________________
• મંતાવરણમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यउक्तं जिनेन्द्रैर्जगदेकनाथैः, सर्वं नयद्वैतमतानुसारि । ज्ञेयस्वरूपं प्रविभज्य सम्यक्, संयोजनं केवलमेव चिन्त्यम् ।।४।। इन्द्रवज्रा विमुक्तिमार्गे मुनिनाथदेशिते, व्यधायि मौढ्याद् यदसाम्प्रतं मया । तितिक्षतां तत् सुजनः समाधिना, विलोक्य रन्धेषितया विनाकृतः ।।५।। वंशस्थविलम्
– હેમગિરા - મહર્ષિઓએ તે તે પ્રકારના સંક્ષિપ્ત અને વિસ્તૃત શાસ્ત્ર(તત્ત્વાર્થી-વિવરણ રચ્યા જ છે, તો પણ મારા જેવા કોમળ બુદ્ધિવાળા જીવો મધ્યમ માર્ગે સંચરવાને ઈચ્છે છે. (તેથી આ તત્ત્વાર્થ ગ્રંથ પર મધ્યમ ટીકા હું લખું છું.) all
જગતના એક માત્ર નાથ જિનેશ્વર દેવોએ બધાં જ શેયપદાર્થોના સ્વરૂપને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ ઉભયનયને અનુસાર સમ્યફ રીતે વિભાગીકરણ કરીને કહ્યું છે. આપણે (ટીકાકારે) તો તેના સમ્યફ સંયોજનને જ વિચારવાનું છે, અર્થાત્ બન્ને નયને આશ્રયી પદાર્થો (તત્ત્વો)ની ગોઠવણ સમજવાની છે. જો
સર્વજ્ઞ કથિત મોક્ષમાર્ગ રૂપ આ તત્ત્વાર્થાધિગમસૂત્રને વિશે મૂઢતાને લીધે મારા વડે જે અનુચિત કરાયું હોય તેને જોઈને છિદ્ર જોવાની દૃષ્ટિથી રહિત એવા સુજન લોક સમાધાન કરવા વડે સહન (=ક્ષમા) કરે. પી.
* ત્રણ પ્રકારના મંગલને આદરીએ * કોઈપણ કાર્યનો આરંભ કરતાં પહેલા તે નિર્વિઘ્ન સમાપ્ત થાય એ ઉદેશથી મંગલ કરવું એ શિષ્ટ લોકોનો આચાર છે. મંગલ એને કહેવાય કે જેના દ્વારા ઈષ્ટ કાર્યમાં પ્રતિબંધક વિજ્ઞનું નિવારણ થઈ જાય. મંગલ ત્રણ પ્રકારના હોય છે.
(૧) ઈષ્ટદેવ અને ગુરુને નમસ્કાર રૂપ મંગલ (૨) આશીર્વાદ રૂપ મંગલ (૩) પ્રતિપાદ્ય વસ્તુના સંક્ષિપ્ત નિર્દેશ રૂપ મંગલ. અહીં પ્રસ્તુતમાં પણ ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિવર મહારાજાએ પ્રથમ
શ્લોકમાં- “પ્રીમમ- ત” ઈત્યાદિ પદોથી ગુરુવરશ્રીને નમસ્કાર રૂપ પ્રથમ મંગલ કર્યું છે. દ્વિતીય શ્લોકમાં ‘હું વિદત્તાં ઈત્યાદિ પદોથી આશીર્વાદ રૂપ દ્વિતીય મંગલ કર્યું છે અને તૃતીય શ્લોકમાં “ચાતું પથા વાચ્છતિ મધ્યમેન” ઈત્યાદિ પદોથી પ્રતિપાદ્ય વિષયને સંક્ષેપથી કહેવા રૂપે સંક્ષિપ્ત નિર્દેશરૂપ તૃતીય મંગલ કર્યું છે. અર્થાત્ પોતે તત્ત્વાર્થસૂત્ર ઉપર મધ્યમ ટીકા લખવાના છે આમ કહેવા દ્વારા ટીકાના અભિધેયાર્થનો સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે. “અનુવબત્તિ = તોડ્યાન પ્રખ્યાધ્યયને અનુવન્તિ તે કુવન્યા:” અર્થાત્ લોકો ગ્રંથાધ્યયનમાં જેના દ્વારા ઉત્સુક થાય તે અનુબંધ કહેવાય છે. આ અનુબંધ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) વિષય (૨) અધિકાર (૩) સંબંધ (૪) પ્રયોજન. આ અનુબંધચતુષ્ટય ટીકાકારશ્રીના ત્રીજા અને ચોથા શ્લોકના કેટલાક પદોમાં અંતર્ગર્ભિત છે તે આ રીતે