________________
૪૨
ભૂમિકા •
તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેન મહારાજની (સૂ.૧/૩) ટીકામાં સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ જોઈ દિગંબરો એવું સમજે છે કે શ્રી સિદ્ધસેન મહારાજ ભટ્ટ અકલંક દેવની પરવર્તિ છે. અર્થાત્ ભટ્ટ અકલંકદેવ શ્રી સિદ્ધસેન મહારાજથી પ્રાચીન છે. પણ આ તેમની ભ્રમણા છે - જે નિમ્નલિખિત મુદ્દા માધ્યસ્થભાવે વિચારતા
ભાંગી જાય છે. A. અકલંકદેવથી પણ પૂર્વવર્તિ શ્રી શિવાચાર્યકૃત સિદ્ધિવિનિશ્ચય નામનો ગ્રંથ હતો જેનો ઉલ્લેખ યાપનીય પરંપરાના અગ્રેસર આચાર્યશ્રી શાકટાયનજીએ પોતાના સ્ત્રીમુક્તિ-કેવલીભક્તિ નામના ગ્રંથમાં કર્યો છે. B. જેમ શ્રી વાદિદેવસૂરિજીના સ્યાદ્વાદ રત્નાકરની મોટા ભાગની યુક્તિઓની સામ્યતા શ્રી પ્રભાચન્દ્રજીકૃત
ન્યાયકુમુદચન્દ્રમાં દેખાય તેમ શ્રી શિવાચાર્યક્રત સિદ્ધિવિનિશ્ચય તેમજ ભટ્ટ અકલંકદેવ કૃત સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં ઇશ્વરકર્તુત્વના ખંડન અંગેની યુક્તિઓની સામ્યતા હશે. એવી સંભાવના કરવાનું કારણ એ છે કે શ્રી સિદ્ધસેનગણિજી મહારાજે શ્રી અકલંકદેવજીનો સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ જોયો હોય તો શું તેમની રાજવાર્તિક અને પૂજ્યપાદજીની સર્વાર્થસિદ્ધિ ટીકા નહિ જોઈ હોય? અને જોઈ હોય તો શું એનું ખંડન કર્યા વિના રહી શકે ખરા? જેઓશ્રીએ ઋજુમતિ મન:પર્યાયજ્ઞાનની ચર્ચામાં મન:પર્યાયદર્શનવાદિ પ્રજ્ઞાપનાના ટીકાકારોની પણ સમીક્ષા કરવાનું બાકી ન રાખ્યું નથી અને ક્રમભાવી ઉપયોગની ચર્ચામાં યુગપદ ઉપયોગ તથા અભેદ ઉપયોગ વાદિઓને પણ પંડિતમન્ય કહી દીધા. એવા સિદ્ધાંતપક્ષી ગણિવરશ્રીને સર્વાર્થસિદ્ધિ કે રાજવાર્તિક જોવામાં આવી હોય અને
એની સમીક્ષા કર્યા વિના એ બન્નેને જવા દે એ વાત સંભવ નથી લાગતી. C. વળી બીજુ એ પણ સંભવિત છે કે શ્રી શિવાચાર્યની સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ યાપનીયો પાસેથી દિગંબરોને પ્રાપ્ત થયો હશે, પણ એમાં સ્ત્રીમુક્તિ-કેવલીભુક્તિ આદિ વાતો સ્વમતથી વિરૂદ્ધ હોવાના કારણે એ ગ્રંથનો અસ્વીકાર કરીને શ્રી અકલંકદેવજીએ નવો સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ બનાવ્યો હશે. ષડ્રદર્શન સમુચ્ચયની ટીકાના ઉલ્લેખથી એવું જણાય છે કે શ્રી સિદ્ધસેનગણિજીએ “મહાતક” નામનો કોઈ ગ્રંથ કે ટીકા રચી હશે. આ સિવાય અન્ય કયા ગ્રંથો કે ટીકા વગેરે આ પૂજ્ય પુરૂષ રચ્યા હશે, તે જાણી શકાતું નથી. પરંતુ પ્રસ્તુત ટીકામાં સ્થાનાંગ, પ્રજ્ઞાપના, આચારાંગ, નંદી,
૧. જુઓ આગમ પ્રભાકર શ્રી જખ્ખવિજયજી સંપાદિત સ્ત્રીનિર્વાણ કેવલી ભક્તિ પ્રકરણની પ્રસ્તાવનામાં (પૃ. ૨૯) २. “एवं कार्यकारणसम्बन्धः समवायपरिणामनिमित्तकनिर्वतकादिरूपः सिद्धविनिश्चयसृष्टिपरिक्षातो योजनीयो विशेषार्थिना दूषण
તારેખ ” (તત્ત્વાર્થવૃત્તિ પૃ.૩૭). अकलककृत सिद्धिविनिश्चये "ननु ममबुद्धिमत्कारणमात्रसिद्ध्या प्रयोजनम्, तत्कारणम् इश्वरो भवतु परो वा परिणाम्येव इति चेत् । अत्राह - समवायीत्यादि । तस्य = इश्वरस्य अन्यस्य वा परिणामोपगमेऽपि अपि शब्दः पक्षान्तरसूचकः । कुतः तदुपगमः? इत्याह - समवायीत्यादि। समवायिकारणत्वं च स्थित्वा प्रवृत्त्यादेश्च आदि शब्देन निमित्तकारणत्वादि
परिग्रहः तस्य परिणामिन एव सम्भवात् ।।" इति (शास्त्रसिद्धिनामकप्रस्तावस्य १३ गाथायाः टीकायाम्) . 3. “यथोक्तं श्री गंधहस्तिना महातकें - द्वादशाङ्गमपि श्रुतं विदर्शनस्य मिथ्या” (षड्दर्शनसमुच्चयस्य तर्करहस्यदीपिकानामाटिका.
p. ૮૬) તદુ પ્રવને - શામપિ કૃતં વિદર્શની મિથ્યા” (રેવતરિતતત્ત્વાર્થરિટિવા પૃ.-૨)