________________
૩૬
• ભૂમિકા છે.
તત્ત્વાર્થાધિગમસૂત્ર પણ મોટી અસંગતી છે. આ જ આશ્રવના કારણોની ચર્ચામાં કુન્યુન્દ્રાચાર્યજીએ પ્રમાદ છોડી ૪ કારણ માન્યા અને ત્યાં તત્ત્વાર્થમૂલ, સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક આદિ બધાજ પાંચ માને છે. તો શું કુંદકુંદાચાર્યજીને અને પૂજ્યપાદજીને એક જ પરંપરાના નહિ માનો? વ્યાખ્યામાં ક્રમભેદ કે સંખ્યાભેદ એક લેખકની કૃતિમાં સંભવે છે. એથી એના આધારે એમ ન કહેવાય કે ભાષ્ય સ્વપજ્ઞ નથી.
C. સૂત્રમાં દેવોના દશ ભેદ કહ્યા અને ભાષ્યમાં અગ્યાર દેખાડ્યા એમાં કોઈ સંખ્યાવિરોધ નથી થતો, કારણકે દરેક વ્યાખ્યાકાર વ્યાખ્યાનો ભેદ કે ઉપભેદની ચર્ચા કરી જ શકે છે. દિગંબર વ્યાખ્યાકારોએ પણ નિક્ષેપની ચર્ચા કરતાં સ્થાપનાના સાકાર સ્થાપના અને અનાકાર સ્થાપના એમ બે ભેદ શું નથી કર્યા? વાસ્તવમાં અનીક અને અનીકાધિપતિના બે ભેદ કરવા છતાં દેવ પરિષદ્ગી દસ સંખ્યામાં વૃદ્ધિ નથી થતી. અનીક અને અનીકાધિપતિનો ભેદ રાજા-પ્રજાથી જુદો છે. રાજા પ્રજા નથી થતી, સ્વામી સેવક નથી થતો પણ સેનાપતિ અનિવાર્ય સૈનિક હોય જ છે.
D. “તત્ત્વાર્થભાષ્ય શ્વેતામ્બર આગમોની રચના પછી બન્યું છે” એવી દિગંબરોની વાત ખરેખર અસંગત જ છે. કારણ કે દિગંબર વિદ્વાનો આગમોની અંતિમ વાચના (સંકલન) અને એના પુસ્તકારૂઢ થવાના સમયને અર્થાત્ તાડપત્ર પર લખવાના કાલને જ આગમનો રચના કાલ માની લે છે.
જો એના પૂર્વે આગમો હતાં જ નહિ, તો વલ્લભી વાચનામાં સંકલન અને લેખન કોનુ થયું હશે? શું વલ્લભીમાં કોઈ નવા આગમ ગ્રંથો રચાયા હતાં?
દિગમ્બરોના કથન મુજબ તત્ત્વાર્થની રચનાના સમયે આગમો હતા જ નહિ તો પછી દિગમ્બર પરંપરામાં ઉપલબ્ધ તત્ત્વાર્થસૂત્રની ઉત્થાનિકામાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે એવો સ્પષ્ટ ઉલ્લેખ કેમ નથી કર્યો તે આ રીતે કે વર્તમાનમાં અગ અનગ સૂત્રનો વિચ્છેદ થઈ ગયો છે અને એથી બધાને જૈન તત્ત્વજ્ઞાનના બોધ માટે આ ગ્રન્થની રચનામાં પ્રવૃત્ત થયો છું.”, | શ્રી ઉમાસ્વાતિજીએ કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથો ઉપરથી જો ગ્રંથ રચના કરી હોય તો પછી તત્ત્વાર્થસૂત્ર અને એની દિગંબરીય ટીકાઓની ઉત્થાનિકાઓમાં ક્યાંય પણ કુંદકુંદાચાર્યને નામોલ્લેખ પૂર્વક નમસ્કાર કેમ નથી કરવામાં આવ્યો? શા માટે સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકાદિ ટીકાઓ સૂત્રકર્તાના સંબંધમાં કાંઈ નિર્દેશ નથી કરતી? જ્યારે તત્ત્વાર્થભાષ્યમાં તો સ્પષ્ટ રૂપથી આ બાબતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આગમના ગંભીર વિષયોના સંક્ષેપમાં સરળતાપૂર્વક બોધ કરાવવા માટે હું આ ગ્રંથની રચનામાં પ્રવૃત્ત થયો છું. તેઓશ્રીએ તત્ત્વાર્થભાષ્યમાં પોતાના વંશ પરિચયની સાથે સાથે પોતાની ગુરુ પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યારે તત્ત્વાર્થસૂત્રની પ્રાચીન દિગમ્બરીય ટીકાઓ આ વિષયમાં એક અક્ષર પણ બોલતી નથી.
પૂ. વાચકશ્રીએ જ્યારે આ ગ્રંથની રચના કરી ત્યારે દિગંબર સંપ્રદાય નીકળ્યો જ ન હતો. દિગંબરોની ઉત્પત્તિના લગભગ ૧૦૦-૧૨૫ વર્ષ પૂર્વે જ, આ ગ્રંથ રચાઈ ગયો હતો.
વી. સં. ૯૦૯ માં બોટિકની ઉત્પત્તિ થઈ. એના મૂલ શિવભૂતિ મુનિ હતા. તેઓ નિર્વસ્ત્ર બની સંયમ પાળતા હતા, છતાં એ શિવભૂતિ પોતે-સવસ્ત્રમુક્તિ, સ્ત્રીમુક્તિ, કેવલી-ભુક્તિ સાક્ષરી વાણી તેમજ બધા આગમોને માનતા હતા. માટે જ એમને શાસ્ત્રમાં નિદ્ભવ નથી કહ્યાં પણ બોટિક કહ્યાં.
તેમજ તેમને ગુરુએ કે સંઘે બીજા નિહ્નવોની જેમ સંઘમાંથી બહિષ્કૃત પણ નહોતા કર્યા, પણ १.इय पण्णविओऽवि बहु सो मिच्छत्तोदयाकुलियभावो। जिणमयसद्दहंतो छड्डियवत्थो समुज्जाओ।। (विशेषावश्यकभाष्य ३१०८)