________________
૫૪
• ભૂમિકા છે
તત્ત્વાર્થાધિગમસૂત્ર આ ભૂમિકાનું સંશોધન કરી આપવાની ઉદારતા કરી આપીને પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જબ્બર વધારો કરેલ છે. ભૂમિકામાં ઉપયોગી મૂલ્યવાન પુસ્તકો માટેનું યોગ્ય માર્ગદર્શન આપનાર પૂ.શ્રુતનિધિ સંરક્ષક મુનિપ્રવર શ્રી અજયસાગરજી મ.સા.નો ઉપકાર પણ અહીં ભૂલી શકાય તેમ નથી.
૨૪. ઉપકારીઓનું મંગલ સ્મરણ છે. જેઓશ્રીના હૃદયમાં શિષ્ય-સમુદાય-સંઘ-શાસન માટેની શિવકરી શુભ ભાવનાઓ સદા વહી રહી છે જેઓશ્રીએ શાસ્ત્રના માત્ર શબ્દાર્થ નહિ પણ તાત્પર્યાર્થને પામવાની + પરિણમાવાની મને સતત હાર્દિક પ્રેરણાઓ કરી છે એવા મારા પરમોપકારી ભવનોદધિતારક ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા કે જેઓશ્રી એ આ શ્રુત-કાર્યના પ્રારંભમાં અંતરના આશીર્વાદ સાથે સૂરિમંત્રનો વાસક્ષેપ આપી ડગલે-પગલે મારો ઉત્સાહ વૃદ્ધિગત કર્યો છે. તેઓશ્રીની સર્વસંપન્કરી કૃપા આ કાર્યની નવરુપ છે.
. જેઓશ્રીએ મને ઉપસંપદા આપીને અનેક ગ્રંથોના તાળા ખોલવા ચાવી. સરખા નબન્યાયદર્શન-આગમ ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો, તથા આ કાર્ય અંગે અનેક મહત્ત્વના માર્ગદર્શન-સૂચન-સમાધાનો આપ્યા અને આ ગ્રંથની ભૂમિકા, કારિકા, નયવાદાદિના ફાઈનલ પ્રફ વાંચીને “પુરોવચન” હેડિંગવાળા ઉદ્ગારવચન લખી આપવાની પણ ઉદારતા દાખવી, એવા નિસ્પૃહ શિરોમણિ અનેક નબન્યાય-દાર્શનિક ગ્રંથોના અનુવાદક આચાર્યશ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સા. તથા સિદ્ધાન્ત લક્ષણ અને વ્યવહારભાષ્ય જેવા જટીલ અને ગંભીર ગ્રંથોનો જેઓશ્રીએ સુંદર અભ્યાસ કરાવ્યો છે અને જેમની પ્રેરણાથી આ કાર્યનો પ્રારંભ થયો છે તેમજ ગ્રંથનું ફાઈનલ પ્રફ શાંતિથી વાંચીને “તત્ત્વાર્થસૂત્ર જૈનદર્શનની WEB SITE" શીર્ષકરૂપે આશીર્વચન પાઠવનારા એવા ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોના સમર્થટીકાકાર, વર્ધમાન તપોનિધિ, પરાર્થવ્યસની, વિદ્વદર્ય ગણિવર્યશ્રી યશોવિજયજી મ.સા. આ બન્ને વિદ્યાગુરુવર આ કાર્યના સ્તંભરૂપ છે.
છે. અનેક આગમાદિગ્રંથોના કુશાગ્રસંશોધક બહુશ્રુત પ્રવર્તકપ્રવર શ્રી અંબૂવિજયજી મહારાજે પણ કેટલાક સંદિગ્ધસ્થળે પાઠશુદ્ધિ કરી આપેલ છે. જેમનો હું અત્યંત ઋણી છું. .
૨. અજાતશત્રુ પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજના પ્રશિષ્ય રત્ન, વિચક્ષણમતિ પ્રવર્તકપ્રવર શ્રી ધુરંધરવિજયજી મ. સા. જેઓશ્રીએ સંપૂર્ણ પ્રથમ અધ્યાય તપાસી આપવાનો નિર્ચાજ ઉપકાર કર્યો છે. તે હું ભૂલી શકું તેમ નથી.
દ. કર્મગ્રંથનો અભ્યાસ કરાવનારા તથા આ કાર્યના પ્રારંભમાં શુભાશિષ પાઠવનારા ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા., મહાનિશિથસૂત્રના મારા પાઠક આ શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મ.સા. મુક્તાવલી (પ્રત્યક્ષખંડ)નો અભ્યાસ કરાવનાર ગણિવર્ય શ્રી રત્નયશવિજયજી મ.સા. ઓઘનિયુક્તિના પાઠદાતા પ. પ્ર. શ્રી કલ્યાણબોધિ મ. સા. તથા રઘુવંશાદિ કાવ્યના પાઠદાતા પ.પૂ. શ્રી કુલબોધિવિજયજી મ.સા. સિદ્ધહેમવ્યાકરણ, પ્રાકૃત, પ્રમાણનયતત્તાલોક, સ્યાદ્વાદમંજરી આદિ ગ્રંથોના પાઠદાતા સ્વ.પંડિતવર્યશ્રી છબિલદાસભાઈ, તથા કમ્મપયડીના પાઠદાતા મહેસાણા પાઠશાલાના અધ્યાપક પં. શ્રી વસંતભાઈ, તથા પ્રકરણ-ભાષ્ય-સંસ્કૃત બુકાદિનો અભ્યાસ કરાવી તેમજ મારી સંયમની ભાવનાને દઢ કરાનારા ચેન્નઈ પાઠશાલાના અધ્યાપક પં. શ્રી કુંવરજીભાઈ તથા લિપિનો અભ્યાસ કરાવનાર સ્વ. શ્રી લક્ષ્મણભાઈ