________________
संबंधकारिका-टीकालङ्कृतम्
• અનુવન્યવતુષ્ટયકલન • मोक्षमार्गोपदेशः श्रेयान् परिनिर्वाणस्य पुरुषार्थप्राधान्यात्, दुःखोद्वेगाद्धि जीवलोकः सुखप्रेप्सया
-- હેમગિરા - (૧) વિષય :- “સંયોગને વર્તમેવ વિન્સ” આ પદથી ટીકામાં પ્રતિપાઘ વિષય “તત્ત્વોનો
સંગ્રહ” છે તે જણાવ્યું. આશય એ છે કે તત્ત્વાર્થાધિગમસૂત્રના સંયોજન (સંગ્રહ) રૂપ વિષયની
આ ગ્રંથમાં વિચારણા કરાય છે. (૨) અધિકારી - મધ્યમ પ્રકારે તત્ત્વના અર્થ જાણવાની-સમજવાની ઈચ્છાવાળા તત્ત્વજિજ્ઞાસુઓ
જ આના અધિકારી છે. (૩) સંબંધ :- ‘તત્ત્વાર્થ' ગ્રંથ અને તત્ત્વાર્થ રૂપ અભિધેયાર્થ એ બન્ને વચ્ચે “પ્રતિપાઘ-પ્રતિપાદક
કે “બોધ્ય-બોધક ભાવ” રૂપ સંબધ છે. “નિર્માનાર્થ” પદથી ગુરૂપરંપરાગત અને આગમ પરંપરાગત સંબંધ પણ ગર્ભિત રીતે સૂચવ્યો છે. અર્થાત્ ટીકાકાર કોઈ જેવા તેવા ગ્રંથ ઉપર ટીકા રચવા નથી બેઠા અથવા સ્વમનિષીકા (સ્વમતિ)થી કોઈ નવો ગ્રંથ નથી રચતા, પણ તીર્થંકર પ્રભુ દ્વારા કથિત તત્ત્વોનું સંયોજન જેમાં કરાયું છે, એવા વાચક પ્રવર
શ્રી ઉમાસ્વાતિ મહારાજા દ્વારા વિરચિત તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર ટીકા રચવાના છે. (૪) પ્રયોજન - અતિ સંક્ષિપ્ત અને અતિ વિસ્તૃત જિજ્ઞાસુઓને આશ્રયી તત્ત્વાર્થસૂત્ર ઉપર મોટી
નાની અનેક ટીકાઓ પૂર્વ મહર્ષિઓ વડે રચાઈ છે તેથી મધ્યમ જિજ્ઞાસુને બોધ આપવાના પ્રયોજનથી આ મધ્યમ ટીકા કરવામાં આવી છે.
મંગલાચરણ તેમજ વિષય-સંબંધ-પ્રયોજન અને અધિકારી એમ ચાર અનુબંધ સાથે પાંચ મુદા આ શરૂઆતના ચાર શ્લોકમાં બતાવ્યા છે.
# દોષ દૃષ્ટિના ચશ્મા વિનાના સજ્જનો & - પ્રાયઃ ગ્રંથની શરૂઆતમાં કે અંતમાં સજ્જન પ્રશંસા અને દુર્જન નિંદાનો ઉલ્લેખ કરવો એ ગ્રંથકારોની પ્રસિદ્ધ પ્રક્રિયા છે. પરંતુ પ્રસ્તુત ટીકાકાર જિનાલાસનના સાધુ હોવાથી કોઈની પણ નિંદા કરવી ઉચિત નથી સમજતાં, દુર્જનો પ્રત્યે ઉપેક્ષા રાખવી એ જ પોતાનું કર્તવ્ય સમજે છે. માટે પાંચમા શ્લોકમાં “જોષિતયા વિનાd:” ઈત્યાદિ પદથી દુર્જનોની ઉપેક્ષા કરી, માત્ર સજજનની પ્રશંસાનું પ્રદર્શન કર્યું છે. તે આ પ્રમાણે :- “ટોષો વિમાનો િતચ્ચિત્તાનાં પ્રવાશ?” અર્થાત દુર્જનવર્ગ ગ્રંથકારના અભિપ્રાયને સમજ્યા વિના દોષ કાઢવાના પ્રયાસો કરતા હોય છે. કારણકે એમનામાં છિદ્ર જોવાની કુટેવ રહેલી છે. પરંતુ જેઓ સજ્જન છે તેઓ “જોષિતયા વિનાન” = છિદ્ર જોવાની ઈચ્છાથી રહિત હોવાથી ગ્રંથકારના ઊંડા અભિપ્રાયને સમજીને આનંદિત થાય છે. કાંઈ ભૂલ દેખાય તો તેનું પરિમાર્જન-સમાધાન કરી નાંખે છે. કારણકે તેઓ દોષ દષ્ટિથી રહિત અને ગુણ દૃષ્ટિથી સહિત હોય છે. તેથી મારી આ કૃતિ તેવા સજ્જન પુરૂષો માટે ગ્રાહ્ય છે (એમ કહી પાંચમા શ્લોકમાં ટીકાકારે સજ્જનની પ્રશંસા કરી છે.)
સર્વ પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થની પ્રધાનતા હોવાથી મુક્તિમાર્ગનો ઉપદેશ કલ્યાણકારી છે.