________________
૩૮
ભૂમિકા
તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. કારણ કે એના પ્રણેતાઓ આગમને માનતા હતા. યાપનીયો માટે કહેવાય છે કે, તેઓ, મૂલ સંઘ-મૂલગણમાંથી નીકળ્યા. અહિં મૂલ ગણ કે મૂલ સંઘ' એટલે કે શ્વેતાંબર સંઘ - કે જેમાંથી એમના ગુરુ (શિવભૂતિ) નીકળ્યા હતા. અને એ યાપનીયો શિવભૂતિની માન્યતા પ્રમાણે ચાલતા હતા. તેઓ પણ નિર્વસ્ત્ર રહેતા હતા પણ આગમોને તથા સ્ત્રીમુક્તિ આદિને તો માનતા જ હતા. માત્ર નગ્ન રહેવા પૂરતો જ મતભેદ હતો, બીજો કોઈ દેખાતો સૈદ્ધાંતિક મતભેદ ન હતો. અર્થાત્ તેઓ વસ્ત્ર, પાત્રને અપવાદમાર્ગે સ્વીકારતા પણ હતા તથા સ્ત્રીમુક્તિ, સવસ્ત્રમુક્તિ, કેવલીભક્તિ આદિ સમસ્ત વાતોને માનતા હતા. દિગંબરોએ કોફ્ટવીર (બોટિક)ની પરંપરાને યાપનીય નામ આપ્યું હતું. યાપનીયોના વિચારો મહદ્ અંશે શ્વેતામ્બરોને અને કંઈક અંશે દિગંબરોને અનુરૂપ હોવા છતાં તેમના આચારો વિશેષરૂપે દિગંબરોને અનુરૂપ હોવાથી તેમને રચેલું ઘણું ખરું સાહિત્ય દિગંબર સાહિત્યમાં સમાઈ ગયું જણાય છે.
ધીમેધીમે યાપનીયોની પરંપરા વિચ્છિન્ન થવા લાગી ત્યારે દિગંબરોએ જેવી રીતે, યાયનીયોના મૂલાચારાદિ ગ્રંથો, શિવભૂતિના પખંડાગમ તથા કોઢવીરની ભગવતી આરાધના વગેરે ગ્રંથો પોતાના તરીકે સ્વીકારી લીધા પણ જેમા ઠેર-ઠેર સ્વમત વિરુદ્ધ વાતો આવતી હતી એવા શાકટાયન રચિત
સ્ત્રીનિર્વાણ કેવલીભુક્તિ પ્રકરણ સ્વોપજ્ઞ ભાષ્ય ઉપર રચિત શ્રી સામન્તભદ્રાચાર્યનું ગંધહસ્તી મહાભાષ્ય તથા ૪૫ આગમોને નહીં સ્વીકાર્યા, તેવી જ રીતે, તત્ત્વાર્થસૂત્ર પણ સ્વોપજ્ઞ ભાષ્ય સહિત દિગંબરોને યાપનીયો પાસેથી પ્રાપ્ત થયું હતું પરંતુ સ્વોપજ્ઞ ભાષ્ય કથિત પદાર્થો એમના મતને વિરોધી હતા. તેથી આગમની જેમ એ સ્વપજ્ઞ ભાષ્યને અન્યકર્તક માની ઉડાડી દીધા અને સૂત્રોને સ્વીકાર્યા. તેમજ સૂત્રોમાં અનુક્ત એવી જે મહત્ત્વની વાતો ભાષ્યમાં હતી તે ભાષ્યના પાઠોને જ સૂત્ર રૂપે સ્વીકારી લીધા અને સૂત્રમાં પણ અમુક ફેરફાર કરી એના ઉપર ટીકાઓ વગેરે રચી. તે જ પદ્ધતિથી વર્તમાનકાલમાં પણ દિગંબર વિદ્વાનો દિગંબર ગ્રંથોમાં જ્યાં પણ સ્વમત વિરોધી પાઠો દેખાય તે પાઠોની કેવા પ્રકારની ઉથલપાથલ કરે છે તેનો એક નમૂનો એટલે પં. ફૂલચંદ્ર શાસ્ત્રી દ્વારા સંપાદિત સર્વાર્થસિદ્ધિ. વિશેષ જિજ્ઞાસુએ “તત્ત્વાર્થ ઔર ઉસકી પરંપરા” પુસ્તક પૃ.૫૪થી ૬૧ જોઈ લેવા ભલામણ.
१. ज्ञानदर्शनचारित्रादिधरे कुलादिस्थविरसमुदाये, दंसणणाणचरित्ते, जो पुव्वपरुवणेय रयणा य। एसो य मूलसंघो, तिविहाथेरा
करणजुत्ता। (पंचकल्पभाष्य), संवत् १०३६ कार्तिकशुक्लाएकादश्यां श्रीश्वेताम्बरमूलसंघेन पश्चिमचतु(रथी)कयं श्री देवनिर्मिता પ્રતિમા પ્રતિસ્થાપિતા I) લખનઉ મ્યુઝીયમમાં રહેલી મથુરાથી પ્રાપ્ત થયેલ દશમી-અગ્યારમી સદીની પદ્માસન મુદ્રામાં
પાંચ ફૂટ ઉંચી વિશાળકાય પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમામાં શ્વેતામ્બર મૂલસંઘનો ઉલ્લેખ. .. સર્વાર્થસિદ્ધિની પ્રાચીન મુદ્રિત પ્રતમાં ભાષ્યના જે અંશો હતા તે ઉડાડી દીધા તેમજ દ્રવ્યવે સ્ત્રીનાં પાઠ જે સ્ત્રીમુક્તિનો
સમર્થક હતો. તે પણ કાઢી નાંખ્યો, કારણ કે પખંડાગમમાં સ્ત્રી શબ્દની વ્યાખ્યામાં જે ભાવ-સ્ત્રી અર્થ લીધો હતો એનો તે(દ્રવ્યવેદસ્ત્રી)ની સાથે વિરોધ આવે અને પ્રશ્ન ઉભો થાય કે “સર્વાર્થસિદ્ધિમાં તો સ્ત્રીનો અર્થ દ્રવ્યવેદ કર્યો છે તમે ભાવત્રી કઈ રીતે કરો છો ?” એથી ૫. ફૂલચંદ્રશાસ્ત્રીએ સંશોધનના નામે દ્રવ્યવેત્રી શબ્દ જ મૂલ પાઠથી હટાવી દીધો.