________________
તત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે વિવિધ અપેક્ષાએ “ગંધહસ્તી' પદને સમજીએ - (૧) જેમ ટીકાઓમાં “શિષ્યહિતા, હિતપ્રદા” આદિ નામો મળે છે તેમ શ્રી સામન્તભંદ્રાચાર્યજીના અને આચાર્ય શ્રી ગંધહસ્તીજીના “ગંધહસ્તીમહાભાષ્ય”માં વપરાએલા ગંધહસ્તી પદને મહાભાષ્યના નામ તરીકે જાણવું
(૨) અનુયોગધર તથા શસ્ત્રપરિજ્ઞાના અતિગહન વિવરણ કર્તા તરીકે સંભળાતું - દેખાતું ગંધહસ્તી પદ એ આચાર્ય શ્રી ગંધહસ્તીજીના નામ સ્વરૂપે જાણવું.
(૩) અન્ય શ્વેતામ્બર ગ્રંથોમાં મળતાં અવતરણોમાં જે ગંધહસ્તી પદ છે તે આચાર્યશ્રી ગંધહસ્તીજીના નામરુપે અથવા પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજના “અપરનામ” સ્વરૂપે જાણવું.
(૪) શ્રી સિદ્ધસેનગણિ અને શ્રી સિદ્ધસેનદિવાકરમાં “સિદ્ધસેન” નામની સામ્યતા હોવાથી સિદ્ધસેનગણિજીનું “ગંધહસ્તી” તરીકેનું અપરનામ ક્યારેક સિદ્ધસેન દિવાકર માટે ખ્યાલ ફેરથી લખાઈ જાય તેવી શક્યતા છે. અને પ્રાયઃ આ કારણથી જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે વીરસ્તુતિરૂપ ન્યાયખડનખાદ્ય' નામક ગ્રંથની (શ્લોક - ૧૯, પૃ. ૧૯) “નેનેમિપ્રાપITદ જન્ધહસ્તી સમતો આ પંક્તિમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીને ગંધહસ્તી તરીકે કહ્યાં હશે. - (૫) “ગંધહસ્તી” એટલા નામમાત્રના સામ્યથી “શસ્ત્રપરિજ્ઞાના વિવરણકાર” અને પ્રસ્તુત ટીકાકારશ્રી સિદ્ધસેનગણિ મહારાજ એક છે એવી ભ્રાન્તિ થવી શક્ય છે પણ નિમ્નલિખિત મુદ્દા વિચારતાં એ ભ્રાન્તિ ભાંગી જાય. .
૧. ૧૧ અંગ ઉપર વિવરણકર્તા આચાર્ય ગંધહસ્તીનો સમય વીર સં. ૮૫૦નો છે. જ્યારે પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજનો સમય વીર સં. ૧૨૦૦ પછીનો છે. ' ' ૨. અંગ ઉપર ટીકા રચનાર “ગંધહસ્તી” આચાર્યશ્રીના ગુરુ આચાર્ય શ્રી મધુમિત્રજી હતાં. જ્યારે પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિજી મહારાજના ગુરુ શ્રી ભાસ્વામિજી હતાં.
૩. આચારાંગાદિ ટીકાકાર શ્રી શીલડકાચાર્યજીએ શસ્ત્ર પરિક્ષાના વિષયને અનુલક્ષીને તેના વિવરણ - કર્તાના નામ તરીકે ગંધહસ્તી પદ મુક્યું છે તે ગંધહસ્તીપદથી વિવલિત આચાર્ય શ્રી ગંધહસ્તીજી
છે, એમાં કોઈ બે મત નથી. પણ શ્રી શીલડકાચાર્યના અનંતર કાલીન શ્રી અભયદેવસૂરિજી મહારાજે સન્મતિતર્કની ૪૪મી ગાથાની ટીકામાં હેતુવાદના વિષયમાં તત્ત્વાર્થનું અ.૧/સૂ.૧ ટાંકી એના વિશેષાર્થને ગંધહસ્તી આદિ વડે કરાયેલ વ્યાખ્યામાં જોઈ લેવાની ભલામણ કરતાં જે ગંધહસ્તી પદ મૂક્યું છે. તથા ત્યાં જ તત્ત્વાર્થના ૯, ૧૦, ૧૧, ૧૨ એમ ચાર સૂત્રોની વ્યાખ્યા વિષે પણ જે ગંધહસ્તીની ભલામણ કરી છે. તેમજ બીજા ગ્રંથોમાં પણ જે ગંધહસ્તીના નામે ઉદ્ધરણો મળે છે, તેમાં આચાર્ય ગંધહસ્તીજી અથવા તો પ્રસ્તુત તત્ત્વાર્થ ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ મહારાજ એ બેમાંથી કોઈ એક વિવક્ષિત છે. તે આ રીતે કે જો એ ઉદ્ધરણ ગંધહસ્તી મહાભાષ્યના છે એમ માનીએ તો ત્યાં આચાર્યશ્રી ગંધહસ્તીજીની વિવક્ષા છે. તેમ માનવું પડે અને એ ઉદ્ધરણોને સિદ્ધસેનીય ટીકાના માનીએ તો ત્યાં શ્રી સિદ્ધસેનગણિવર્ય વિરક્ષિત છે તેમ માનવું જોઈએ.
१. तथा गंधहस्तिप्रभृतिभिर्विक्रान्तमिति नेह प्रदर्श्यते विस्तरभयात् (पृ. ६५१, पं. २०) सन्मतितर्क टीका २. “अस्य च सूत्रसमूहस्य व्याख्या गन्धहस्तिप्रभृतिभिर्विहितेति न प्रदर्श्यते" (पृ. ५९५, पं. २४) सन्मतितर्क टीका