________________
संबंधकारिका-टीकालङ्कृतम्
• મવાર ધનનિ • विधेय-प्रतिषेध्यविवेकप्रदर्शनार्थं हि कारिकाद्वयमाद्यम् । परमकार्यमभीप्सद्भिः प्रधानपुरुषार्थप्राप्तिकाङ्क्षिभिः परहितप्रेप्सुभिर्निःश्रेयसार्थिभिरित्यर्थः । परमनिर्वृत्तेरग्र्यत्वात् तत्सिद्धियोग्यताऽप्रतिघसामर्थ्यादेवंप्रकारसाधनगुणसमग्रैर्भाव्यम; अर्थापास्ततद्विपरीतार्थतत्साधनपरिहारिभिश्चेति अतो विधेयोऽर्थः । कर्मक्लेशानामत्यन्ताभावादनवरताप्रतिपातिमुक्तिसुखं, सम्यग्दर्शनादीनि तत्साधनानि च, अर्थाद् व्युदसनीयः संसारसुखाभिलापः तत्सुखसाधनानि च, तस्मान्निःश्रेयसावाप्तये यतितव्यम्, तत्सिद्धिसमर्थं च साधनमारोग्यस्येव चिकित्सा सम्यक् श्रद्धानज्ञानसंवरतपांसीति, नृसुरैश्वर्यसुखतत्साधनार्थं च न यतितव्यमिति । यतश्चैवं सम्यग्दर्शन-ज्ञान-तपोगुणसामग्रीयोगयुक्तस्य द्रव्य-क्षेत्र-काल-भावप्रभेदसंसारमहादुःखप्रपञ्चापातमहाभयहेतूनां कात्स्न्येन प्रक्षयादात्यन्तिकीदुःखनिवृत्तिर्निप्रतिद्वन्द्वाप्रतिपातिपरमसुखलाभश्चोपपद्यते, तस्मादुक्तं
- હેમગિરા અર્થીઓને આદરવા લાયક (વિધેય) શું અને ન કરવા લાયક (પ્રતિષેધ્ય) શું? એ બન્ને વચ્ચે રહેલી ભેદ રેખાને સ્પષ્ટપણે દેખાડવા માટે જ ખરેખર પ્રથમ બે કારિકા છે. પ્રથમ કારિકામાં વિધેયને જણાવતા કહે છે - શ્રેષ્ઠકાર્યની અભીપ્સારાખનારા એટલે પ્રધાન પુરુષાર્થ (ઉપાય)ના અભિલાષી, પરહિતના અત્યંત ઈચ્છુક એટલે મોક્ષ પ્રાપ્તિ અંગેના શ્રેયના અર્થીઓએ (પ્રથમકારિકામાં નિર્દિષ્ટ) સમ્યગ્દર્શનાદિ ગુણોથી સંપન્ન બનવું જોઈએ કારણ કે સર્વસિદ્ધિઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ મોક્ષ છે, આ સિદ્ધિની યોગ્યતા માટે અપ્રતિઘ (પ્રબળ) સામર્થ્ય પૂર્વક ઉક્ત સમ્યગ્દર્શન વગેરે સાધનગુણથી સંપન્ન બનવું જરૂરી છે. અર્થાત્ ઉપલક્ષણથી સહજરૂપે ઉપર નિષિદ્ધ કરેલ, તદ્ (મોક્ષ થકી) વિપરીત અર્થકામાદિ અને તદ્ (મોક્ષના) વિપરીત સાધન થકી અર્થના સાધન આ બન્નેનો પરિહાર કરનારા થવું જોઈએ. ભાવાર્થ એ છે કે અર્થ કામના સાધનોનો પરિહાર કરવા પૂર્વક મોક્ષાર્થીએ તે મોક્ષને અનુરૂપ (પ્રથમ કારિકામાં કહેવાયેલ દર્શનાદિ) સાધનગુણથી સમ્પન્ન | બનવું જોઈએ. (એમ પ્રથમ કારિકાનું હાર્દ કહેવાયું છે.) *
* ...તો માનવભવ સાર્થક થાય # શાશ્વત અને અપ્રતિપાતિ એવું મુક્તિ સુખ, કર્મ અને કલેશોનો અત્યંતાભાવ થવાથી મળે છે. અર્થાત્ સાંસારિક સુખાભિલાષા તેમજ તેના સાધનોનો મોક્ષાર્થીએ નિષેધ સમજવો. તેથી નિઃશ્રેયસ (મોક્ષ) પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. મોક્ષ સિદ્ધિમાં સમર્થ સાધનો ક્યાં છે ? તે જણાવતાં કહે છે કે જે રીતે શારીરિક સ્વસ્થતા માટે ઉચિત ચિકિત્સા જરૂરી છે, તેમ આત્મિક ભાવારોગ્ય માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સંવર અને તપ રૂપ સમ્મચારિત્ર આ ત્રણે સાધનો જરૂરી છે. ઉત્તમ (મોક્ષાર્થી) પુરુષોએ રાજસુખ કે ઐશ્વર્યાદિ માટે અથવા તેના સાધન માટે યત્ન ન કરતા, સમ્યગ્દર્શનાદિ સાધનમાં જ ઉદ્યમવત્ત બનવું. કારણકે આ સમ્યગ્દર્શન, જ્ઞાન તથા તપ ગુણ રૂપ સામગ્રીના યોગથી જીવના દ્રિવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ઘણા પ્રભેદવાળા આ સંસારના . મહાદુખમય ખટપટોથી આવતા મહાભયોના કારણોનું સમગ્ર પણે ઉન્મેલન થાય છે, અને તેમ ૨. પ્રતિ’ .. ૨. પ્રતિ પ..