________________
૩૭
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે તેઓ પોતે જ નગ્ન થઈને ચાલ્યા ગયા હતાં.
શિવભૂતિજીના જ શિવદત્ત, શિવગુપ્ત, ભૂતપતિ અને ભૂતબલિ એ અપરનામો છે. મુનિ શિવભૂતિજી ગિરનારમાં ધરસેશ આચાર્ય પાસેથી અગ્રાયણીય પૂર્વની પાંચમી વસ્તુના ચોથા પ્રાભૃત (મહાપ્રાભૃત)ને ભણ્યા અને પછી ઉગ્રવિહાર કરી દ્રવિડ-મથુરામાં પહોચી “ષખંડાગમ' બનાવ્યો. શિવભૂતિના બે શિષ્ય હતા. કોડિન્ન અને કોર્ટવીર.
શિવભૂતિના પ્રથમ શિષ્ય કોડિત્ર'નું બીજું નામ કુન્દકુન્દ હતું. જેને દિગંબરો કુન્દકુન્દાચાર્ય કહે છે, તે દિગંબર પરંપરાના મૂલ હતા. એમણે જ પછીથી કટ્ટર બની પોતાના મતની પુષ્ટી માટે સ્ત્રી-મુક્તિ, સવસ્ત્ર-મુક્તિ, કેવળી-ભક્તિ વગેરે અનેક બાબતોનું ખંડન કર્યું. આગમોમાં ઠેક-ઠેકાણે એનું પ્રતિપાદન કર્યું હોવાથી આગમોને ઉડાડી દીધા અને સમયસાર, અષ્ટપ્રાભૃત વગેરે નવા ગ્રંથો બનાવ્યા જેને દિગંબરો - “દિવ્યજ્ઞાનથી નવો માર્ગ પ્રકાશ્યો' એમ માને છે.
દિગંબરો - આજીવિક, ઐરાશિક, અબદ્ધિક અને બોટિક એમ ચારેય વર્ગના મુનિઓના જૂથ રૂપે હતા. તેથી આ મતમાં ચારેયની માન્યતાઓને પણ વિકલ્પ સ્થાન આપવામાં આવ્યું છે.
૧. આજીવિક મત (ગોશાલા)નાં A. શીતોદક ગ્રહણ, B. સચિત્ત સ્પર્શવાળું ભોજન ગ્રહણ, C. નગ્નતા, D. સ્ત્રીનો સ્પર્શ - આ ચારે, દિગંબર મુનિઓમાં પણ મળે છે.
૨. દિગંબરોમાં છે આવશ્યકમાં પચ્ચખાણના સ્થાને “સ્વાધ્યાય' દાખલ કરવામાં આવ્યા છે. તે અબદ્ધિક (ગોષ્ઠા માહિલ) મતને આભારી છે. - ૩. દિગંબરોમાં પ્રસિદ્ધ “પુણ્યાશ્રવકથાકોષ” ના કર્તા પોતાને ત્રરાશિક (રોહગુપ્તના) મતના હોવાનો
સ્પષ્ટ ઉલ્લેખ કરે છે એટલે કે વૈરાશિક મત પણ દિગંબર મતમાં મળી ગયો છે. આમ, આ ત્રણ નિહ્નવ અને એક બોટિક એમ કુલ ચાર જણાનું જૂથ તે વર્તમાન દિગંબર મત.
શિવભૂતિ મુનિના બીજા શિષ્ય કોટવર (શિવકોટિ) કે જેમની પરંપરામાં યાપનીયો થયા, એમણે પણ સ્વગુરુ (શિવભૂતિજી)ની જેમ આગમો માન્ય રાખ્યા અને સવસ્ત્ર મુક્તિ આદિ પણ માન્ય રાખ્યા હતા. એથી જ કોટ્સવીર રચિત “ભગવતી આરાધના'માં આચારાંગ સૂત્ર, જીતકલ્પ, બૃહત્કલ્પ ભાષ્ય, વ્યવહાર સૂત્ર-ભાષ્ય અને નિર્યુક્તિના ઘણા સાક્ષી પાઠો ટાંકેલા છે. આમ આ શિવકોટીજી જિનાગમોને બહુ જ વફાદાર રહ્યાં છે. “ભગવતી આરાધના' ઉપર આચાર્ય અપરાજિતસૂરિજીએ “વિજયોદયા’ ટીકા રચી છે એમાં સ્વરચિત દશવૈકાલિક સૂત્રની ટીકાના ઉલ્લેખો અને આગમોના સાક્ષી પાઠો આપ્યા છે. એથી નક્કી થાય છે કે પખંડાગમ, ભગવતી આરાધના, મૂલાચારાદિ ગ્રંથો આગમથી અવિરુદ્ધ ૧. મુનિશ્વ જ્ઞેયઃ શિવતિ સંજ્ઞિતઃ (આ. જિનસેનનું “હરિવંશ પુરાણ” સ. ૧૭, શ્લોક-૦૨૫, શાકે-૭૦૫ ભૂતોએ ભૂતપતિ " નામ આપ્યું, બીજુ નામ ભૂતબલિ, ભૂતબલિએ જેઠ સુ. પાંચમે છ ખંડને પુસ્તક રૂપે લખ્યો. (આ. ઇંદ્રનંદિનો મૃતાવતાર,
શ્લોક ૧૨૮, ૧૩૪ થી ૧૪૪) શિવદત્ત (સુઅબંધો ગા. ૭૭, બીજો શ્રુતાવતાર શ્લો. ૮૪, ૧૨૮) २. बोडियसिवभूइओ, बोडियलिंगस्स होई अप्पत्तो। कोडिण्ण-कोट्टवीरा, परंपराफाससमुप्पण्णा(विशेषावश्यकभाष्यगाथा-३०५४). ૩. “પખંડાગમ'ના “તાડપત્ર' ઉપરની એક એવી પ્રતિ હમણાં જ થોડાક વર્ષો પૂર્વે દિગંબરોના ભંડારમાંથી મળી આવી છે કે જેમાં ષટ્રખંડાગમના ૯૩ માં સુત્રમાં આવતા “સંજદ(સંયત) શબ્દ ઉપરથી “સ્ત્રી મોક્ષ' સિદ્ધ થાય છે. તેમજ કેવળ ભુક્તિ માટે અ. ૯, સૂ. ૧૧ માં કહેલ છે કે શ્રી જિનને ૧૧ પરિસતો હોય છે. જેથી સુધાદિ પરીસહ વેદનીય કર્મોનો ઉદય હોવાથી સ્વયમેવ સિદ્ધ થાય છે. આ પ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિમાં મૂલનો સ્ત્રીનિર્વાણ સંબંધી પાઠ કેવી વ્યવસ્થિત 'રીતે ઉડાવી દેવામાં આવ્યો છે એ માટે જુઓ શ્રી જેને સત્યપ્રકાશ વર્ષ-૧૫, અંક-૯, તા.૧૫-૬-૫૦, ક્રમાંક-૧૭૭ના પૃ. ૧૭૮-૧૮પમાં બહુશ્રુત સભાશૃંગાર શ્રી જખ્ખવિજયજી મ. નો લેખ “દિગંબર જેનો અને સંજદ શબ્દ”.