________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા ૦
મારા ભવોદધિતારક પૂજ્ય ગુરુદેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોની સ્મૃતિમાં ગુજરાતી - અનુવાદનું નામ તેઓશ્રીના પ્રભાવક નામને આશ્રયીને “હેમગિરા” એ પ્રમાણે રાખ્યું તથા મંગલાચરણમાં પૂજ્ય ગુરુદેવશ્રીના નામ સાથે વિદ્યાગુરુવર્યોના પુણ્ય નામ અંકિત કરીને આ ટીકાના અનુવાદનો શુભારંભ કર્યો. દેવગુરુની કૃપાના સહારે આ અનુવાદના કાર્યની ગાડી આગળ ચાલી. દરિયા જેવી આ ટીકાના ભાવાર્થો ગૂઢાર્થો ખોલવા માટે અનેક આગમ દાર્શનિક-વ્યાકરણ ગ્રંથોનો આધાર લેવો
ન્યાય
પડ્યો છે.
=
=
વિદ્યાગુરુવર તથા ક્યારેક મળેલા બીજા પણ વિદ્વાનો સાથે વિચાર-વિમર્શ કરી, ક્લિષ્ટ પંક્તિઓના ઐદંપર્યાર્થ તાત્પર્યાર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. જટીલ પંક્તિઓના અર્થને સ્પષ્ટ કરવા, ક્યાંક, અર્થનો વિસ્તાર પણ કર્યો છે. ક્યાંય પદાર્થ બરાબર સમજાય એટલા માટે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ આદિ ચાલના=પ્રત્યવસ્થાનની વ્યાખ્યા પદ્ધતિને અપનાવી છે.
ટીકાગત વ્યાકરણ સંબંધી વિષયોનું સ્થાન શૂન્ય ન રહી જાય તે માટે સામાન્યતયા અર્થ કર્યો છે, વિસ્તાર નહિ. ગુજરાતી ભાષામાં શબ્દ જોડણી અંગે અનેક વૈવિધ્ય છે. જેમ કે, ‘અહિ-અહીં, વિશે-વિષે' આવા ઉભય પ્રયોગોનો અમે અનુવાદમાં ઉપયોગ કર્યો છે. કેટલાક સ્થાનોમાં ક્યાંક પાઠાંતરોથી પણ અર્થસંગતી થતી હોય તો તે પણ કરવાનો પ્રયાસ કર્યો છે.
-
૫૩
અમદાવાદથી આબૂ-નાકોડા-જોધપુ૨-પાલી, પાલીથી-પીપાડ-મેડતા-સોજતસીટી-રાણકપુર પંચતીર્થિ-જીરાવલારામસણ-ડીસા-પાટણ-મહેસાણા-અમદાવાદ, પાલીતાણા, પાલીતાણાથી ફરી અમદાવાદ ઇત્યાદિ ૨ વર્ષની વિહારયાત્રાની વચ્ચે દેવગુરુના પાવન અનુગ્રહે તથા ચતુર્વિધ શ્રી સંઘના સહાયક બળે પ્રથમ અધ્યાયના સંપાદન અને અનુવાદનું આ કાર્ય સંપૂર્ણ થયું છે. જો યોગ બનશે તો સંપૂર્ણ દસ અધ્યાયના તથા શ્રી દેવગુપ્તસૂરિજીકૃત સંબંધ કારિકાના અનુવાદ તથા સંશોધન - સંપાદનનું કાર્ય પણ આ જ પદ્ધતિથી કરીને હવે એક સાથે પ્રકાશિત કરવાની અમારી ભાવના છે.
સંવેગગશાળા ગ્રંથના અંતિમ ૫૦૦૦ શ્લોકની સંસ્કૃત છાયાનું કાર્ય પણ સહવર્તી સાધુઓ યથાયોગ્ય કરી રહ્યા છે. આ સર્વ કાર્ય માટે સામર્થ્ય-સંયોગ અને સામગ્રી અમને પ્રાપ્ત થાય એવી નમ્રભાવે હાર્દિક પ્રાર્થનાનિવેદન, પરમાત્મા + શાસનદેવ તથા શ્રીસંઘને હું કરું છું.
-
૨૩. ભૂમિકાની પાર્શ્વભૂમિ
પ્રાચીન સાહિત્ય સંશોધક સંપાદક, શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. તથા તાર્કિક શિરોમણી શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ. સા. ત૨ફથી પ્રેરણા સૂચના આવી કે “તમે તત્ત્વાર્થના સંપાદન અનુવાદનું કાર્ય કરી રહ્યાં છો તે આનંદની વાત છે પણ સાથે સાથે શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજના નામગામ-ગુરુ-શાખા-ગ્રંથો તથા તેમનો સમય, તેમનું વાચક વિશેષણ તથા એમના માટે સંભળાતા ૧૦પૂર્વીના પ્રઘોષ અંગે અને સિદ્ધસેનગણિ મહારાજના ગંધહસ્તી વિશેષણ અંગે એક વ્યવસ્થિત લખાણ તૈયાર કરવા જેવું તેમજ અદ્યતન દિગંબર વિદ્વાનોના આધુનિક લેખોમાં જે આક્ષેપો - ખોટે ખોટા પ્રચારો થયા છે, તેની પણ સમીક્ષા કરવાની જરૂરી છે. માટે આ સૂચનાને ધ્યાનમાં લેજો” આ બન્ને આચાર્ય ભગવંતોની પ્રેરણા સૂચના જ આ ભૂમિકાની પાર્શ્વભૂમિ છે. તથા આ બંન્ને ગીતાર્થ આચાર્ય ભગવંતોએ
-