________________
૪૬
ભૂમિકા છ તત્ત્વાર્થાધિગંમસૂત્ર ભૂમિકા સમજી લઈએ. વી૨ સં. ૮૫૦માં થએલી ત્રીજી માથુરી વાચનાના અગ્રણી આચાર્યશ્રી સ્કંદિલજી હતા. તથા તે વાચનામાં આચાર્યશ્રી મધુમિત્રજી, આચાર્યશ્રી ગંધહસ્તીજી આદિ પણ સંમિલિત હતા. આચાર્યશ્રી સ્કંદિલજીની પ્રેરણાથી આચાર્ય ગંધહસ્તીજીએ અંગો ઉપર વિવરણ રચ્યું હતું. અને મથુરાના ઓસવાળ વંશજ ઓસાલ નામના શ્રાવકે ૧૧ અંગ સૂત્રો ગંધહસ્તી વિવરણ સહિત તાડપત્ર ઉપર લખાવી નિગ્રંથોને સમર્પિત કર્યા. આચાર્યશ્રી ગંધહસ્તીજી બ્રહ્મદીપિકા શાખામાં શિરમોર સરખા હતાં. આચાર્યશ્રી ગંધહસ્તીજી આચાર્યશ્રી મધુમિત્રજીના શિષ્ય હતાં. આચાર્યશ્રી મધુમિત્રજી અને આચાર્યશ્રી સ્કંદિલજી બંને ગુરૂભાઈ હતા. તે બંનેના ગુરૂ આચાર્યશ્રી સિંહસૂરિજી હતા.
તત્ત્વાર્થસૂત્ર ઉપર ૯૬૦૦૦ શ્લોક પ્રમાણ માહભાષ્યના રચયિતા શ્રીસામંતભદ્રાચાર્યજી વી.સં.૭૦૦માં થયા. વી૨.સં.૮૦૦માં ૪થો ૧૨ વર્ષીય દુષ્કાળ પડ્યો. જે ૧૨ વર્ષીય દુષ્કાળમાં ૧૧ અંગો ઉપરના વિવરણો નષ્ટ થઈ ગયા અને એ જ દુષ્કાળમાં તત્ત્વાર્થસૂત્ર ઉપરનું શ્રી સામંતભદ્રાચાર્યજીનું મહાભાષ્ય પણ નષ્ટ થઈ ગયુ. જેમ ૧૧ અંગોના વિવરણ નષ્ટ થવાથી આચાર્ય ગંધહસ્તીજીએ ૧૧ અંગો ઉપર ફરીથી વિવરણો લખ્યાં તેમ તત્ત્વાર્થનુ મહાભાષ્ય નષ્ટ થવાથી આચાર્યશ્રી ગંધહસ્તીજીએ ફરી એના ઉપર મહાભાષ્ય લખ્યું અને તે મહાભાષ્ય “ગંધહસ્તી”ના નામે પ્રસિદ્ધ થયું. જેનો ઉલ્લેખ હિમવદ થેરાવલીમાં પ્રાપ્ત થાય છે.
રગંધહસ્તી પ્રમુખ અનુયોગધર આચાર્યોને નમીએ છીએ. તથા શસ્ત્રપરિક્ષાનું અતિગહન એવું વિવરણ ગંધહસ્તી મિશ્ર (ગંધહસ્તી આદિ) પૂજ્યો વડે કરાયું છે.” એવા ઉલ્લેખો જ્યાં મળે છે ત્યાં ઉપરોક્ત ઐતિહાસિક હકીકત વિચારી ગંધહસ્તી પ્રમુખ અનુયોગધર આચાર્ય તરીકે આચાર્ય ગંધહસ્તીજી, આચાર્ય દિલ, આચાર્ય મધુમિત્રજી આદિ અનુયોગધરોને ગ્રહણ કરી લઈએ તો ગંધહસ્તી નામે અનેક અનુયોગધર આચાર્યોની કલ્પના કરવાની જરૂ૨ ન ૨હે. અને ગંધહસ્તી મિશ્ર (=,ગંધહસ્તી આદિ) પૂજ્યોથી આચાર્ય ગંધહસ્તી તથા તેમના પૂર્વવર્તી શસ્ત્રપરિજ્ઞાના વિવરણકાર મહર્ષિઓને ગ્રહણ કરી લઈએ તો ગંધહસ્તી નામે અનેક મુનિવરોની કલ્પના કરવાની જરૂર ન રહે. અને એથી હવે, પહેલાં કહ્યા મુજબ, બીજે જ્યાં ગંધહસ્તી પદ સંભળાય-દેખાય છે, તે કયા સ્વરૂપે જાણવું ? એ વિષય ઉપર આવીએ.
