________________
૪૩
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા • નિશીથભાષ્ય, દશવૈકાલિક, અનુયોગદ્વાર, આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, પ્રશમરતિ, સંમતિતર્ક, પરિભાર્ષદુશેખર, ઋગ્વદ, પાણીનીયવ્યાકરણ, આદિ અનેક ગ્રંથોની સાક્ષી આપી જે તત્ત્વ પીરસ્યું છે તેના પરથી તેઓની વિદ્વત્તા અગાધ અને વિશાળ છે તે જણાઈ આવે છે. તેમનું જૈન અને અર્જન દર્શનોનું જ્ઞાન કેટલું બધું ઉંડુ અને વિશાળ હશે એ વાત દાર્શનિકવાદોથી વ્યાપ્ત ૧૮૨૮૨ શ્લોક પ્રમાણ એમની ટીકા જોતાં જ જણાઈ આવે છે. વર્તમાનમાં ઉપલબ્ધ દિગંબરીય અને શ્વેતાંબરીય બધી ટીકાઓ કરતાં આ સિદ્ધસેનીય ટીકા સહુથી મોટી છે. આ ટીકામાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને બૌદ્ધ દર્શનોનો વિસ્તૃત રીતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. દાર્શનિક અને તાર્કિક ચર્ચા કરવા છતાં પણ છેલ્લે તો શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની જૈન આગમિક પરંપરાનું જ જોરશોરથી ઠોસ દલીલપૂર્વક સ્થાપન કર્યું છે. એમની વૃત્તિ જોતાં ખ્યાલ આવે છે કે એમના વખતે તત્ત્વાર્થ ઉપર અનેક ટીકાઓ વિદ્યમાન હશે. જેનો ઉલ્લેખ તેમણે પોતે જ ટીકા પ્રારંભ કરતાં શરૂઆતના ત્રીજા શ્લોકમાં કર્યો છે. તેમજ અમુક સ્થળે (૫/૩ પૃ. ૩૨૧) એક જ સૂત્રના ભાષ્યનું વિવરણ કરતાં ૫ થી ૭ મતાંતરો દેખાડ્યા છે. અને અમુક ઠેકાણે સૂત્ર તથા ભાષ્યના પાઠાંતરો અંગેની ચર્ચા પણ કરી છે.
* ૧૬. “ગંધહસ્તી” એ કોનું નામ ? શ્રી સિદ્ધસેનગણિજી મહારાજે જે સમયે તત્ત્વાર્થ ઉપર ટીકા રચી એ વખતે એમની સામે આચાર્યશ્રી ગંધહસ્તીજીનું મહાભાષ્ય વિદ્યમાન હશે. એ માનવાનું કારણ એ છે કે “શ્રી સિદ્ધસેનગણિજી મહારાજે ટીકાના આદ્ય મઝૂલાદિ વિષયક ત્રીજા શ્લોકમાં એમ કહ્યું છે કે મારા પૂર્વે ઘણા મુનિનાથ પૂર્વધર શ્રુતધર આચાર્ય ભગવંતોએ આ તત્ત્વાર્થસૂત્ર ઉપર મોટા-મોટા વિવરણો રચ્યા છે, હું તો મધ્યમ ટીકા રચુ છું” આ ગણિવર્યજીના કથનથી એ સિદ્ધ થાય છે કે સિદ્ધસેનીય ટીકા રચાઈ એ વખતે પણ તત્ત્વાર્થસૂત્ર ઉપર કોઈ મોટું વિવરણ વિદ્યમાન હતું. એ વિવરણ આચાર્ય ગંધહસ્તીનું મહાભાષ્ય જ હોવું જોઈએ. કારણ કે અન્ય ગ્રન્થોમાં મળતાં ગંધહસ્તીમહાભાષ્યના ઉદ્ધરણોની સામ્યતા ઘણા અંશે સિદ્ધસેનીયા ટીકામાં જોવા મળે છે. અથવા શ્રી સામતભદ્રાચાર્યજીનું મહાભાષ્ય ૯૬૦૦૦ શ્લોક પ્રમાણ હતું એ ગંધહસ્તી મહાભાષ્ય તરીકે પ્રસિદ્ધ થયું આચાર્ય ગંધહસ્તીજીનું મહાભાષ્ય ૮૪૦૦૦ શ્લોક પ્રમાણ હતું એ પણ ગંધહસ્તી મહાભાષ્ય તરીકે પ્રસિદ્ધ થયું. અહિં “ગંધહસ્તી” પદ આચાર્યશ્રી ગંધહસ્તીએ રચ્ય માટે નથી મુકયું, જો એ હેતુથી મુક્યું હોત તો શ્રી સામતભદ્રાચાર્યજીના મહાભાષ્યમાં ન મુકત. પણ ત્યાં ય મુક્યું તો છે જ. તેથી અહિં વાસ્તવિકતા એવી ભાસે છે કે તે તે સમયમાં તત્ત્વાર્થસૂત્ર ઉપર જે સહુથી મોટા વિવરણ હતાં કે જે ગંધહસ્તી મહાભાષ્ય કહેવાતા હશે. મહાભાષ્ય'નો અર્થ અતિવિસ્તૃત વિવરણ કરીએ અને “ગંધહસ્તી’નો અર્થ જેની તોલે બીજા કોઈ વિવરણો ન આવે એવું સહુથી મોટું વિવરણ કરીએ, તો “ગંધહસ્તી મહાભાષ્ય” બન્ને વિવરણોને કહી શકાય. કારણ કે શ્રી સામન્તભદ્રાચાર્યજીનુ ગંધહસ્તી મહાભાષ્ય અતિવિસ્તૃત હતું અને એની