________________
• સુવર્ચા વિધ્યમ્' तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यच क्लेशार्तिहेतून् परिजिहीर्षन् सुखानन्दनिमित्तोपादित्सया च सर्वक्रियासु प्रवर्तते। सुखदुःखप्राप्त्यभावश्च लोके तन्त्रान्तरेषु च सन्निकृष्टकारणभावोऽभीप्स्यते धर्मस्यार्थकामयोश्च । सुखं हि द्विविधं वैषयिकभेदानिर्वाणप्राप्तिलब्धात्मस्थसुखभेदाच्च, तत्र यन्मौक्षं सुखं तदात्यन्तिकमैकान्तिकमनतिशयमनाबाधकं केवलं निराबाधं स्वाधीनं च। शश्वदप्रतिपातादात्यन्तिकम्, व्यतिकीर्णसुख-दुःखहेतुभावार्थान्तरानपेक्षत्वादैकान्तिकम्, प्रकर्षकाष्ठावस्थानादनुत्तरत्वादनतिशयम्, प्राण्युपमर्दनजलौकिकसौख्यवैपरीत्यादनाबाधकम्, सर्वद्वन्द्वस्पर्शविषयातिक्रमाद् दुःखलेशाकलङ्कितं केवलम्, निष्प्रतिद्वन्द्व
- હેમગિરા હકીકતમાં દુઃખથી ઉદ્વિગ્ન બનેલ જીવ માત્ર સુખની અભિલાષા રાખે છે. અને તે સુખ પ્રાપ્ત કરવા તથા દુઃખના અભાવ માટેની ઈચ્છા જીવમાં સદા રહી છે અને તે માટે કલેશાદિ દુઃખના સર્વ કારણોનો વિનાશ કરવા તથા સુખ અને આનંદના નિમિત્તોને આદરવાની ઈચ્છાથી જીવ પ્રાયઃ સર્વ ક્રિયાઓમાં પ્રવર્તે છે. લોકમાં અને ઈતર દર્શન-શાસ્ત્રોમાં પણ સુખ પ્રાપ્તિ અને દુઃખના અભાવ માટે ધર્મ પુરુષાર્થ, અર્થ અને કામ પુરુષાર્થ અતિ નિકટના કારણો મનાયા છે. (પ્રસ્તુત લોકોત્તરશાસ્ત્રનું પ્રયોજન જીવને માત્ર દુઃખનો અભાવ થાય કે પ્રાસંગિક સુખો મળે એટલા પુરતું નથી પરંતુ દુઃખનો સર્વથા અભાવ અને શાશ્વત (મોક્ષ) સુખ મળે તે છે. એ વાતને સ્પષ્ટ કરતા , કહે છે) સુખ બે પ્રકારના છે. (૧) વૈષયિક સુખ (= શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શજન્ય પરાધીન ક્ષણિક સુખ) (૨) નિર્વાણની પ્રાપ્તિ રૂપ આત્મિક સુખ (= અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોનું સ્વાધીન - શાશ્વત સુખ) આ બીજું મોક્ષ સુખ “આત્યંતિક, એકાંતિક, અનતિશય, અનાબાધ, કેવળ, નિરાબાધ અને સ્વાધીન આ સાત વિશેષતાવાળું છે.'
છે સાચા સુખની ઓળખાણ છે (૧) આત્યંતિક :- જે સુખનું કયારેય પતન નથી થવાનું તેવું શાશ્વત. (૨) એકાંતિક - જેમાં સુખ પછી દુઃખ આવી મિશ્ર પરમ્પરા ચલાવનાર કોઈ પદાર્થોની અપેક્ષા
નથી રહી. અર્થાત્ એકમાત્ર સુખની પરમ્પરાવાળુ જે સુખ તે. (૩) અનતિશય - સર્વ શ્રેષ્ઠ કક્ષાવાળુ હોવાથી આ સુખ સર્વ સુખોથી ચઢીયાતું છે. અર્થાત્
જે સુખ કરતાં ચઢીયાતું કોઈ સુખ નથી તેવું. (૪) અનાબાધક - જીવોના સંહારથી ઉત્પન્ન થયેલ લૌકિક સુખથી વિપરીત, જે સુખમાં કોઈપણ
જીવને ભય કે બાધા થતી નથી, અર્થાત્ જીવો “અભય” પામે તેવું નિર્દોષ સુખ. (૫) કેવલ :- ઠંડી, ગરમી આદિ દ્વન્દ્રો (ઉપાધિઓ)ને ઉત્પન્ન કરનાર વિષયોથી પર હોઈ દુઃખના
લેશ માત્રથી પણ જે કલંક્તિ નથી તેવું સુખ.
9. “મવાધવું
. સી ૨. પ્રતિપતિ
માં ઉંડા રૂ. વધ° મ હું ૪. ટુર્લફ્લેશ
..