહ રૂ૫ છે, તો તેઓ પણ ઉપભોગ્ય જ બને, ઉપભોકતા કઈ રીતે બને?
ઉત્તર : તમારી વાત યોગ્ય નથી કેમકે બાહ્ય ઇન્દ્રિયોની પ્રત્યક્ષતાને અપેક્ષીને ઔદારિક શરીરનું ઉપભોક્તાપણું ઔપચારિક રીતે અત્યંત પ્રસિદ્ધ છે.
આ પ્રમાણે પ્રસ્તુત સૂત્રમાં અભિવ્યક્ત સુખ-દુઃખ, કર્મબંધ, કર્મ અનુભવ, કર્મ નિર્જરા સ્વરૂપ વિશિષ્ટ ઉપભોગને મનમાં રાખીને વાચકશ્રીએ કાશ્મણ શરીર ઉપભોગ વિનાનું કહ્યું છે. (હવે કાશ્મણને ઉપભોક્તા કઈ વિવક્ષાથી કહી શકાય તે કહે છે ...) તે આ પ્રમાણે – ઉપર ૨. નેવેર - મુ (. માં.) ૨. પ્રત્યયસ્તનેદશમાનુસ - હા-હા રૂ. àવતિ - (ઉં. માં.) ૪. થપક્ષતા° - ૫ (ઉં.) ૧. મનુવાથ૦ - ૫ (પાં. પા.)