________________
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४३
भाष्यम् :- कोप- प्रसादनिमित्तौ शापानुग्रहौ प्रति तेजोनिसर्ग शीतरश्मिनिसर्गकरम्, - ગન્ધત્તિ --
२२८
समासादिततेजोलब्धिस्तेजोनिसर्गमातनोति, क्रोधावेशादरुणलोचनश्चलत्कपोलाधरपुटः कृशानुपुञ्ज इव दुष्प्रेक्ष्यः क्षमावनितया दुर्भग इवातिदूरमपास्तः शापप्रदानं प्रति कृताध्यवसायः स्फुलिङ्गमालाकुलमत्युष्णतेजः प्रयत्नविशेषात् तथा मुञ्चति गोशालादिवद् येन परस्तदैव भस्मसाद् भवति, तथा मनःप्रसादावेशादनुकम्पया वाऽनुग्राह्यपक्षं प्रति प्रह्लादकारिणममृतकल्पं तेजोविशेषमनुष्णदीधितिवद् विधूतसकलपरितापतिमिरराशिमनुग्रहप्रवणमानसः क्षिपति येनाशु सुखास्वादविनिमीलितलोचनोऽपूर्व इव जायते, यथा च भगवतैवोष्णलेश्यापरीताङ्गयष्टिगोशालकलिरनुगृहीतः शीततेजोनिसर्गेण क्रोध-प्रसादौ निमित्तं ययोः शापानुग्रहयोस्तौ क्रोध-प्रसादनिमित्तौ शापानुग्रहावभिमुखीकृत्य तेजोनिसर्गं करोति । हतस्त्वं दग्धस्त्वભાષ્યાર્થ : ક્રોધ અને પ્રસન્નતાના નિમિત્તવાળા શ્રાપ અને અનુગ્રહના અવસરે ઉષ્ણ (કિરણવાળા) તેજ દ્રવ્યને અને શીત કિરણવાળા તેજ દ્રવ્યને ફેંકનાર તૈજસ શરીર છે.
→ હેમગિરા
અનુષ્ઠાન રૂપ સાધનોથી પ્રાપ્ત થયેલ તેજોલબ્ધિવાળો તે જીવ તેજનું (= અગ્નિનું) વિસર્જન કરે છે, (તે આ મુજબ કે -) ક્રોધના આવેશથી લાલ આંખવાળો, કંપિત થતા ગાલ અને હોઠવાળો, આગના સમૂહ (= ભડકા)ની જેમ દુઃખે કરીને જોઈ શકાય એવો, ક્ષમા રૂપી પત્ની વડે દુર્ભાગીની જેમ અત્યંત દૂર ફેંકાઈ ગયેલો, શાપ આપવા માટે કરાયેલા અધ્યવસાયવાળો એવો જીવ ગોશાલા આદિની જેમ વિશિષ્ટ પ્રયત્ન વડે ચિનગારીની શ્રેણીઓથી યુક્ત એવી અતિ ઉષ્ણ આગ (= તેજોલેશ્યા)ને તે રીતે મૂકે છે કે જેના વડે બીજો (= સામેવાળો) બળીને ત્યારે જ ભસ્મીભૂત થઈ જાય છે. (શીતલેશ્યાનું સ્વરૂપ આ પ્રમાણે છે -) તથા મનના પ્રસાદ (= આનંદ)ના ઉછાળાથી અથવા અનુકંપા = કરુણાના કારણે અનુગ્રાહ્ય પક્ષ (= અનુગ્રહ કરવા લાયક વ્યક્તિ) ઉપર આહ્લાદને કરનાર, અમૃત સમાન, નષ્ટ કરાઈ છે સકળ પરિતાપ રૂપ અંધકારની રાશિ જેના વડે એવા તેજવિશેષને (= શીતલેશ્યાને) શીતલ કિરણવાળા ચંદ્રમાની જેમ અનુગ્રહમાં તત્પર મનવાળો જીવ ફેંકે છે જેના (= શીતલેયા) વડે તે (અનુગ્રાહ્ય વ્યક્તિ) શીઘ્ર સુખના આસ્વાદથી વિકસ્વર નયનોવાળો તથા અપૂર્વ રીતે (= ક્યારે પણ પૂર્વમાં નહોતો એવો) સ્વસ્થ થાય છે. જે રીતે ઉષ્ણલેશ્યા (તેજોલેશ્યા)થી ઘેરાયેલો, પાતળા શરીરવાળો અને કલહકારી ગોશાળો શીતલેશ્યાને છોડવા દ્વારા પ્રભુ વીર વડે અનુગ્રહીત કરાયો હતો.
‘ોધપ્રસાનિમિત્તૌ’ આ ભાષ્યગત સામાસિક પદમાં થયેલ બહુવ્રીહિ સમાસના વિગ્રહને જણાવે છે કે- ક્રોધ અને પ્રસાદ = કૃપા નિમિત્ત છે જે શ્રાપ અને અનુગ્રહના એવા તે ક્રોધ અને પ્રસાદના નિમિત્તવાળા શ્રાપ અને અનુગ્રહ, તેને આગળ કરીને (ઉષ્ણ અને શીત રશ્મિવાળા)