________________
।। શ્રી શંદેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।।
।। શ્રી ગૌતમ ધરાય નમઃ || ।। ચરમતીર્થપતિ શ્રી વર્ષમાનસ્વામિને નમઃ ।। ।। શ્રી વાવમુક્યાય નમઃ ।। || શ્રીનિ-વૃદ્ધિ-મુત્તિ-મતા-સર-ચન્દ્ર-પ્રમવવન્દ્ર-હેમપ્રમસૂરીશ્વરમ્યો નમઃ || पञ्चशतीप्रकरणप्रणेता श्री * उमास्वातिवाचकगुम्फितं स्वोपज्ञभाष्यसमेतम् गन्धहस्तीश्रीसिद्धसेनगणिप्रणीतवृत्तिविभूषितम्
तत्त्वार्थाधिगमसूत्रम्
[स्वोपज्ञभाष्यसम्बन्धकारिकायाः श्रीसिद्धसेनगणिप्रणीतटीका प्रारभ्यते । ] जैनेन्द्रशासनसमुद्रमनन्तरत्न- मालोड्य भव्यजनतोषविधायि येन ।
रत्नत्रयं गुरुसमुद्धृतमिद्धबुद्ध्या तत्त्वार्थसङ्ग्रहकृते प्रणमामि तस्मै ।।१ ।। वसन्ततिलका स एव धीरो विधुरां धियं मे, नय-प्रमाणादिविचारनीतौ ।
पटुं विधत्तां व्यसनावमग्ने, कुर्वन्ति सन्तः करुणामवश्यम् ।।२।। उपजातिः सङ्क्षिप्त-विस्तीर्णरुचिप्रबोधैः, पूर्वैर्मुनीशैर्विवृतेऽपि शास्त्रे ।
यातुं पथा वाञ्छति मध्यमेन, बुद्धिर्मदीया परिपेलवापि । । ३ । । इन्द्रवज्रा
હેમગિરા (ગુજરાતી અનુવાદ) -
૫૦૦ ગ્રંથના રચયિતા વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજે રચેલ તત્ત્વાર્થાધિગમસૂત્ર, સાથે સ્વોપજ્ઞભાષ્ય અને તેના ઉપર ગંધહસ્તી શ્રી સિદ્ધસેન ગણિવરે રચેલ વૃત્તિનો ગુર્જર શબ્દાનુવાદ-ભાવાનુવાદ પ્રસ્તુત થાય છે. શ્રદ્ધાસુરલતાના બળે મતિ માહરી નિર્મલ બને, સાન શક્તિના બળે વાચાની શક્તિ ઉદ્ભવે, સચ્ચરણના સુંતેજથી મુજ દેહ સુદ્રઢતા ધરે, શ્રી પાર્શ્વશંખેશ્વર કૃપાથી સિદ્ધિ શ્રુતની સંપજે ॥૧॥
|
વાચક પ્રવર પૂર્વજ્ઞ ઉમાસ્વાતિ ગુરૂ મુજ મનવસે, ગણિરાજ શ્રી સિદ્ધસેન નામે તર્ક શક્તિ નીપજે, ગુરૂ ‘હેમ’-જય-યશની કૃપાથી ધૈર્યતા મારી વધે. દેવી સરસ્વતીના પ્રસાદે શબ્દ શક્તિ સંચરે ॥૨॥ શ્લોકાર્થ :- જેમાં અનંત સિદ્ધાંત રૂપી રત્નો રહેલા છે તેવા આ જિનશાસન રૂપી સમુદ્રને વલોવીને, પોતાની તેજસ્વી બુદ્ધિ વડે ભવ્ય જીવોને આનંદ આપનાર એવા દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી મહાકિંમતી રત્નોનો જેમણે ઉદ્ધાર કર્યો છે, તેવા તત્ત્વાર્થસૂત્રના કર્તા વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાને હું પ્રણામ કરૂં છું. ||૧||
નય અને પ્રમાણાદિ વડે તત્ત્વનો વિચાર કરવામાં અતિ વિક્લ એવી મારી મતિને, ધીર એવા તે ગ્રંથકારશ્રી ઉમાસ્વાતિજી મહારાજ પટુતા પ્રદાન કરો. ખરેખર દુઃખમાં પડેલા લોક વિશે સજ્જન પુરુષો અવશ્ય કરુણા કરે જ છે. ॥૨॥
· જો કે સંક્ષેપ અને વિસ્તૃત તત્ત્વરૂચિવાળા જીવોને વિશેષ બોધ આપવાવાળા એવા પૂર્વ *. જુઓ પરિશિષ્ટ-૪ ટી-૧. ૨. પીત્તે ત્તિ. ૨. વિશ્તા મુ.ગ્રા. (માં.રા)