________________
• સ્વર્ગાવિનિવદ્ધ-વચનસ્ય તાત્પર્યમ્ -
तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यकल्याणप्राप्तिकारणं पुण्यं कर्म स्यादिति । स्यान्मतम्, नन्वेवमभ्युदयाशंसा कृता स्यात् इष्टशरीरेन्द्रियादिनृ-सुरविशेपप्रादुर्भावफलत्वात् पुण्यस्य, निषिद्धाभ्युपगमे चाभ्युपेतबाधा स्यादिति । उच्यते, नैष दोपः। नृ-सुरैश्वर्यसुखप्रतिपेधात् । नृ-सुरैश्वर्यसुखप्रतिपेधपरं हि मुनेः कृत्स्नं वचनम् ।। " सल्लं कामा”(उत्तरा.९/५३) इत्यादि । स्वर्गलोकगमन-सुकुलं प्रत्यायात्यादिवचनं तु प्रधानार्थनिश्चयदार्यापादनार्थम् । यथाऽ Sनुच्छिन्नारिशेपोऽपि विजिगीपुर्भोगेषु न व्यासज्येतेति, तदुच्छेदाद् भोगेपु व्यासङ्गोऽपि स्वनुबन्ध ♦ હેમગિરા
પ્રશ્ન :- માની લઈએ કે રત્નત્રયીની આરાધનાથી પ્રસંગોપાત પુણ્ય પ્રાપ્ત થાય પણ પુણ્યના સ્વીકારમાં તો અભ્યુદયની વિવિધ આકાંક્ષા કરી કહેવાશે, કારણ કે પુણ્યનું કાર્ય “ઈષ્ટ શરીર, અનુકૂળ ઈન્દ્રિયો તેમજ મનુષ્ય તથા દેવાદિના સુખ વિશેષ પ્રાપ્ત કરાવવા તે છે. વળી તમે હમણાં જ “સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્ર” એ મોક્ષ સુખના ઉપાય છે એમ કહી સાંસારિક સુખોનો નિષેધ કર્યો છે. તેથી નિષિદ્ધના સ્વીકાર કરવાની પણ આપત્તિ આવશે.
१०
:
ઉત્તર ઃ- “અભ્યુદયની આશંસા કે નિષિદ્ધના સ્વીકારની કોઈ આપત્તિ આવતી નથી કારણ કે શાસ્ત્રોમાં દેવ મનુષ્યાદિના ઐશ્વર્ય સુખ તો હેય માનીને નિષેધ કરાયા છે. મુનિનું વચનમાત્ર વિષય સુખના પ્રતિષેધમાં તત્પર હોય છે. તે આ રીતે :- કામ શલ્ય છે. કામ વિષ છે. કામ આસીવિષસર્પની ઉપમાવાળુ છે. કામ સેવન કરાનાર જીવો અકામ (અનિચ્છાએ) દુર્ગતિના ભાગી થાય છે. તેથી તજવા લાયક છે.” ઈત્યાદિ ઉત્તરાધ્યયન્નાદિ ગ્રંથોમાં કહેલું જ છે. જો કે શાસ્ત્રોમાં ધર્માનુષ્ઠાનના પ્રભાવે સ્વર્ગલોકમાં ગમન, ફરીથી સુકુલમાં આવવું વગેરે વચન જે કહ્યા છે તે પણ માત્ર પ્રધાન એવા મોક્ષ અર્થને દઢ કરવા માટે જ છે. અર્થાત્ સ્વર્ગ ગમન આદિનું વિધાન તે વૈયિક સુખને ઉપાદેય માનવાના અર્થમાં નથી પણ મોહનીયાદિ કર્મોને ભોગવી-નિર્જરા કરી, એક સંસારયાત્રા પૂરી કરીને મોક્ષે જવાના અર્થમાં છે.
* ...તો દેવાદિસુખ
અસુખ છે
તે જ રીતે ‘સારા કુળાદિની પ્રાપ્તિ તે પણ સ્વમાન-પ્રતિષ્ઠાદિ માટે નથી પણ ઉત્તમકુળાદિ તે મુક્તિદાયક-સંયમમાં ઉપયોગી સાધન હોવાથી અપેક્ષાએ ઉપાદેય છે એ સંદર્ભમાં છે. અર્થાત્ આમાંય મુક્તિ માર્ગને દઢીકરણ કરવાનો જ આશય છે. પ્રાયઃ મોક્ષાર્થીને પુણ્યાદિના બળે થતી સુકુળાદિની પ્રાપ્તિ કોઈ અભ્યુદયાદિની આશંસા રૂપ નથી હોતી. થોડાક ભાવશત્રુઓ બાકી છે જેને, એવો મુમુક્ષુ જીવ સંપૂર્ણ કર્મો (ભાવ શત્રુઓ)ને જીતવાની ઈચ્છાવાળો હોઈ ભોગોમાં આસક્તિપૂર્વક નથી જોડાતો અને જ્યારે સર્વે ભાવ શત્રુઓ (છેદાઈ) જીતાઈ જાય છે ત્યારે તેને કારણવશાત્ કદાચ (આહારાદિ) ભોગમાં પ્રવૃત્તિ કરવી પડે તો પણ તે પ્રવૃત્તિ શુભ અનુબન્ધવાળી હોય છે. આ રીતે પુણ્યવશાત્ પ્રસંગોપાત આવી પડેલા આ દેવાદિ સુખોમાં મોક્ષાર્થીને અભ્યુદયની
१. सल्लंकामा वीसंकामा कामा आसीवीसोवमा । कामे पत्थिज्जमाणा अकामा जंति दुग्गई (उत्तराध्ययन सूत्र - ९/५३) ૨. પ્રત્યયોત્સાહિ॰ રા./ રૂ. નિશ્વયપવા પાવા રા./