________________
संबंधकारिका-टीकालङ्कृतम् • રત્નત્રયીfમ સુિણસ્થ પ્રસિદ્ધિ છે
का० परमार्थालाभे, दोषेष्वारम्भकस्वभावेषु। कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥३॥ कार्यसिद्धिश्च, यथा इतोऽष्टयोजन्यामुज्जयिनी वर्तते तामेकेनाना गच्छ परेण निवर्तेथाः यदि
चैकेनाना न प्राप्नुयास्ततोऽमुकस्मिन् ग्रामे सुखमुषित्वा श्वः प्रवेष्टासि तूर्णं चागच्छेरित्येतस्माद् वाक्याद् गन्ता प्रश्वस्तः सन् न गमने विरसीभवति, पूर्वस्मात् तु व्याहन्यते, एवं नृ-सुरैश्वर्यर्द्धिनिरपेक्ष उपदेशोऽप्रश्वासाय स्यादिति, ततः प्रश्वासार्थमुच्यते “परमार्थालाभे वा, इत्यादि । ।३ ।।" .
जन्मान्तरसञ्चितानां हि कर्मणां बन्ध-निकाचनाद्यवस्थावैचित्र्यात् तद्धेतुकरागादिदोषाणां च कर्मावाहित्वताच्छील्यात् कश्चित्, तद्भवेनैव निःश्रेयसं नाधिगच्छेत्, तथापि तस्य शुद्धप्रयोगहेतुकं
-- - હેમગિરા - કારિકાર્થ - અથવા આરંભક સ્વભાવવાળા કષાયાદિ દોષોની વિદ્યમાનતાના કારણે જો પરમાર્થ (કર્મ અને કષાયનો સર્વથા અભાવ)નો લાભ ન થઈ શકે તો એ રીતે જ પ્રયત્ન કરવો કે જેથી કુશલાનુબંધી કર્મનો અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય llal વળી બીજી બાજુ પ્રસ્તુતમાં મનુષ્ય કે દેવાદિ સુખોનો નિષેધ કર્યો હોવાથી, તેને તે સુખો પણ નહીં મળે. તેમ થવાથી સાધકનો દર્શનાદિ અંગેનો પ્રયાસ હતાશામાં ફેરવાઈ જશે. ખરેખર વ્યવહારમાં પણ વિશેષ કાર્ય કરવા માટે અમુક મુદત અપાતી દેખાય છે. આ વાતને દષ્ટાંતથી સમજીએ કે કોઈક શેઠે ચાકરને આજ્ઞા કરી કે “અહીંથી ઉજ્જૈન નગરી આઠ યોજન છે. તું ત્યાં એક દિવસમાં જઈને બીજા દિવસે પાછો આવજે; કદાચ એક દિવસમાં ત્યાં ન પહોંચી શકે તો વચ્ચે અમુક ગામમાં સુખપૂર્વક રહીને, બીજા દિવસે પ્રવેશ કરજે પણ પાછો જલ્દી આવજે” આ ઉપરના વાક્યમાં જનાર વ્યક્તિને અમુક સમય મર્યાદાની-રાહત આપવા વડે આશ્વસ્ત કરાયો છે. તેથી ઉજૈન જવામાં અરૂચિ ન બતાવે, જો એક જ દિવસમાં જઈને આવ” એવી આજ્ઞા કરવામાં આવે તો તે વ્યક્તિ ઉદ્વેગ પામે અને જતા અટકે. એ જ રીતે માનવ કે દેવાદિના ઐશ્વર્યથી અત્યંત નિરપેક્ષ (રાહત વગરના) એવા મોક્ષ માત્રનો ઉપદેશ એ હતાશા કે ઉગ માટે કેમ ન બની શકે ?
કરેલો ધર્મ નિષ્ફળ ન જાય . સમાધાન :- આના સમાધાનમાં શાસ્ત્રકાર ત્રીજી કારિકા કહે છે. ખરેખર અનેક જન્મોમાં સંચિત કર્મોની બન્ધ, નિકાચનાદિ વિચિત્ર દશાના કારણે તેમજ કર્મબંધાદિ અવસ્થામાં હેતુભૂત એવા રાગાદિ દોષો જે કર્મનું આપાદન કરવાના સ્વભાવવાળા છે, તેવા આ રાગાદિ દોષોના કારણે કદાચ તે જ ભવમાં મુક્તિ હસ્તગત ન થાય, તો પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં હેતુભૂત તથા પરંપરાએ મુક્તિ પ્રાપ્તિનું કારણ માનવ ભવ ઉત્તમકુળ, સુગુરૂ સંયમાદિ યોગોની પ્રાપ્તિ કરાવનાર) એવું પુણ્ય કર્મ તે જીવને અવશ્ય પ્રાપ્ત થાય જ છે તેમાં કોઈ શંકા નથી. १. अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्। (भगवद्गीता) "थोवं वि अणुट्ठाणं, आणप्पहाणं हणेइ पावभरं। लहुओ रविकरपसरो, दहदिसितिमिरं पणासेइ ।" इत्यादिसिद्धान्तवचनमप्यत्रविभावनीयम् ।