________________
४४
• ભૂમિકા છે
તત્ત્વાર્થાધિગમસૂત્ર તોલે આવે એવા એ સમયે બીજા કોઈ વિવરણ વિદ્યમાન ન હતું. તેવી જ રીતે આચાર્યશ્રી ગંધહસ્તીજીનું ગંધહસ્તી મહાભાષ્ય પણ અતિ વિસ્તૃત હતું અને એની તોલે આવે એવા એ સમયે બીજું કોઈ વિવરણ વિદ્યમાન ન હતું. (કારણ કે શ્રી સામતભદ્રાચાર્યજીનું ગંધહસ્તી મહાભાષ્ય આચાર્યશ્રી ગંધહસ્તીજીના મહાભાષ્યની રચના પૂર્વેજ ૧૨ વર્ષીય દુષ્કાળમાં નષ્ટ થઈ ગયું હતું) આ જ અર્થના અનુસારે અહિં સિદ્ધસેનીય ટીકાને પણ “ગંધહસ્તી મહાભાષ્ય” કહેવામાં કોઈ બાધ જણાતો નથી. અને તેમજ વર્તમાનકાળમાં સિદ્ધસેનીય ટીકા માટે “ગંધહસ્તી મહાભાષ્ય” તરીકેનો વૃદ્ધપ્રઘોષ પણ સંભળાય છે. જો કે જુદા જુદા ગ્રંથોમાં મળતાં ગંધહસ્તિ નામે ઉદ્ધરણોમાં ગંધહસ્તિ પદથી આચાર્યશ્રી ગંધહસ્તીજીનું ગ્રહણ કરી શકાય છે. જો કે શ્રીસિદ્ધસેનગણિજી મહારાજે પોતાની પ્રશસ્તિમાં ગંધહસ્તી પદ યોજ્યું નથી, છતાં એમણે તત્ત્વાર્થસૂત્ર ઉપર સ્વોપલ્લભાષ્ય અનુસાર જે વૃત્તિ લખી છે તે વર્તમાન ઉપલબ્ધ તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યાઓમાં સહુથી મોટી છે. વળી પોતે સૈદ્ધાંતિક હતાં, આગમ અનુસારી તર્કને જ માનનારા હતાં, આગમનું વિશાળ જ્ઞાન ધરાવતાં હતાં, આગમવિરુદ્ધ જણાતી ગમે તેવી તર્કસિદ્ધ બાબતનું પણ બહુ જ જોરશોરથી ખંડન કરીને સિદ્ધાંત પક્ષનું સ્થાપન કરતાં હતા. જેમ ગંધહાથીની સામે ગમે તેવો બળવાન હાથી હોય છતાં તેની તોલે ન આવે તેમ પ્રસ્તુતમાં સિદ્ધસેન મહારાજની ટીકાની સામે વર્તમાનમાં જે પણ બીજી ટીકાઓ છે તે બધી તેમની ટીકાની તોલે (શ્લોક પ્રમાણમાં પણ) આવી શકે તેમ નથી. તથા સિદ્ધસેન મહારાજની ટીકાગત આગમાનુસારી યુક્તિની સામે આગમવિરુદ્ધ ગમે તેવી તકસિદ્ધ યુક્તિઓ પણ ટકી શકતી નથી. એથી સંભવ છે કે શ્રી સિદ્ધસેનગણિજીનું બીજુ નામ (ટીકા રચ્ય) પછીથી ગંધહસ્તિ પડી ગયું હોય. તેમજ તેમની ટીકાને પણ ગંધહસ્તિ નામથી ઉલ્લેખિત કરવામાં આવી છે. વળી આ ટીકા માટે
ગંધહસ્તીભાષ્ય” વિશેષણ પણ મુકાયું છે. “ગંધહસ્તી” એ શ્રી સિદ્ધસેનગણિજીનું જ અપરનામ છે. એવી સંભાવના કરવા માટેના બે કારણ છે.
૧. જે હારિભદ્રીય- અધૂરી ટીકા શ્રી યશોભદ્રસૂરિજી અને એમના શિષ્યને હાથે પૂર્ણ કરાઈ છે, તેમાં એ શિષ્ય, આ ગણિવરને જ “ગંધહસ્તી સિદ્ધસેન” કહ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.*
१. “एतासु च प्रेमद्वेषप्रत्यक्रियाद्वयस्थाने सम्यक्त्वमिथ्यात्वक्रिये गन्धहस्तिनोक्ते, (पृ.-३१.अ) “पूर्वव्याख्यानं तु गन्धहस्त्यभिप्रायेण
कृतम् । एवमन्यत्रापि यत्र भाष्य-गाथाभ्यो विशेष व्याख्यातः स एवं द्रष्टव्यः” (पृ. ३३/अ.) श्री देवगुप्तसूरिजीकृत
नवपदप्रकरणवृत्ति २. “सर्वतोभद्रस्य गन्धहस्तिनि भद्रोत्तरवदन्यथापि न्यासोऽस्ति, (पृ. ४९/आ) श्री देवगुप्तसूरिजीकृत नवपदप्रकरणवृत्ति ३. यद्यपि गन्धहस्तिभाष्यादिषु प्रपञ्चेनामी दर्शितास्तथापि ते कार्यकालोपयोगिनोनास्मादृशां मन्दमतीनामतः संक्षेपणात्मस्मरणार्थं
रचिता आत्मस्मरणार्थकृताश्चान्येषामुपयोगिनो भविष्यति । (पृ. ७१/आ) श्री देवगुप्तसूरिजीकृत नवपदप्रकरणवृत्ति ४. एतदुक्तं भवति-हरिभद्राचार्येणार्धषण्णामध्यायानां टीका कृता, भगवता तु गंधहस्तिना सिद्धसेनेन नव्या कृता तत्त्वार्थटीका नव्यैर्वादस्थान
ाकुला तस्या एव शेषं उधृतञ्चाचार्येण (शेषं मया) स्वबोधार्थम् । साऽत्यन्तगुर्वी च डुपडुपिका निष्पन्नेत्यलम्" | श्री हारिभद्रीयતત્વાર્થવૃત્તિ પૃ. - ૧૨ |