SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ • शास्त्ररचनाप्रयोजनमावेदनम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य भाष्यसम्बन्धकारिका सम्यग्दर्शनशुलं, यो ज्ञानं विरतिमेव चाप्नोति। दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ।।१।। जन्मनि कर्मक्लेश-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो, यथा भवत्येष परमार्थः ।।२।। नास्थेय इत्यर्थः । सर्वस्यास्य विषयसुखर्द्धिफलत्वात् तद्दोषदुष्टत्वादिति, परमर्षेः प्रवक्तुनिसर्गादेव लोकानुग्रहकारितायां प्राणिनां च हिताहितविभागोपदेशविशिष्टानुग्रहहेत्वभावान्निःश्रेयसावाप्तिहेतूपदेशप्रवृत्त्युपपत्तेः, सदाचार्ययुक्तितो हिताहितप्राप्ति-परिहारार्थिनां च कामादिषु दोषदर्शनान्निःश्रेयसार्थित्वान्निःश्रेयसमार्गोपदेशः शास्त्रे प्रवर्त्तते इत्ययं शास्त्रप्रवृत्तिहेतुकृतः शास्त्रसम्बन्धः । स चायं भाष्यकारिकाभिः प्रकाश्यते- पुरुषार्थसिद्धिं प्रत्यागूर्णानां हिताहितप्राप्ति-परिहारार्थिनां - હેમગિરા કારીકાર્ય - સમ્યગ્દર્શનથી શુદ્ધ એવા જ્ઞાન અને ચરિત્રને જે પ્રાપ્ત કરે છે. તેના વડે દુઃખનું કારણ એવો પણ આ માનવ) જન્મ સાર્થક થાય છે. ૧. કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં એવો પ્રયત્ન કરવો કે જેથી કર્મ અને કષાય (કર્મથી કરાયેલ લેશો)નો સર્વથા અભાવ થાય ખરેખર એજ પરમાર્થ છે //રા (સર્વનાશ)ના અર્થી જીવોને તે દુઃખના અત્યન્તાભાવમાં આ અભ્યદયફલક ધર્મ, અર્થ કે કામ હેતુ રૂપ બની શકતા નથી. તેથી માત્ર સંસારના અભ્યદયનું ફળ આપનાર એવા ધર્મ, અર્થ અને કામનો ઉપદેશ એ હિતોપદેશ નથી. માટે કોઈએ પણ માત્ર અભ્યદયફલક અર્થાદિ પુરુષાર્થના ઉપદેશમાં પ્રયત્ન ન કરવો. કારણ કે આ પુરુષાર્થ ક્ષણિક-વિષય સુખની સમૃદ્ધિનું કારણ છે આ સુખ પરિણામે દુઃખ-દુર્ગતિ રૂપ કટુ વિપાકવાળા દોષોથી દૂષિત છે. * હેતુકૃત શાસ્ત્રસંબંધને સમજીએ ૪ ‘હિત શેમાં? “અહિત શેમાં? એવા હિતાહિતના વિભાગ અંગેનો ઉપદેશ આપતી વિશિષ્ટ અનુગ્રહાત્મક સામગ્રી સામાન્ય જીવો પાસે નથી હોતી. તેથી લોકો ઉપર અનુગ્રહ કરવાની ભાવનાથી પ્રવક્તા એવા પરમર્ષિઓ તરફથી મોક્ષ પ્રાપ્તિના સાધનો વિશે ઉપદેશ કરવાની પ્રવૃત્તિ સ્વભાવથી જ થતી હોય છે. પ્રસ્તુતમાં પણ સુવિહિત આચાર્ય (ઉમાસ્વાતીજીએ) રચેલ ઉપાયરૂપ યુક્તિઓથી હિત પ્રાપ્ત કરવાના અને અહિત પરિહાર કરવાના અર્થીઓ કામાદિમાં દોષ-દર્શન કરે અને તેથી શ્રેયકારી એવા મોક્ષના અર્થી બને, તે માટે જ નિઃશ્રેયસ એવા મોક્ષમાર્ગનો ઉપદેશ આ શાસ્ત્રમાં પ્રવર્તે છે. આ પ્રમાણે આ શાસ્ત્રને પ્રવર્તાવાનો હેતુ તે મોક્ષનો ઉપાય દર્શાવવાનો છે, આ જ હેતુ રૂપ સંબંધને લઈ આ શાસ્ત્ર પ્રવર્તે છે. આ સંબંધને શાસ્ત્રપ્રવૃત્તિહેતુકૃત સંબંધ” કહેવાય. અને તે સમ્બન્ધ રચાયેલ ૩૧ (ભાષ્યસંબંધી) કારિકાઓ વડે પ્રકાશિત કરાય છે. તેમાં સર્વ પ્રથમ પ્રારંભની બે કારિકાનું હાર્દ ટીકાકારશ્રી જણાવે છે. તે આ મુજબ – પુરુષાર્થથી સિદ્ધિ મેળવવા પ્રયત્નશીલ બનેલા એવા હિતપ્રાપ્તિ અને અહિત પરિહારના
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy