________________
૫૨
• ભૂમિકા •
તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨. બીજા પરિશિષ્ટમાં તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયના સૂત્રો અને તેનો ‘અ’કારાદિ ક્રમ આપવામાં આવેલ છે. ૩. ત્રીજા પરિશિષ્ટમાં શ્વેતાંબર માન્ય સૂત્ર અને દિગંબર માન્ય સૂત્રોના પાઠ ભેદો દર્શાવ્યા છે. ૪. ચોથા પરિશિષ્ટમાં સ્વોપજ્ઞ ભાષ્ય ઉપર શ્રી ચિરંતનાચાર્ય રચિત ‘તત્ત્વાર્થ ટિપ્પણ' નામની ટિપ્પણી આપવામાં આવી છે. (જેમાં કેટલીક અશુદ્ધિઓ છે. મૂળ હસ્તપ્રતિ ન મળી હોવાથી વધુ શુદ્ધ અમે કરી શક્યા નથી, પણ યથા ક્ષયોપશમ શુદ્ધિકરણ કર્યુ છે.)
૫. પાંચમાં પરિશિષ્ટમાં પ્રસ્તુત ટીકાકારશ્રીએ જેઓના માત્ર મૂલસ્થાનોના નિર્દેશ કર્યા હોય તથા જે તુલનાત્મક અન્ય ગ્રંથોના ઉપયોગી પાઠો હોય તેઓનો સંગ્રહ કર્યો છે.
૬. છઠ્ઠા પરિશિષ્ટમાં તત્ત્વાર્થસૂત્રના ‘બીજ' સરખા આગમ પાઠોનો સંગ્રહ.
૭. સાતમાં પરિશિષ્ટમાં શ્રી સિદ્ધસેનગણિજી મહારાજની ટીકામાં ઉદ્ધૃત ગ્રંથોની અને અન્ય ગ્રંથોના સાક્ષીપાઠોની ‘અ'કારાદિ ક્રમે સૂચિ આપી છે.
૮. આઠમાં પરિશિષ્ટમાં ભૂમિકામાં દર્શિત સાક્ષી ગ્રંથોની સૂચિ આકારાદિક્રમે આપી છે.
૯. નવમાં પરિશિષ્ટમાં પ્રસ્તુત અનુવાદ અને ભૂમિકામાં આપેલાં અન્ય ગ્રંથોના સાક્ષીપાઠોની સૂચિ ‘અ’કારાદિ ક્રમે આપી છે.
૨૨. હેમગિરાની રચના વિષે
શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિમાં શ્રી સંઘ-શાસનની અદ્ભૂત સેવા-વેયાવચ્ચ કરતી સંસ્થા શ્રીમુક્તિચન્દ્રશ્રમણ આરાધના ટ્રસ્ટ ગિરિવિહારમાં મુનિ શ્રી યુગપ્રભવિજયજી તથા પંડિત શ્રી કેતનભાઈને તત્ત્વાર્થાધિગમસૂત્રની હારિભદ્રીય ટીકાનું અધ્યાપન કરાવતો હતો, ત્યારે વિચાર આવ્યો કે વિષમપદોની ટિપ્પણી અભ્યાસની સુગમતા માટે લખાય તો સારૂ... અને ટિપ્પણી લખવાનું શરૂ કર્યું. એ ટિપ્પણી જોતાં અધ્યયન કરનારા તરફથી ભાષાંતરની માંગ આવી. તેથી, તે અંગેનું કાર્ય પ્રારંભ્યું. ઘણા બધા ફુલસ્કેપ પાનાઓ લખાઈ પણ ગયા. પરંતુ અમદાવાદ આવતાં હારિભદ્રીય ટીકાની હસ્તપ્રત મેળવવા એલ. ડી. ઇંડોલોજીમાં ગયા ત્યારે જણાયું કે આનું સંપાદન પંડિત શ્રી જીતુભાઈ કરી રહ્યા છે. વળી તે અરસામાં બત્રીસબત્રીસીની ટીકા- અનુવાદ-સંપાદનનું કષ્ટ સાધ્ય મહાન કાર્ય કરી રહેલા મારા વિદ્યાગુરુ શ્રી યશોવિજયજી મહારાજનો ભેટો થયો. તેઓશ્રી તરફથી ભલામણ થઈ કે હારિભદ્રીય ટીકાના ભાષાંતર કરવા કરતાં શ્રી સિદ્ધસેનગણિજી કૃત બૃહત્તીકાનું ભાષાંતર કરો. કારણ કે તે અતિદુર્ગમ હોવાથી, પંક્તિ બેસાડતાં વિદ્યાર્થીઓને આ ટીકામાં ખૂબ અટકવું પડે છે. તેઓના શ્રીમુખે આ વાત સાંભળતા જ મેં પ્રસન્નતા સાથે સ્વીકારી લીધી. તેઓશ્રીના આશીર્વચન પણ મળી ગયા કે, “જેમ જેમ વાંચન સાથે લખતા જશો તેમ તેમ ગ્રંથકર્તાનો અનુગ્રહ પ્રાપ્ત થશે અને કાર્ય કરવાનો ક્ષયોપશમ પ્રગટ થશે.” અને ત્યારબાદ કાર્યનો શુભારંભ થયો.
यस्य देवे पराभक्तिः यथादेवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्था: प्रकाशन्ते महात्मनः ।। ( गुरुगीता ) “જેવી ૫૨મ ભક્તિ-પ્રીતિ ભગવાન ઉપર છે, તે ભક્તિ-પ્રીતિ જેને ગુરુ વિશે હોય તેવા મહાત્માને જિનેશ્વર કથિત સર્વ પદાર્થો સ્પષ્ટતયા પ્રકાશમાન થાય છે.” આ ટંકશાળી સુવાક્યને હૃદયમાં ધારીને