________________
ભૂમિકા ૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર
D. નયોની સંખ્યામાં જે અંતર દેખાય છે તેમાં પણ સૂત્રકારની વિવક્ષા જ મુખ્ય છે. કારણ કે આવશ્યક, વિશેષાવશ્યક, અનુયોગદ્વારાદિમાં નયના બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત પ્રકાર પણ કહ્યા છે. એથી નયના પાંચ પ્રકારની વિવક્ષા એ આગમાનુસારી જ છે.
E. શ્વેતામ્બર આગમોમાં લોકાન્તિક દેવોની સંખ્યા ૮ અને ૯ બન્ને પ્રકારે મળે છે. સ્થાનાşગનાં 'આઠમા સ્થાનમાં ૮ પ્રકારના અને 2નવમા સ્થાનમાં ૯ પ્રકારના લોકાન્તિક દેવોનું પ્રતિપાદન કર્યું છે અને ભગવતીજી તથા જ્ઞાતાધર્મકથાફુગમાં લોકાન્તિદેવોના ૯ ભેદોનું વર્ણન છે. પણ આ બન્ને પ્રકારની વ્યાખ્યામાં મૂલ કારણ વિવક્ષા ભેદ છે, નહી કે આગવિરોધ.
૩૪
બ્રહ્મલોકના મધ્યમાં રહેનારા રિષ્ટ વિમાનની વિવક્ષા ન કરીને માત્ર કૃષ્ણરાજીમાં અને બ્રહ્મલોકના મધ્યભાગ સિવાયમાં અર્થાત્ અંતમાં રહેનારાઓની જ વિવક્ષા કરીને લોકાંત શબ્દના (= લોકના અંતમાં રહેનારા એવો) અર્થની વિવક્ષાથી લોકાન્તિક દેવોના આઠ ભેદ કહી શકાય છે. તો આટલા માત્રથી એમની નવની સંખ્યામાં કોઈ બાધા આવતી નથી કારણકે વ્યુત્પત્તિ અર્થની અપેક્ષાએ કહેલો (પ્રવૃત્તિનિમિત્તક) પદાર્થ તત્ત્વનો ઘાતક ન થઈ શકે.
જો સંખ્યાભેદના આધારે આગમ વિરોધ માનશો તો પછી ત્રિલોક પ્રજ્ઞપ્તિ, સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં જ લોકાન્તિક દેવોની ૨૪ સંખ્યા પણ માનેલી છે. તેના લીધે તો દિગમ્બર પરમ્પરાથી તત્ત્વાર્થસૂત્રની ભિન્નતા સિદ્ધ થઈ જશે.
F. આગમોમાં પ્રાયશ્ચિત્તની વિવક્ષા ભેદના કારણે સંખ્યા ભેદ દેખાય છે માટે આમાં કોઈ આમિક વિરોધ નથી. તે આ રીતે
અમુક સમય પછી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે અનવસ્થાપ્ય (અપરનામ "તત્ત્વ પરિહાર") અને દીર્ઘકાલ પછી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે પારાગ્નિક પ્રાયશ્ચિત.
અનવસ્થાપ્ય અને પારાગ્નિક બન્ને પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થાપના બીજી વાર કરવામાં આવતી હોવાથી કેટલાક આચાર્ય ભગવંતો બન્નેની જુદી વિવક્ષા નથી કરતાં. તેમ આ સૂત્ર-શૈલીથી રચાએલ તત્ત્વાર્થસૂત્ર અંગે પણ સમજી લેવું. અથવા પારાગ્નિક પ્રાયશ્ચિત્ત ૧૪ પૂર્વીને અપાય છે. શ્રીમદ્ ઉમાસ્વાતિજી વખતે ૧૪ પૂર્વી વિદ્યમાન ન હતા. કદાચ એથી પણ એમને વ્યવહારમાં આવતું ન હોવાથી પારાગ્નિક પ્રાયશ્ચિત્તની સંખ્યામાં વિવક્ષા નહીં કરી હોય.
G. તત્ત્વાર્થ કુંદકુંદાચાર્યના ગ્રંથોના આધારે બન્યો છે એ વાત સિદ્ધ કરવા દિગંબરો કહે છે કે તત્ત્વાર્થ અને શ્રી કુંદકુંદાચાર્યજીના ગ્રંથોમાં સમાનતા છે. માટે તત્ત્વાર્થ કુંદકુંદાચાર્યના ગ્રંથ ઉપરથી બનેલ છે. પણ આ વાત અસંગત છે કારણ કે સમાનતા હોવા માત્રથી એ નક્કી ન થઈ શકે કે શ્રીમદ્ ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્ર શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથના આધારે રચ્યું. શ્રી કુંદકુંદાચાર્યે જ શ્રીમદ્ ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થસૂત્રમાંથી આ બધુ લીધું હશે. કારણ કે કુંદકુંદાચાર્ય શ્રીમદ્ ઉમાસ્વાતિજીની પછી થયા છે.
સ્વયં દિગંબર વિદ્વાન્ પં. નાથુરામજી પ્રેમી જેવાએ પણ કુંદકુંદાચાર્યને ઉમાસ્વાતિજીના પશ્ચાત્ કાલીન માન્યા છે, કારણ કે મર્કરાભિલેખ જેને આધાર બનાવી દિગંબરોએ કુંદકુંદાચાર્યને ત્રીજી શતાબ્દીના મધ્યમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો, તે પણ હવે અપ્રમાણિક (જાલી) સિદ્ધ થઈ ચુક્યો છે. હવે ૯મી શતાબ્દીથી પૂર્વનો કોઈ પણ એવો અભિલેખ નથી કે જે કુકુન્દાચાર્ય કે તેમના અન્વયનો ઉલ્લેખ 1. સ્થાનાંગ સૂત્ર ૮/૪૬. 2. સ્થાનાંગ સૂત્ર ૯/૩૪ 3. પારાષ્ચિત પ્રાયશ્ચિતની ખરી વિધિ છેદ ગ્રંથોથી જાણવા યોગ્ય છે.