________________
२४५
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
भाष्यम् :- शेषाणि तु सोपभोगानि।
- હતિ - दानादिक्रियारूपेण कषाय-योगप्रत्ययेन वा बन्धेन न कश्चिद् दोषः। एवंविधः सर्वथोपभोगस्तस्य प्रतिषिध्यते नोपभोगसामान्यमिति। अथ कार्मणव्यतिरिक्तानि शरीराणि कथं प्रतिपत्तव्यानीति ? अत आह → शेषाणि तु सोपभोगानीत्यादि (भाष्येण)। उक्तं कार्मणम्, तद्व्यतिरिक्तान्यौदारिक-वैक्रिया-हारकतैजसानि शेषशब्देनाभिधित्सितानि, तानि च सोपभोगानि प्रतिपत्तव्यानि । कथम् ? औदारिके तावन्निर्वृत्त्युपकरणेन्द्रियसद्भावादिष्टानिष्टविषयसम्पृक्तौ सत्यां सुख-दु:खोपभोगः, परिस्फुट-परिनिष्पन्नपाणिपादावयवकलापत्वाच्च वधानृताद्यास्रवद्वारवर्तित्वात् कर्मबन्धानुभव-निर्जराः सिद्धाः, वैक्रिये-ऽप्येवमेव भावना कार्या। आहारके तु शरीरेन्द्रियाभिव्यक्तौ सत्यां सुख-दुःखोपभोगः सम्भवति। नन्वप्रमत्त इत्युक्तं प्राक् को दोषः ? सत्यामपि शब्दाधुपलब्धौ न प्रमाद्यत्यस्याम्, अनवस्थितशुभाशुभगुणाः
ભાષ્યાર્થ: શેષ ૪ શરીરો ઉપભોગ સહિતના હોય છે.
- હેમગિરા
ગ્રહણ કરાયેલ પ્રતિવિશિષ્ટ ઉપભોગ સિવાય વિગ્રહગતિમાં થતી ગમન અને આદાન = ગ્રહણ) આદિ કિયા સ્વરૂપ અને કષાય અને યોગના નિમિત્તવાળા કર્મબંધ સ્વરૂપ સામાન્ય ઉપભોગ વડે તે કાર્મણ શરીર ઉપભોગવાનું કહેવાય તો કોઈ દોષ નથી. આમ આવા પ્રકારનો ઉપરોકત વિશિષ્ટ ઉપભોગ તે કામણ શરીર વિષે સર્વથા નિષેધ કરાયો છે. સામાન્ય ઉપભોગ નિષેધ કરાયો નથી.
કાર્મણ શરીર તો નિરૂપભોગ કહેવાયું પરંતુ કાર્મણ સિવાયના અન્ય શરીરો કઈ રીતના જાણવા ? (ઉપભોગ સહિતના કે ઉપભોગ રહિતના ?) = આ પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત થતો હોવાથી એના ઉત્તર માટે “શેષાશિ તુ તોપમોનિ' ઇત્યાદિ ભાષ્યને કહે છે. તેનો અર્થ આ પ્રમાણે – કાશ્મણ શરીર કહેવાઈ ગયું છે. તેના સિવાયના અન્ય ઔદારિક, વૈક્રિય, આહારક અને તૈજસ શરીરો શેષ શબ્દથી કહેવાને ઈષ્ટ છે અને તેઓ ઉપભોગ સહિતના સ્વીકારવા.
પ્રશ્ન : કઈ રીતે ?
ઉત્તર : તે આ રીતે કે – ઔદારિક શરીર વિશે તો નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિય રહેલી હોવાથી તેની સાથે જ્યારે ઇષ્ટ-અનિષ્ટ વિષયોનો સંપર્ક થાય ત્યારે સુખ-દુઃખનો ઉપભોગ થાય છે. વળી આ ઔદારિક શરીરમાં સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે નિષ્પન્ન એવા હાથ-પગ વગેરે અવયવોનો સમૂહ હોવાથી ઔદારિક શરીરવાળો જીવ હિંસા, અસત્ય આદિ આસવ દ્વારોમાં વર્તે છે અને આથી કર્મબંધ, કર્મ અનુભવ અને નિર્જરા સ્વરૂપ વિશિષ્ટ ઉપભોગો સિદ્ધ છે. વૈક્રિય શરીરમાં પણ એ પ્રમાણે જ ભાવના કરવી. આહારકમાં તો જ્યારે શરીર અને ઇન્દ્રિય અભિવ્યક્ત પ્રગટ ૨. યેન વઘેન-૫ (ઉં. માં.)