१. दुर्भिक्षान्ते च विक्रमार्कस्यैकशताधिकत्रिपंचाशत्संवत्सरे स्थविरैरार्यस्कंदिलाचार्यैरुत्तरमथुरायां जैनभिक्षूणां संघो मेलितः । एकशताधिकपंचविंशतिजैनभिक्षवः स्थविरकल्पानुयायिनो मधुमित्र - गन्धहस्त्यादयः संमिलिताः । सर्वेषां सावशेषमुखपाठान् मेलयित्वाऽऽर्यस्कंदिलस्थविरोत्तंसः प्रेरिता गंधहस्तिना एकादशांगानां विवरणानि भद्रबाहुस्वामिविहितनिर्युक्त्यनुसारेण चक्रुः । ततः प्रभृति च प्रवचनमेतत् सकलमपि माथुरीवाचनया भारते प्रसिद्धं बभूव । मथुरानिवासिना श्रमणोपासकवरेणोशवंशविभूषणेन पोलाकाभिधेन तत् सकलमपि प्रवचनं गन्धहस्तिकृतविवरणोपेतं तालपत्रादिषु लेखयित्वा भिक्षुभ्यः स्वाध्यायार्थं समर्पितम् ।
आर्यरेवतीनक्षत्राणां आर्यसिंहारव्याः शिष्या अभवन् । ते च ब्रह्मद्वीपिकाशाखोपलक्षिता अभवन् । तेषामार्यसिंहानां स्थविराणां मधुमित्रा-ऽऽर्यस्कंदिलाचार्यनामानौ द्वौ शिष्यावभूताम् । आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीव विद्वांसः प्रभावकाश्चाभवन् । तैश्च पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकरचिततत्त्वार्थोपरि अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितानि । यदुक्तं तद्रचिताचाराङ्गविवरणान्ते यथा- थेरस्स महुमित्तस्स सेहेहिं तिपुव्वनाणजुत्तेहिं । मुणिगणविवंदिएहिं ववगयरागाइदोसेहिं । । १ । । बंभद्दीवियसाहामउडेहिं गंधहस्तिविवुहेहिं । विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ । । २ । । - (हिमवदथेरावली पृ. ९,१० ) २. (जंबूद्विपप्रज्ञप्ती श्री शान्तिचन्द्रवाचककृतप्रमेयरत्नमंजुषानाम्नि टीकायां “सर्वानुयोगसिद्धान् वृद्धान् प्रणिदध्महे महिमऋद्धान् । प्रवचनकाञ्चननिकषान् सूरीन् गन्धहस्तिमुखान् ।।२।।)
રૂ.
A. शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनमितीव किल वृत्तं पूज्यै: श्रीगंधहस्ति मिश्रर्विवृणोमि ततोऽहमवशिष्टम्” ।। (पृ. 2 ) ( आचाराङ्गसूत्रस्य शीलङ्काचार्यकृतटीकायाम् पृ. ८२ ) । B. “ शस्त्रपरिज्ञाविवरणमतिगहनं च गन्धहस्तिकृतम्” ।